SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા એમ. બ્રહ્મચારી સુભાષિત પારિજાત : ક્રમાનુસાર કુલ ૭૧ સુભાપિત ધરાવતા આ સંયડ માં મુખ્યત્વે 'છ ઋતુ એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન દગોમાં જગતી, અનુરૂપ, શાર્દૂલવિક્રીડિત જેવા છંદને પ્રવેગ જોવા મળે છે. કાવ્યને પ્રારંભ વસંતઋતુથી કરવામાં આવ્યો છે. કવિ રસિક છે. ઋતુવનમાં પણુ રસિકતા દાખવી છે, શૃંગારરસને પ્રાણ પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. આ કતિમાનાં વર્ણને અલંકારયુક્ત કાવ્યમય રસ પરિપયુક્ત છે. કાવ્યરચનામાં રસ, અલંકાર અને છંદ વગેરેને પણ જોતાં લાગે છે કે કવિ પદ્માકર જ આવા સાહિત્યિક અને કાવ્યમય કલકોની રચના કરી શકે, શૃંગારરસપ્રધાન કલેકોનું વર્ણન કરીને કવિએ ઉદ્દીપનવિભાગ દ્વારા આમજનતાને મને જનયુક્ત કતિને આસ્વાદ કરાવ્યું છે. ઋતુના વનમાં કૃતિની શરૂઆત વસંતઋતુના વનથી કરવામાં આવી છે. પ્રથમ કમાં વસંતની સરખામણી હનુમાન સાથે કરવામાં આવી છે. ઉપેક્ષા અને ગ્લેષ અલંકાર સહિત જગતી છંદને પ્રયોગ થયો છે. દિતીય શ્લોકમાં કુલીન વ્યક્તિ અને કોકીલની સરખામણી કરી છે. કુલીનને તેના આરારથી અને કોયલને તેના અવાજથી પરિચય થાય છે. અહીં છંદ અનુટુપ અને અલંકાર ઉપમા પ્રજાવા છે. તૃતીયકમાં શાર્દૂલવિક્રીડિતછંદ છે. સાતમા લેકમાં કામદેવને પંચબાણને ઉલેખ કર્યો છે. પશુ આ બાણ કયા તે જણાવ્યું નથી. આઠમાં શ્લેકથી વસંતવાયુનું વર્ણન શરૂ થાય છે. બ્રધર ઇદમાં કરાયેલા દાક્ષિણાત્યવાયુના વર્ણનમાં કાવેરી નદી, નાલિકર અને કાવડીને ઉલેખમાં દક્ષિણ ભારતની વિશિષ્ટતા જોવા મળે છે. બારમા લેકમાં પણ દક્ષિણને અણુસાર જણાય છે. અહીં શબ્દાનુપ્રાસને સુંદર પ્રવેશ કરવામાં આવે છે. કલેક તેરથી સળમાં વસંત પથિકનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્તરથી ઓગણીસ લેકમાં ગ્રીષ્મઋતુનું વર્ણન છે. વીસમા શ્લોકથી મધ્યાહનું વર્ણન શરૂ થાય છે. આ લેકમાં ઉદ્દીપન વિભાવ દ્વારા શુંગારરસનું રસિક વર્ણન કરાયું છે. લેક ૩૪ થી ૪ર માં મેઘનું, ૩ થી ૪૭માં સમુદ્રનું અને ૪૮ થી ૫૦માં નદીનું વર્ણન પ્રાપ્ત થાય છે. તણી સુખદાયિની ગંગાને અડતાલીસમાં ફ્લેકમાં અસરા કહી છે. ત્યારપછી ભ્રમરકોડાનું વર્ણન એકાવનથી ત્રેપનèકોમાં પ્રાપ્ત થાય છે. અહીં પણ શુંગારરસને પ્રયોગ થયેલ જોવા મળે છે. ચેપનથી સાડ લોકોમાં અનુક્રમે વાયુ, શરપથિક, હેમંતઋતુનું વર્ણન, તેમજ કન્ક ક્રીડા, પુન: વાયુ અને પાન્થનું વર્ણન છે, એકસઠથી પાંડમાં શિશિરનું વર્ણન, પછીના બે લોકોમાં દકિમલક્રીડા, પુન: વાયુ અને શિશિર પથિકને ઉલેખ થયો છે. અંતિમ બે કલાકોમાં મલયાનિલ, મનસિજ તેમજ ના વિરોઢ : અને વામfમ: વાકઃ જેવા શબ્દના પ્રયોગો કવિની રસિકતાના દ્યોતક છે. સમમ કૃતિના અવલોકન પછી જણાય છે કે સુભાષિતરૂપી પારિજાત વૃક્ષનું આ એકમાત્ર સ્તબક ૯ પલબ્ધ છે. અપૂર્ણ એવી આ કૃતિમાં “ઋતુવર્ણન' વિષે નોંધ મળે છે. હસ્તપ્રતમાં ઉપલબ્ધ અંતિમ માહિતી અનુસાર આ પછીની બીજી શાખામાં “નવાસવર્ણન' પ્રાપ્ત થશે. પુલ્પિકામાં જણાવ્યા મુજબ For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy