________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતીય સાહિત્યની વિભાવના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ વેદ
ભારતીય સાહિત્ય ' વિશેને ખ્યાલ વિવાદાસ્પદ બની રહ્યો છે. કેટલાક વિદ્વાન એ આવા ખ્યાલ ભાષા અને પ્રદેશને આધારે બંધાય એમ જણાવી વિવિધ ભાષાઓ અને પ્રદેશામાં આપણે ત્યાં સાહિત્ય રચાતું હોવાને કારણે, આ કામ અશકય હાવાના નિર્દેશ કર્યો છે. કેટલાક વિદ્યાતાને ‘વિશ્વગ્રામ' (global village )ના આ જમાનામાં આવા ખ્યાલ બાંધવામાં સંકુચિત દાંષ્ટ અને નિરકતા જષ્ણુાય છે. તે કેટલાક વિદ્વાનાને આવા ખ્યાલ બાંધવા પાછળ રાજકારણીય આશયાની ગંધ આવે છે. તેમ છતાં થાડાં વર્ષોથી આપણા દેશમાં કેટલાક વિદ્વાનેા દ્વારા * ભારતીય સાહિત્ય'ની વિભાવના ખાંધવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આવી વિભાવના શા માટે બાંધવી જોઇએ, બાંધવા જઈએ તે એમાં કેવી મુશ્કેલીએ રહેલી છે, એમ એનાં કારણે અને અંતરાયાની ચર્ચાએ પણુ થતી રહી છે. આવી ચર્ચા કરનારાએમાં ડૉ. સુનીતિકુમાર ચેટર્જીથી માંડી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. વી. કે. ગેાકાક, ડૉ. પ્રભાકર માચવે, ડૉ. નગેન્દ્ર, ડૉ અજ્ઞેય, ડૉ, ઇન્દ્રનાથ ચૌધરી, ડોં. ઉમાશકર જોશી, ડૉ. પી. લાલ, ડૉ. નૈયાઝ એહમદ, ડૉ. કે. એમ. જ્યાય, શ્રી શિવશ કર પિલ્લાઈ તફઝી, એ. એન. મૂર્તિરાવ, કે. ચેલ્લપન વગેરે વિદ્વાને મુખ્ય છે. એમાંના કેટલાક વિદ્વાનોએ જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્યમાં એકતા અને સમાનતા કયાં અને કેવી છે તે દર્શાવવાના પ્રયત્ન કર્યો છે, તે કેટલાક વિદ્યાએ પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્યમાં ભારતીયતા કયાં અને કેવી છે એ શેાધવાના પુરુષાર્થ કર્યો છે.
જે લોકો ઉપખંડ જેવા આ દેશમાં વિવિધ ભાષાએ અને પ્રદેશમાં આપણું સાહિત્ય રચાતું હાવાથી આવી અવધારણા બાંધવાનું મુશ્કેલ માને છે તેમની સામે એક પ્રતિપ્રશ્ન મુકી શકાય એમ છે. જો આપણે ‘ ભારતીય ફિલસૂફી ' ( ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા જેવાં વિવિધ દંતા ), ભારતીય સ’ગીત ' (લેાક, સુગમ, શાસ્ત્રોય, ભક્તિ વગેરે, * ભારતીય નાટક ( ભવાઈ, તમાશા, યજ્ઞગાન, સંસ્કૃત-પાશ્ચાત્ય મિશ્ર નાટ્યશૈલી વગેરે), * ભારતીય નૃત્ય ' ( રાસ, ગરબા, ઘુમ્મર, ભાંગડા, ભરતનાટ્યમ્, મણિપુરી, કથકલી, કુચીપુડી વગેરે), ‘ભારતીય ચિત્ર' (રાજપૂત, મરાઠા ધરાના વગેરે), ‘ભારતીય સિનેમા ' (પ્રાદેશિક,
‘સ્વાધ્યાય ’, પુ. ૬૩, અંક ૬-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬,
યુ. ૧૧૫-૧૨૮,
× અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ( ગુજરાત શાખ ) તેમજ ગુજરાતી વિભાગ ( કલા સકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા )ના સંયુક્ત ઉપક્રમે વડાદરા મુકામે તા. ૧-૨ માર્ચ ૧૯૯૭ ના દિવસેાએ ચેાાયેલા રાષ્ટ્રીય પરિસંવાદ “ સાહિત્ય દ્વારા સંવાદિતા ”માં રજૂ કરેલું' વકતવ્ય.
ખી/૨, યુનિવર્સિટી કોલાની, નહેરૂ હાલ સામે, વલ્લભવિદ્યાનગર-૩૮૮ ૧૨૦,
For Private and Personal Use Only