________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાપાક. ,
લેખ વધારે માહિતીપ્રદ થાત વૈવી શક્તિ ધરાવતા વાસુદેવ શ્રીકૃષ્ણના ઉત્તરચરિતની કેટલીક પ્રમુખ ઘટનાઓને નિર્દેશ પણ આ જ લેખમાં જોવા મળે છે.
સમાવની સહધર્મચારિણી ૬ માની મૂક સંવેદનાને અભિવ્યક્ત કરતા બીજા લેખમાં વાલી, તારા, સુગ્રીવ તથા રુમાના ચારિત્ર્યને અણસાર મળી આવે છે......વાલીના વધ પછી સુગ્રીવને પિતાનું રાજ્ય, પત્ની રૂમ તથા દિયરવટું કરેલી તારા પણ પ્રાપ્ત થઈ. સુગ્રીવની જમણી બાજુએ રુમાં બેસતી ને ડાબી બાજુએ તારા બેસતી છતાં લેખકના મત પ્રમાણે સુગ્રીવની પાસે ચલન તો તારાનું જ રહ્યું જે યુવરાજની માતા હતી. પરંતુ “શાંત સન્નારીની સહનશીલતા કાણું સમજશે?” (પૃ. ૧૬).
તુલનાત્મક તથા ચિકિત્સક દ્રષ્ટિકોણથી મુદ્દાઓ ઉમેરીને સદર આલેખન વધુ સાંગોપાંગ કરી શકાયું હત.
મસ્ય, વાયુ, બ્રહ્મા, વિષ્ણુ. ભાગવત ઈ. પુરાણેને આધાર લઈને પુસ્તકના ત્રીજા પ્રકરણમાં લેખકશ્રીએ એવું તારણ કાઢયું છે કે પુરાણા પ્રમાણે મૌર્યવંશની મુખ્ય શાખામાં કુલ ૯ રાજા થયા અને એમણે ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું. (પૃ. ૨૩).
નીતિમત્તા અને સત્કર્મને પ્રબોધતી તથા બુદ્ધકાલીન સંસ્કૃતિ અને સમાજરચના વિશે ઉપયોગી માહિતી પૂરી પાડતી જાતક કથાઓની સેદાહરણ સમજુતી ચોથા પ્રકરણમાં અપાઈ છે.
મિસરની મહાન રાણી કલીઓપેટ્રાના જીવનમાંથી વિવિધ પ્રસંગે વેવીને આગળના પ્રકરણુમાં તેનું પ્રતિભાશાળી, પ્રેરણાત્મક તથા પ્રણયસભર વ્યકિતત્વ આકર્ષક રીતે આલેખાયું છે.
અનેક સંસ્કતોએ જેની સવિસ્તર ચર્ચા વિચારણા કરી છે તે સંસ્કૃત રંગભૂમિના નટ નટી વિશેનું તલસ્પર્શી અધ્યયન નાટકોનાં ઉદ્ધરણો સાથે પ્રકરણ ૬માં રજૂ કરેલું છે.
જેના મૂળ પ્રવર્તક બૃહસ્પતિ હતા તેવા ચાર્વાક લેકાયત મતપ્રણાલીનું સાંગોપાંગ વિવેચન ૭મા પ્રકરણમાં જોવા મળે છે. '
- જે વિષય અંગે વધુ શ્રદ્ધેય સામગ્રી, વધુ અન્વેષણ અને સંશોધનની આવશ્યક્તા છે તે દક્ષિણ ગુજરાતમાં પારસીઓને પહેલે વસવાટ”. તેના વિષે “ કિસ્સે-ઈ-સંજાન ” નામના અનુદત ગ્રંથમાંથી મુ. શાસ્ત્રી મહોદયે રસપ્રદ ઉદ્ધર ટાંક્યાં છે.
ગુજરાતમાં ઉત્પન્ન તથા પ્રચલિત થયેલા સિંહે તેમજ સેલંકી રાજ જયસિહ બીજાના રાયકાળ વિશેનું વિવેચન મહત્ત્વના અભિલેખે, શિલાલેખે તેમજ સંશોધકોનાં મંતવ્ય આપીને નવમા તથા દસમા પ્રકરણમાં રજૂ કરાયું છે.
છેલ્લાં બે પ્રકરણે-“નાગર-ઇતિહાસની દૃષ્ટિ એ ” તથા “ નાગર કવિ નાનાક” આપણુને સંસ્કારી તથા મેઘાવી નાગર જ્ઞાતિ તેમજ વેદવ્યાકરણશાસ્ત્ર સંપન્ન પ્રભાસક્ષેત્ર નિવાસી કવિ નાનાક વિશેની માહિતી પૂરી પાડે છે.
For Private and Personal Use Only