SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ ભારતીયતા કરતાં ભારત કેમ મોટું છે ? જીવનનાં બધાં પહેલુઓને સાવી લેતા અખંડ જનાદર્શ શું હોઈ શકે ? સાચું જીવનતત્ત્વ અને ધર્મતત્વ શું છે ? એ બધું દર્શાવવાને ગંભીર, સનિષ્ઠ અને પ્રગભ પુરુષાર્થ એમાં થયો છે. કોઈ એક ભારતીય સાહિત્યના કેટલા ઊંચા અને ગહન સ્તરે મૂથબોધ કરાવી શકે તેનું આ નવલકથા એક સમર્થ નિદર્શન છે. “સરસ્વતીચંદ્ર' અને “ગોર 'ની માફક ભૂગવાસ્તવને યુગસ્વર દ્વારા પિછાણવાને પ્રયત્ન કરતી તેલુગુ ભાષાના સાક્ષર વિશ્વનાથ સત્યનારાયણુની “વેયિપણુલુ’ ( સહઅફેણ’) પણ રાષ્ટ્રીય સ્તરની એક મહાવાકાંક્ષી રચના છે. અંગ્રેજોના આગમન અને આધિપત્ય સાથે પાશ્ચાત્ય સભ્યતાનું આપણી ભારતીય સભ્યતા પર આક્રમણ થતાં, એની ચકાચૌંધમાં અંજાઈ પિતાનો પુણે વારસે છેડીને નવીનતાના મોહમાં ફસાવા લાગેલી ભારતીય પ્રજાને નિહાળી. તેનાથી જે અનર્થ અને વિનષ્ટિ થઈ રહી હતી તે અટકાવવા ભારતીય પ્રજાની પ્રાણશક્તિનું આવાહન કરીને દેશમાં સનાતન મૂલ્યોની સુરક્ષા અને પ્રતિષ્ઠા કરવા મથતી આ કથામાં સંક્રાંતિકાળનાં બલાબલની ગહન અને વ્યાપક સ્તર પર છષ્ણાવટ થઈ છે. કાં તો “ભવબાધાથી વિહવળ થઈને કુંડલિનીના રૂપમાં સુઈ રહેલા જીવને મૂલાધારથી ઉઠાવીને સહસ્ત્રાર સુધી પહોંચાડતી પ્રાણશક્તિના મૂર્ત પ્રતીકરૂપે સહસ્ત્રફેણ”ની કલ્પના થઈ છે. “નિદ્રાધીન કે મૂછવશ થયેલે આપણે દેશ, આપણી સંસ્કૃતિરૂપી પ્રાણુશક્તિથી જ જાગૃત થશે અને સ્વસ્વરૂપની પ્રતિષ્ઠા કરશે' એવો સંદેશ વ્યક્ત કરવા અથવા આપણુ પુરાણોમાં હજાર ફેણવાળા શેષનાગના શિર પર આ પૃથ્વી ટકી રહ્યાની જે પુરાકથા છે તેને આધાર લઈ લેખક એમ સૂચવવા માગતા લાગે છે કે આ દેશ પર ઈતર સંસ્કૃતિ અને આધુનિકતાના આક્રમણથી આ દેશમાં ઘણું બધું બદલાશે, પરંતુ એક વસ્તુ કયારેય નહિ ચલત થાય, અને એ એની ધાર્મિક આસ્થાયુક્ત આધ્યાત્મિકતા. હજર ફેણવાળા શેષનાગનું એની પર છત્ર છે અથવા આવા શેષનાગના આધાર ઉપર આ દેશને ધમ અધિષ્ઠિત છે. ભારતવર્ષની નૂતન સમાજરચનાના પાયામાં આપણા ભારતીય ચિંતને મૂલ્યો અને આદર્શ જ હાવા જોઈએ એવું પ્રતિપાદિત કરતી આ નવલકથામાંથી ઉપસતે મૂલ્યબોધ ખસૂસ લાક્ષણિક છે, ભારતીય મૂલ્યધ પ્રગટ કરતી અન્ય મહત્વપૂર્ણ રચનાઓ છે ટાગોરની “ધરે-બાહિરે', કયાલાલ મુનશીની “તપસ્વિની ', મિજિઅણુનરાવની “રાષ્ટ્રપુરુષ'. ભારતીય પ્રજાનાં ચિતન, દર્શન, આદર્શો અને મૂલ્યોને પ્રગટ કરતાં તેનાં બે પુરાણું આ મહાકાવ્ય “ રામાયણ અને મહારાભારત' તથા એક અર્વાચીન સાથે મહાકાવ્ય “ કામાયની તે ભારતીય પ્રજા અને સાહિત્યકાર માટે ચિરંતન જતિસ્તંભમાં છે ભારતીય સાહિત્યમાં જે વાસ્તવબોધ, સૌદર્યબોધ અને મૂલ્યોધ પ્રગટ થયે છે એ Indian way of perceiving reality, Indian psychy 248 Indian conscienced! 412214 કરાવે છે. વિલક્ષણ રૂપના આવા ત્રિવિધ બોધને કારણે વિશ્વની અન્ય ભાષાઓના સાહિત્ય કરતાં ભારતીય સાહિત્ય આગવી અને અનન્ય મુદ્રાવાળું બન્યું છે. આ તેની એવી વાવર્તક વિશેષતાઓ છે જેને કારણે ભારતીય લેકો તો “ભારતીય સાહિત્ય'ની સ્વતંત્ર સત્તા (ontology)ને સ્વીકારે જ, પરંતુ એથી આગળ વધી દુનિયાભરના લોકો પણુ એ સ્વીકારે. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy