SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०३ સુરેશચંદ્ર કાંટાવાળા અક્ષરવાળા પાદવાળાં ખ્યાતવૃત્તો દંડકો, ગાથાઓ પ્રસ્તાર અને પ્રત્યયો અને અંતે “ ઉપસંહાર” આપવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં અંતે બે પરિશિષ્ટ આપવામાં આવ્યા છે; પરિશિષ્ટ ૧ (પૃ. ૧૦પ-૧૦૮)માં સંસ્કૃત છંદોનાં લક્ષણે સંદર્ભસહિત અકારાદિક્રમમાં આપવામાં આવ્યાં છે, જયારે પરિશિષ્ટ ૨ (પૃ. ૧૦૯-૧૧૨): “ આ પુસ્તકના ઇદે-એક નજરમાં શીર્ષક અનુસાર નોંધ કરવામાં આવી છે. પુસ્તિકાના અંતે ઉપયોગી એક નાની સરખી સંક્ષિપ્ત સંદર્ભ ગ્રંથસૂચ” આપવામાં આવી છે. (પૃ. ૧૧૩–૧૧૫) આ ગ્રંથમાં–આ પુસ્તિકામાં-જે જે છંદશાસ્ત્રના લેખકો અને ગ્રંથને ઉલેખ થયું છે, તેની સાલવારીનું એક કોષ્ટક આપવામાં આવ્યું હોત, તો વાચકવર્ગને વધુ લાભદાયક બનત. વળી, છંદના ગુણ અને દેશ તેમજ ઔચિત્યની ચર્ચા, રજૂઆત કરવામાં આવી હોત, તે વિદ્યાર્થીગણ અને સામાન્ય વાચકને તે વધુ ઉપયોગી થાત, એમ લાગે છે. કઠિન વિષયની રજૂઆત અને સરલ ચર્ચા, સુબોધભાષામાં આપવા માટે ડો. શાહને અભિનંદન આપતાં આનંદ થાય છે અને આશા સેવીએ છીએ કે ભવિષ્યમાં છન્દ શાસ્ત્ર ઉપર અન્ય ગ્રંથ છે. શાહ વાચકવર્ગને આપશે. “ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ” પણ આ પ્રકાશન માટે અભિનંદનને પાત્ર બને છે. વડોદરા. સુરેશચંદ્ર કાંટાવાળા કથાથી કવિતા સુધી: હરીન્દ્ર દવે, પ્રકાશક : ડૅ. હસુ યાજ્ઞિક, મહામાત્ર, ગુજરાત સા. અકાદમી, દફતર ભંડાર ભવન, સેકટર ૧૭, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ઃ જુલાઈ ૧૯૯૨ મૂલ્ય રૂ. ૬૦=૦૦, પૃ. ૮ + ૪૩૬. * સ્થાથી કવિતા સુધી' હરીન્દ્ર દવેને “જીવન અને સાહિત્ય વિશેના નિબંધો અને સંગ્રહ છે. ગ્રંથના મોટા ભાગના લેખે ૧૯૬૬ થી ૭૩ દરમ્યાન “મુંબઈ સમાચાર'ની કટાર કલમની પાંખે’ માટે લખાયેલા છે. ગ્રંથ ચાર ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં કથાસ્વરૂપ અને સાહિત્યને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા છે. વિવેચકદષ્ટિને લાભ સૌથી વધુ આ ખંડને મળે છે. ગ્રંથપરિચયના ત્રીજા ખંડમાંય વિવેચનાના અંશે છે. બીજા ખંડમાં દેશ-વિદેશના સર્જકોવિચારકોના રસાળ ચરિત્રલેખે છે, જ્યારે ચોથા ખંડમાં બહુશ્રુત લેખકે વિવિધ સાહિત્ય વાંચતાં વાંચતાં કરેલાં ટાંચણ છે. આમ આ દળદાર ગ્રંથ જિજ્ઞાસુ વાચકને રસ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. અહીં ગહન-ગંભીર વિવેચનામાં ઊતરવા કરતાં જીવનને ધબકાર ઝીલવાનું વલણ વિશેષ પ્રબળ છે. જીવન અને સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં મુક્ત વિહાર કરતાં આ લખાણોને નિબંધના સુમાથત કલાસ્વરૂપની ઓળખ આપવાને બદલે છૂટક લેખે કે લખાણે કહેવાથી વધુ ન્યાય આપી શકાશે. ત્રણ વ્યાખ્યાનને આમેજ કરતે પ્રથમ લેખ “ કથાયાત્રા” અભ્યાસસભર અને માતબર છે. એમાં નવલકથાના વિષયવસ્તુ, પાત્ર, શૈલી વિશેના મનભર, મૌલિક અભિપ્રાય, તલાવગાહી અભ્યાસ તથા સૂઝ-સમજ પ્રગટ થાય છે, સ્વરૂપ વિશેની આરંભની ચર્ચા ઘણી પ્રભાવશાળી છે. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy