SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તક્ષા યાસ ૨હે છે. સેમ્યુઅલ બેંકટનાં નાટકોની પ્રેક્ષકાની દષ્ટિએ નિષ્ફળ ભજવણીને પ્રસંગ ટાંકીને તેઓ કહે છે કે “સમકાલીન મૂલ્યાંકને કેટલાં અસ્થાયી હોય છે! પરંતુ કતિની અવમાનના છતાં પોતાની સાધનામાં અચલ રહેનારા સર્જકને છેવટે પ્રજાએ સ્વીકૃતિ આપવી જ પડે છે.” આવાં તારણ દ્વારા તેઓ ચરત્રને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. એમનાં કેટલાંક મૂલ્યાંકને આપણું મન જીતી લે છે. જેમ કે ચં. ચી. ની ભાષા વિશે તેઓ કહે છે: “આ બધું એ વહેતી કલમે લખે છે. કલમ કયાંય શ્વાસ લેવા રોકાતી નથી. ભાષાને કયાંય ઠેસ લાગતી નથી.' (૧૨૨ ) મહાપુરુષેના ચરિત્રાની પ્રેરકતા તરફ તેમનું લક્ષ રહેલું છે. ચરિત્રના ઉત્તમાંગને ઉજાગર કરવા તે માર્મિક પ્રસંગોને આધાર લે છે, જેમકે બન્ડ રસેલને નોબેલ પારિતોષક ઘણું મોડું મળ્યું તે સંદર્ભ એલિયટે તેમને લખેલો પત્ર અને રસેલ વાળેલે ઉત્તર. માથી સભર, અનૌપચારિક ઢબે અને સ્વીરપણે લખાયેલાં આ લખાણે આકર્ષક બન્યાં છે, પરંતુ સર્વરપણું કટલીકવાર અસમતુલા સજે છે. જેમ કે દયારામના ચરિત્રાંકનને આરંભ તેમની મહત્તાની પ્રભાવક રજૂઆતથી થાય છે. લેખનશૈલી સંદર્ભે પણ એ મોટી અપેક્ષા જગાડે છે, પરંતુ આગળ જતાં તે સંતોષાતી નથી. ગરબીની ચર્ચામાં ઉદાહરણે અને વિષયવસ્તુનું વિવરણ પ્રસ્તારી બની જાય છે. અમુક પાઠાંતરની ચર્ચા લેખમાં બરાબર ગોઠવાતી નથી. એ જ રીતે ઈ. એમ. ફેસ્ટરના લેખમાં તેમના નવલકથા વિચાર સંદર્ભે નવલકથાના સ્વરૂપની ચર્ચા વિષયાંતર લાગે તેટલી હદે વિતરે છે. સ્વરવિહારમાં પુનરાવર્તન, પ્રસ્તાર અને શિથિલતા એક સ્વભાવિક મર્યાદા બની રહેતી જણાય છે. સ્ટીફન કેનના ૨૯ની વયે મૃત્યુને ઉલેખ ત્રણ વાર આવે છે. દેશ અને દુનિયાની ધટનાઓના સ્પંદને જાગતી મેધાણીની સર્જકતાને ઉલેખ એક જ પાન પર (પૃ ૧૮૭) બે વાર આવે છે. જયંત ખત્રી પરના લખાણના ત્રીજા ખંડમાં ખત્રીની એક વાર્તાના એક સંવાદને આધાર લઈને સર્જનની અકળતાને ઉકેલવાની મથામણ અંગે ચર્ચા છે. એમાં ખત્રી કયાંય આવતા નથી. કૌતુકરાગી વલણ લેખકને પામતા કે ચબરાકિયાં પ્રત્યે દોરી જાય તેવું બને છે. મડિયાના ચરિત્રાંકનમાં ચરિત્રનાયકની રેખાઓ ઊપસવાને બદલે પામતા અને લાગણીના પ્રવાહમાં તણાઈ જતી વાક્છટા પ્રગટે છે. પેતાની ઓરડીના એકાંતમાં વસતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વાત કરતાં તેઓ કહે છે, “તેઓ ભાગ્યે જ કોઈને મળે છે. હકીકતમાં સુરતને આંગણેથી કોઈપણ સાહિત્યસેવી ભાગ્યે જ તેમને મળ્યા વિના જતે; બકે ઓરડીની અંદર રહીને તેઓ આસપાસની પ્રકૃતિને, પર્યાવરણને, સાહિત્યક-જાગતિક પ્રવાહોને સૌથી વધુ જીવતા હતા. સૌથી વધુ લોકોને મળતા હતા ! આ ચરિત્રલેખામાં દયાન ખેંચનારી બાબત તે વ્યક્તિ અને તેના સાહિત્યક કાર્યની મહત્તા પારખવાની લેખકની મૌલિક દૃષ્ટિ. ઠાકોરના “આરોહણ માં તેઓ અસ્તિત્વવાદી વિચારધારાના વિશ્વ કરતાં વહેલા અણસાર જુએ છે. ત્રીજ ખંડનાં ગ્રંથપરિચયનાં લખાણમાં ઘણાં પુસ્તકોનાં ટૂંકા-પ્રેરક અને સ-રસ મૂલ્યાંકન મળે છે. અહીં લેખકને અભિગમ કર્તાલક્ષી, ગુણાનુરાગી અને રંગદશી જ રહ્યો છે. નાની પાલખીવાળાના પુસ્તક “વી, ધ પીપલ'ને તેઓ “ભારતની પ્રજાને માં દસ્તાવેજ' ગણાવે છે. “અભિજ્ઞા'ની ચર્ચા કરતાં કહે છે, “ “અભિજ્ઞા માં ઉમાશંકર આપણને સભર સભર મળ્યા છે.” કાવ્યસંગ્રહની બાબતમાં એમાંથી મળતી “શુદ્ધ કવિતાની થોડી પંક્તિઓ”નું ગરવે કરવાનું વલણ પ્રગટતું રહે છે “ બારીબહાર'ની ચર્ચામાં કાન્તનું સ્મરણ કરતાં તેઓ For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy