SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનકુમાર મ. ભટ્ટ છે. ૫, જે તે એક જ હસ્તપ્રતને કોઈ અંશ ખંડિત થયો હોય કે અમુક અક્ષરો પાણીમાં ધોવાઈ ગયા હોય અને તેટલા અંશનું પુનર્ગઠન કરવું અશક્ય લાગતું હોય તે તેને...તૂટક બિન્દુ રેખાથી દર્શાવીને, તે ખંડિત પાઠને યથાવત્ પ્રકાશિત કરવો જોઈ એ; તથા તે ખંડિત અંશ માટે સંપાદક દ્વારા “ સૂચિત પાક્યાંશને પાદટીપમાં દર્શાવ જોઈ એ. - જે કૃતિને લિખિત દસ્તાવેજ એક જ હસ્તપ્રતમાં જળવાઈ રહ્યો હોય–ઉપલબ્ધ થશે હોય તેની પાઠસમીક્ષા દરમ્યાન સંપાદક દ્વારા ક્યાં તો ઉદારતાવાદી કે કયાં તે રૂઢિવાદી દૃષ્ટિકોણથી પાઠ સંપાદન હાથ ધરાતું હોય છે. આ સન્દર્ભે, ડૉ. એસ. એમ. કસાહેબ કહે છે કે આવી એકલી અટૂલી હસ્તલિખિત પ્રતની અધિકૃત વાચના તૈયાર કરતી વખતે તેના અક્ષરે અક્ષરનું અત્યંત કાળજીપૂર્વક નિરૂપણ કરવું મોઈએ અને તેના ગૂઢ-ફૂટ સ્થળને બંધ બેસાડીને વાંચી શકાય એમ ઉકેલી બતાવવા જઈ એ. વળી વુલ્ફ જણાવે છે કે જ્યારે એક જ હસ્તપ્રત મળતી હોય ત્યારે અમુક અક્ષર “ ' હશે કે “ ' હશે ? એવું ઓળખી બતાવવું તેટલું જ પૂરતું નથી, પણ અમુક અક્ષરને “' રૂપે ફેરવો પડશે, કે અમુક અક્ષરને “ઘ'માંથી જ રૂપે વાંચો પડશે–એમ નક્કી કરી આપવું; અર્થાત દુર્બોધ પંક્તિને અર્થની દૃષ્ટિએ ઉકેલી-સમજી-શકાય એમ વાંચી આપવી તે મહત્વનું છે. ૧૦ (૪) જે પાચમન્થની બે જ હસ્તપ્રતો મળી આવતી હોય તેમાં પ્રાય: બે સંભાવનાઓ વિચારણીય છે. જેમ કે, ૧. એક હસ્તપ્રત માં તે કૃતિને લધુપાઠ જળવા હાય, અને બીજી હસ્તપ્રતમાં તે કૃતિને બૃહતપાઠ વાંચવા મળતો હોય. તેવા સંજોગોમાં પાઠસમીક્ષાને એક અધિનિયમ એવો છે કે-“બૃહત્ અને અલંકૃત પાઠની અપેક્ષાએ સાદે અને લધુપાઈ ને હોય છે.” (Textus simplicior is earlier than the textus ornation.) ૨. અથવા પ્રાપ્ત થતી બે (જ) હસ્તપ્રતેમાં વ્યક્તિગત લહિયાઓની ભૂલને બાદ કરતાં, બીજી બાબતમાં પ્રાયઃ સામ્ય જ હોય તો એવું અનુમાન કરી શકાય કે એક હસ્તપ્રતમાંથી બીજી હસ્તપ્રત ઊતરી આવી હશે. આવી એકમાંથી બીજા ઉતારા રૂ૫ (ડટ્ટો કોપી ૨૫) હસ્તમતમાંની કોઈ એકની ઉપેક્ષા કરી શકાય. અલબત, તૂટક કે અા અંશે ઉદ્ધાર કરવા માટે બીજી હસ્તપ્રત મદદ રૂપ થતી હોય છે. | (m)-૧ : જે કૃતિની ત્રણ કે તેથી વધારે હસ્તપ્રતા મળતી હોય અને તે તમામ હસ્તપ્રતોમાં સંક્રમિત થયેલે પાઠ એકરૂપ છે એમ જણાતું હેય-અર્થાત્ આનુવંશિક રીતે એક સમાન પ્રવાહમાં એ કૃતિને પાઠ સંક્રમિત થતો રહ્યો છે એમ જણાતું હોય તેવા પાઠને 9 Now when the transmission rests only on one extant manuscript (codex unicus ), the critical recension is regarded as the most accurate depiction and decipherment of this solitary witness. Katre S, M., Introduction to Indian Textual Criticism, Poona, 1954, p. 37. 10 Wolf Says, a recensio and not a mere recognitio that is required, Ibid, p. 36. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy