SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમાષિત પરિવાત–એક પરિચય ઉષા એમ. બ્રહ્મચારી* કવિમા પધાકરવિરચિન “સુભાષિતપ ર ાત ' વડોદરા સ્થિત પ્રાયવિદ્યામન્દિરમાં, અનેક હસ્તપ્રતાના ખાનામાંની એક અપ્રકાશિત અને અપૂર્ણ કતિ છે. કવિ પદ્માકર વિષે વિગતે માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ પ્રાપ્ય હસ્તપ્રતની પુપિકામાં મંત્રી કેશવના પુત્ર પધાકર હતા એવી નોંધ પ્રાપ્ત થાય છે. પ્રસ્તૃત લેખમાં અજ્ઞાત અને અપરિચિત એવી આ કૃતિ ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ન્યુ કૅટલૅગસ કંટેલેંગોરમ ના અગિયારમા વિભાગના પાન નંબર ૧૫ર ઉપર આ હસ્તપ્રત વિષે નોંધ પ્રાપ્ત થાય છે. હસ્તપ્રતવર્ણન : પ્રાચ્યવિદ્યામન્દિરના હસ્તપ્રત સંગ્રહમાં ક્રમાંક ૪૩૯૭ ધરાવતી આ હસ્તપ્રતમાં કુલ છ પાનાં છે. દરેક પાનાં બંને બાજુ ઉપર લખાયેલાં છે. દરેક પત્રમાં એક બાજુએ લગભગ ૧૩ લીટીઓ છે અને દરેક લીટીમાં આશરે ૩૩ અક્ષર છે. પત્રની લંબાઈ ૨૧ સેંટિમિટર અને પહોળાઈ ૧૨ સે.મિ. છે. આ સુભાષિત સંગ્રહમાં કુલ ૭૧ શ્લોકો છે. પ્રથમ શાખામાંનું પાંચમું સ્તબક ધરાવતી આ હસ્તપ્રત અપૂર્ણ છે. જેમાં મુખ્યત્વે ઘઋતુવર્ણનની વિગતો આપવામાં આવી છે. પ્રારંભના પાંચ સ્તળકોને અહીં સમાવેશ કરવામાં આવ્યા છે. છા સ્તબકની શરૂઆત અધ | નવરસવનં થી કરવામાં આવી છે પણ કૃતિ ત્યાંથી અપૂર્ણ છે તેથી પૂર્ણ કૃતિ કેટલી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. લહિયા : - હવા વિષે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. નાલીદર, દ્રવિડ સ્ત્રી, દક્ષિણવાયુ, કાવેરી જેવા ઉલેખે ઉપરથી દાક્ષિણાયને અરાર જણાય છે. લહિયાની ખાસિયત મુજબ અહીં અવગ્રહને ઉપગ કરવામાં આવ્યો નથી. તદુપરાંત પરસવર્ણ અને વિસર્ગોને પ્રયોગ પણ અહ૫ પ્રમાણમાં થાય છે. કયારેક દીર્થને બદલે હ૩ અને ૪ ને બદલે સને પ્રયોગ કર્યો છે. હસ્તપ્રત ઉપરથી જણાય છે કે આ સર્વે સુભાષિતેમાં લહિયાએ કાળજીપૂર્વક સુધારા પણ કર્યા હશે.. સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક -૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૫૭-૬૬. * પ્રાથવિદ્યા મંદિર, મ. સ. યુનિ વડેદરા. For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy