SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર ગે. કાંટાવાળા રિવચ ટુ વિણ , વિશ્વ રિાવ: (મસ્યપુરાણ ૬૯.૫ર ). આ વિધાન એમ દર્શાવતું લાગે છે કે મત્સ્યપુરાણ બને સપ્રદાયના સુમેળના સંક્રાન્તિકાળનું છે. વૈદિક વિચારધારામાં મોક્ષપ્રાપ્તિનું સાધન યજ્ઞયાગાદિ સ્વીકારવામાં આવ્યાં છે. ઉપનિષતકાળમાં આ માર્ગ વિષે શંકા ઉઠાવવામાં આવી. (ન્નવા હેતે અદઢા થાણા મુંડકેપનિષત ૧.૨.૮). યજ્ઞયાગાદિમાગ ખર્ચાળ હતા. વળી સ્ત્રી, શદ્ર અને બ્રહ્મબંધુઓ માટે વેદશ્રવણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. આ વિશાળવળના પારલૌકિક હિતમાટે અને આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગ માટે પરાણિક ધર્મમાં વિવિધ દાન, વ્રત, યાત્રા વગેરેનું વિધાન કરવામાં આવ્યું અને તેનાં ફળ વિવિધ યજ્ઞના ફળ સાથે સમાન ગણાવવામાં આવ્યાં. વાદક મન્ટોને સ્થાને પૌરાણિક મન્ટોને અને વિધિને વિનિયોગ બતાવવામાં આવ્યું. (કચ્છન્ય મત્સ્યપુરાણ ૬૨.૩૮-૪૦; ૫૭.૫-૬; ૮૩.૪૫). આમ પૌરાણિક સાહિત્યમાં એક પ્રબળ વિકલ્પ રજૂ કરવામાં આવ્યું. આ દષ્ટિએ પુરાણકારે પ્રબળ સમાજસુધારકો અને ધર્મક્રાન્તિકાર તરીકે જણાઈ આવે છે. પતિતાઓ ધાર્મિક લાભ અને સુખથી વંચિત ન રહે તે માટે પુરાણકારે સજાગ હતા એમ લાગે છે અને આ વર્ગ માટે એક વિશેષ વ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. મત્સ્યપુરાણમાં પતિતાઓ માટે અનંગવતનું વિધાન ( અધ્યાય ૭૦ ) કરવામાં આવ્યું છે, અને વ્રતના ફળતરીકે વિષ્ણુપદની પ્રાપ્તિ દર્શાવવામાં આવી છે. (સા પૂનિતા રેવાનસ્થાનપતિ facળો: ! (૭૦,૬૩)) આ વ્રત સાથે સંકળાયેલ “દાલભ્ય ” નામક બ્રાહ્મણ વિશે પુનર્મુલ્યાંકન કરતાં કહી શકાય કે આ વ્રત કરાવનાર અમુક જ બ્રાહ્મણે અથવા બ્રાહ્મણવર્ગ હશે અને તેઓ “દાલભ્ય' નામથી જાણીતા હશે; આ અર્થધટનમાં અત્રે “ દાલભ્ય ” પદ સમૂહવાચક એક વચન છે, એમ સમજવું પડશે. એ સુવિદિત છે કે શ્રાદ્ધવિધિમાં પથીદાન લેનાર અમુક બ્રાહ્મણ/બ્રાહ્મણો હોય છે. પુરાશે કેટલીક વખત તત્કાલીન સમાજની આર્થિક અને વ્યાપારિક સમૃદ્ધિના દર્પણે બની રહે છે. ગુપ્તકાલની જાહોજલાલી સુપ્રસિદ્ધ છે અને આ ગુપ્તકાલની સમૃદ્ધિને સુચવતું “ડશમહાદાન”ની સંસ્થા છે. છેડશમહાદાનનું વિધાન મત્સ્યપુરાણુનું આગવું પ્રદાન છે. છેડશમહાદાન પૈકીનું “સપ્તસાગર મહાદાન” (મસ્યપુરાણ, અધ્યાય ૨૮૭) ગુપ્તકાલની આર્થિક સમૃદ્ધિ અને સમુદ્રપારના વ્યાપારનું અને ક્ષેમકુશળતાપૂર્વક પુનરાગમનનું સૂચક અર્વાચીન કાળમાં છે. આ દાનની સાબિતીરૂપ મથુરા અને અન્યત્ર સ્થળે મળી આવેલાં “સાત સમંદરી કુવા'' નામક કુવાઓ છે. આગળ જોયું તેમ બ્રહ્મપ્રાપ્તિ/પરમપદ પ્રાપ્તિ (દ્રવ્રુધ્ય મત્સ્યપુરાણુ ૬૧. ૫૬; ૧૦૧.૪૮) માટે વૈકલ્પિક ઉપાય બતાવીને સમાજના વિશાળ વર્ગની સ્ત્રી, શક, બ્રહ્મબંધુ, નિર્ધન વગેરેની –ભૂખ દૂર કરી આધ્યાત્મિક માર્ગનાં પ્રસ્થાનમાં સમતોલપણું સાચવી, સામાજિક સમતલપણું સ્થાપવાને અને સાચવવાને પુરાણકારોએ એક નૂતન પ્રયોગ કર્યો અને એક મહાન પ્રદાન નેધાવ્યું છે. દાનની બાબતમાં કેટલીક વ્યાવહારિક ચેતવણી આપવામાં પણ આવી છે, દા. ત. વિત્તશયન, કુપનાવજન, સપત્નીક કુટુમ્બી વેદવિદ્ બ્રાહ્મણને દાન (દ્રષ્ટ્રવ્ય મત્સ્યપુરાણ For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy