SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા દેશપાંડે અધ્યયન અને સંશોધન પરક આ લેખસંગ્રહ પરથી મુ છે. શાસ્ત્રીમહદયની વ્યાપક સંશોધનવૃત્તિ તથા વિવિધવિદ્યાવ્યાસંગ પ્રમાણિત થાય છે. તેઓને અભિવાદન ! -ઉમા દેશપાંડે સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગ મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. પુસ્તક-સમીક્ષા : “ અનુભૂતિ '-હિન્દી કાવ્યસંગ્રહ કવયિત્રી-ડે. નલિની પુરોહિત; પ્રકાશક: નિખિલ પ્રકાશન, A–81, રાધાકૃષ્ણ પાર્ક, અકોટા સ્ટેડિયમ પાસે, વડોદરા. આવૃત્તિઃ પ્રથમ, ૧૯૯૩ કિ. રૂા. 4500 લગભગ ૧૩૯ જેટલી નાની-મોટી હિન્દી કવિતાઓનાં કવાયત્રી ડૉ. નલિની પરહિત ગુજરાતીભાષી હોવા ઉપરાંત વ્યવસાયે વિજ્ઞાનનાં અધ્યાપિકા છે. સાહિત્યથી ભિન્ન જ નહીં પરંતુ વિપરીત એવા વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત રહેવા છતાં હિન્દીમાં કાવ્ય-રચના કરવા બદલ તેઓ ખરેખર અભિનંદનના હકદાર છે. વડોદરામાં હિન્દીના કવિઓ છે જેમાં કુ. મધુમાલતી ચેકસી, ડે. પાછુકાંત દેસાઈ, અઝીઝ કાદરી, ખલીલ ધનતેજવી, ક્રાંતિ યુવતીકર, ડે. વિષ્ણુ વિરાટ, માણિક મૃગેશ, ડે. પ્રસાદ, શ્રીમતી ભારતી પાંડે વગેરે. હવે તેમાં ડે. નલિનીજીનું નામ ઉમેરાતાં ગૌરવ અને આનંદને અનુભવ થાય છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહ સૌદર્ય, રાગ-વરાગ, ઈછાઓ, વિચારે, સંવેદનો, આશાનિરાશા, પીડ, નાના નાના અનુભવ અને સ્મૃતિઓની અનુભૂતિઓ નિરૂપ, વાંચો ગમે એવો કાવ્યસંગ્રહ છે. વસ્તુ કરતાં વ્યક્તિલક્ષતાને સ્વર પ્રમુખ છે. ભાવનાઓ, વિચારો અને વ્યંગ્યની કેટલીક ઉક્તઓ, કાવ્યપંક્તિઓ વારંવાર વાંચવી ગમે તેવી છે. પ્રકૃતિ ઇં. નલિનીને પ્રિય કાવ્ય-વિષય છે. વિજ્ઞાન અને કાવ્ય એ બને વિરોધી પ્રવૃત્તિઓએ એમના જાગરૂક અને સંવેદનશીલ હદયમાં ભાલને જગવ્યું હોય એ સ્વભાવિક છે. “એક ફાગુની શામ', “મેરા ગાંવ', “ ભીની સુબહ ', “ એક ફૂલ ', “એક સંધ્યા” જેવી કવિતાઓ એનાં સરસ ઉદાહરણે છે. વ્યક્તિગત ભાવાભિવ્યકિત માટે કાવ્યને સફળ નિર્વાહ નલિનીજ કરી શક્યાં છે. ' નતાન્ત અંકેલી', “મન મેરા ', “ સ્પર્શ ', “બચપન કે આ ', “ દુનિયા કે રંગ ', “ કાગજ કી નાવ” ખાલીપન', “ દર્દ'માં કવયિત્રીની નાજુક નમણું ભાવનાઓનું સંવેદનમય નિરૂપણ થયું છે. જો કે આવું અન્ય કેટલીક રચનાઓમાં–ખાસ કરીને ક્ષણિકાઓમાં થવા નથી પામ્યું. વ્યંગ્ય, હિન્દી કવિતાની–આધુનિક કવિતાની સર્વસામાન્ય પ્રવૃત્તિ છે. ગઝલ જેવું નાજકખયાલ રોમેન્ટિક કાવ્યસ્વરૂપ પણ આ પ્રવૃત્તિનું શિકાર બની ગયું છે. આમ તે નલિનીજીનું For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy