________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નૂતન ઉપલબ્ધિ: શીલની શૈલજા
નત્તમ પલાણ
ગુજરાતની કલા પરંપરા વિશે સળગ કહેવાય એવો એક પણ અભ્યાસ હજુ આપણી પાસે નથી. જે કંઈ ખંડ અભ્યાસો થયા છે, તેમાં પણ એકવાકયતા પ્રવર્તતી નથી. એમ લાગે છે કે ગુજરાત પાસે ઉમાશંકર જેવા કવિ અને રવિશંકર જેવા ચિત્રકાર છે, પણ નિહારરંજન કે કુમારસ્વામી જેવા કલાવિવેચકો નથી. છેલ્લા સમયમાં ડે. મોતીચંદ્ર અને ડો. ઉમાકાંત શાહ દ્વારા છેડા પ્રા.તને થયા છે, પણ એમનામાં ક્ષેત્રકાર્યની ઉણપ વરતાય છે. ડે. મોતી ચંદ્રનું કામ બહુધા ચિત્રકલાપ્રધાન રહ્યું, પરંતુ એઓ સચિત્ર પોથીઓના ભંડારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ શક્યા નહિ. આવું જ કૈંઉમાકાન્ત શાહના અભ્યાસમાં પણ અનુભવાય છે, એમનું કામ શિ૯૫કલા પર વિશેષ છે, પરંતુ કરછ સૌરાષ્ટ્ર તળગુજરાતના અગત્યનાં સ્થળોની પણ પ્રત્યક્ષ મુલાકાત તેઓ લઈ શકયા નહિ. મધુસૂદન ઢાંકીમાં ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રને પ્રત્યક્ષ પરિચય અને અભ્યાસ બને છે, પરંતુ એમને ગુજરાતની બહાર રહેવાનું થયું પરિણામે હાલની તકે તે એક મોટો અવકાશ આ ક્ષેત્રે પ્રવર્તે છે. જદી જદી યુનિવર્સિટીઓમાં સવલતે વધી છે, પરંતુ જ્યાં મેજ સામગ્રી છે, ત્યાં ક્ષેત્રકાર્ય નથી અને ક્ષેત્રકાર્ય છે, ત્યાં મેઘીદાટ મેજ સામગ્રીને અભાવ છે. આ બનને સગવડો ક્યાં છે ત્યાં–સરકાર નિયુક્ત પુરાતત્ત્વ ખાતાંમાં રસવિનાના મિત્રે આવી ગયા છે. આમ આ ક્ષેત્રને અવકાશ (ખાલી પે) ઉત્તરોત્તર વધુ ને વધુ ખટકે (ખૂચે) એવી વિષમ સ્થિતિ ધારણ કરી રહ્યો છે. ગુજરાત હવે રાહુલ સાંકૃત્યાયન અને વાસુદેવશરણ અસવાલ જેવા વ્યાપક પ્રયાસ અને કમરતોડ સ્વાધ્યાય ઝંખે છે.
ગુજરાતની કલા પરંપરા વિશે, ભાંગ્યાતૂટપા જે કંઈ અભ્યાસ થયા છે તેના આધારે આપણે કહી શકીએ કે ગુજરાતમાં પ્રાગ, આદ્ય અને ઐતિહાસિક ત્રણે કાળના અવશેષો મળે છે. ઐતિહાસિક કાળમાં રાજસત્તા, મૌર્ય, શુગ-કુષાણુ, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક એમ ચાલે છે, જયારે કલા પરંપરામાં મોંની શિષ્ટ, ચમકતી લીસી સપાટીવાળી કલા અહીં નથી, તેને બદલે જેને અનુમોર્ય કહી શકાય તેવી, ગાંધાર સાંચી ભરદૂત આદ કલાલીના મિશ્રણ સમી ક્ષત્રપકલા અહીં છે. આ કલાના અવશેષે દેવની મોરી, શામળાજી, જુનાગઢ, ગોપ, ખંભાલિડા, ઢાંક, પાટણવાવ આદિના શિ, રૌત્યસુશોભને,
‘સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૨૦૦ (ક-N).
૩, વાડી લેટ, દશન” પોરબંદર-૩૬૦૫૭૫.
For Private and Personal Use Only