SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અબાલાલ પ્રજાપતિ ધનને ત્યાગ કે દાન જ ધર્મને અનુકુળ છે, કારણ કે તેનાથી જ સમષ્ટિનું કલ્યાણ થાય છે. માત્ર ભોગ માટે ધન ભેગું કરવું તે પા૫ છે. ગીતાનું પ્રમાણ છે કે જેઓ ત્યાગપૂર્વક ભાગ કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જેઓ ત્યાગ કર્યા સિવાય ભેગ એકલા જ કરે છે, તેઓ પાપને ભેગ કરે છે.૧૫ કાલિદાસે રધુવંશના પાંચમાં સગમાં દાનનું ઉજજવલ દષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. વરતંતુના શિષ્ય કૌત્સ ગુરુદક્ષિણ માટે એવા સમયે રઘુ રાજા પાસે જાય છે કે જયારે તેમણે પિતાની સઘળી સંપતિ યજ્ઞમાં આપી દીધી છે. ધુ અલકાપુરી પર ચઢાઈ કરીને ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પણ તેમના આક્રમણુના સમાચાર સાંભળતા જ કુબેર રધુના કોશમાં સેનામહોરોની વૃષ્ટિ કરે છે. રાજાને આગ્રહ છે કે શિષ્ય સંપૂર્ણ ધન લઈ જાય આ બાજ શિષ્યને આગ્રહ છે કે તે પિતાની આવશ્યકતાથી વધારે એક કોડી પણ લેશે નહિ. ૧૬ દાતા અને ગ્રહીતાને આ સંવાદ રોમહર્ષક છે. આવું દૃશ્ય સંપૂર્ણ દેશના ઈતિહાસમાં દુર્લભ છે. આ જ કારણે સૂર્યવંશમાં રધુ સૌથી તેજસ્વી રાજા થયા અને તેમના નામથી તેમને વંશ “રઘુવંશ' તરીકે ખ્યાતિ પામ્યો. તેમની મહાનતાનું વર્ણન કરતાં કાલિદાસ લખે છે કે માત્ર તેમનું ધન જ પરોપકાર માટે ન હતું પણ તેમના બધા જ સદ્ગુણ બીજાઓને માટે કલ્યાણકારી હતા. તેમનું બળ પીડિતોના ભય અને દુખનું નિવારણ કરનારું હતું અને તેમનું શાસ્ત્રાધ્યયન વિદ્વાનોના સત્કાર અને આદર માટે પ્રજાતું હતું.૧૭ આ પ્રમાણે અર્થ અને કામ ધર્મની મર્યાદામાં રહે છે ત્યારે સમષ્ટિનું કલ્યાણ થાય છે, અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. વર્તમાન સમાજની અવસ્થાનું મૂળ કારણું અનિયંત્રિત અર્થ અને કામ જ છે. રઘુનું જીવન ધર્મને અનુકુળ હતું તે રઘુવંશને અમ્યુદય થયો અને અગ્નિવર્ણનું જીવન ધર્મને પ્રતિકુળ હતું તેથી તેનું અધ:પતન થયું. ત્યાગ, તપ અને તપવનમાં આસ્થા રાખનાર રધુવંશના રાજાઓના મહાન ગુણના મહિમાનું કીર્તન કરતાં કાલિદાસ લખે છે કે તેઓ ત્યાગ માટે ધન સંચય કરતા હતા. સત્યપાલન માટે મિતભાષી હતા, યશ માટે વિજયની અભિલાષા રાખતા હતા, પ્રજ કે રાષ્ટ્રોને પદદલિત કરવા માટે નહિ. સંતાનપ્રાપ્તિ માટે ગૃહસ્થ બનતા હતા, કામવાસનાની પૂર્તિ માટે નહિ. બાળપણમાં વિદ્યાભ્યાસ, યૌવનમાં વિષયેની અભિલાષા, વૃદ્ધાવસ્થામાં મુનિવૃત્તિ અને ગદ્વારા શરીરને ત્યાગ કરતા હતા.૧૮ १५ यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।। भुञ्जते ते त्वधं पापा ये पचन्त्यात्मकारणात् ॥ (गीता ३/१३ ) जनस्य साकेतनिवासिनस्तौ द्वावप्यभूतामभिनन्धसत्त्वौ । गुरुप्रदेयाधिकनिःस्पृहोऽर्थी नृपोऽथिकामादधिकप्रदश्च ॥ (रघु० ५/३१) बलमार्तभयोपशान्तये विदुषां सत्कृतये बहु श्रुतम् । वसु तस्य विभोर्न केवलं गुणवत्तापि परप्रयोजना ॥ ( रघु०८/३) त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् । यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयषिणाम् । વાદ્ધ નિવૃત્તીના યોનાને તનુત્યમ્ / (ર૦ / –૮) For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy