SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણ: દર્શન અને વિમર્શ એક પિથીને પાઠ મહૂિળાનrt પાટિરે પાઠને ધમાં નાં છે, પરંતુ સ્વીકૃત પાઠમાં તે સ્વીકારવામાં આવ્યો નથી. ડાં વર્ષો પહેલાં વી. વી. મિરાશીને ઈ. સ. ત્રીજી સદીની બે મુદ્રાઓ પ્રાપ્ત થઈ તેના ઉપર પ્રાકૃતમાં લખાણું આ પ્રમાણે હતું : –ો સT-માન માસ (સંસ્કૃત છાયા રાણાઃ જમાનમહિષ0). આ મક્ષ પાઠને આધારે વી. વી. મિરાશીએ ઉપર્યુક્ત પંક્તિ આ પ્રમાણે સુધારી—“ શકાનોમવત્ રાના કયા મતિઃ ” આમ પાઠાન્તર ઉપલબ્ધ મુદ્રાઓને આધારે સાર્થક બની નિશ્ચયાત્મક પાઠ બની રહે છે. આ બંને શાસ્ત્રોને સમન્વયાત્મક અભ્યાસ પુરાણાધ્યયનમાં વધારે ઉપયોગી અને ફલદાયી બને છે અને પુરાણની માહિતીને વધારે વિશ્વસનીય બનાવે છે. ઐતિહાસિક માહિતીના સન્દર્ભમાં પુરાણો કેટલીકવાર સાંકેતિક ભાષાનો અથવા અન્ય નામોને પ્રયોગ કરે છે; દા. ત. મત્સ્યપુરાણમાં અને સ્કન્દપુરાણમાં “ પ્રમતિ ” નીમ હેઠળ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની ઈતિહાસગાથા આપવામાં આવી છે. કન્દપુરાણાન્તર્ગત વસ્ત્રાપથમાહાતમ્યમાં અને કૌમારિકાખંડમાં હરિણમુખીસ્ત્રીની કથામાં કાન્યકુબજેશ્વર ભેજની રાજકીય પ્રાદેશિક વિસ્તારની માહિતી પ્રાપ્ત થાય છે. પુરાણેમાં જુદા જુદા દેવો અને દેવીઓનાં વર્ણન, માહાત્મ્ય અને સ્તુતિ પ્રાપ્ત થાય છે. પૌરાણિક હિન્દુધર્મની વિચારધારામાં મૂર્તિપૂજાને સ્વીકાર કરવામાં આવ્યું છે. પુરાણોમાં વિવિધ દેવતાઓની મૂર્તિવિધાનની માહિતી આપવામાં આવી છે. સ્તોત્રોમાં જોવા મળે છે કે તે તે સ્થળે અને તે તે સમયે અન્ય દેવ અમુક દેવદેવીની સ્તુતિ કરે છે; તે અન્ય સ્થળે અને અન્ય સમયે અન્ય સંદર્ભમાં તે દેવ/દેવી અન્ય દેવદેવીની સ્તુતિ કરે છે; અર્થાત એક સ્થળે અમુક સંદર્ભમાં એક દેવનું માહાત્મ્ય સર્વાધિક બતાવવામાં આવે છે અને અન્ય સ્થળે અન્ય સંદર્ભમાં અન્યદેવનું માહાત્મ્ય સર્વાધિક બતાવવામાં આવે છે; આમ પુરાણોમાં એક પ્રકારની “henotherstic tendency” દષ્ટિગોચર થાય છે; દા. ત. મત્સ્યપુરાણમાં નૃસિંહાવતારી વિષ્ણુની સહાય શિવ અધકના સંહાર માટે યાચે છે. (૧૭૯.૩૫); આમ અત્રે વિષ્ણુનું આધિક્ય દર્શાવવામાં આવ્યું છે. ત્રિપુરદહનાખ્યાનમાં ત્રિપુર (હાલનું “તેર” નામક સ્થળ)ના સ્થાપક મયદાનવના સંહાર માટે વિશુ શિવને અણીના સમયે મદદ કરે છે. આ પ્રક્રિયામાં વિષ્ણુનું આધિય કહો કે પ્રભુત્વ કહે કે કૌશલ્ય દેખાય છે. યુદ્ધોની વિવિધ રીતની દષ્ટિએ વિષ્ણુએ કરેલ સહાય રસપ્રદ છે. આ સાહાયમાં વિષ્ણુ ત્રિપુરના મુખ્ય સરોવરના જળનું પાન કરી જાય છે, અર્થાત શત્રપક્ષના નગરના મુખ્ય પાણી પૂરવઠાના મુખ્ય કેન્દ્રને વિષાણુ નાશ કરે છે; તેથી ત્રિપુરવાસીઓને પાણીપૂરવઠો પૂરો પાડવાને એક ગંભીર અને ભયંકર પ્રશ્ન ઊભું થાય છે. મસ્યપુરાણુને રચનાપ્રદેશ વિશે એમ કહી શકાય કે અત્યારનું ઉપલબ્ધ મત્સ્યપુરાણ મૂળ નર્મદાની આજુબાજુ રહેતા વિષ્ણવોએ રચેલું પુરાણું છે; પરંતુ પદ્મપુરાણ (ઉત્તરખંડ ૨૦૩. ૮૧-૮૪) મત્સ્યપુરાણુને તામસ પુરાણું ગણાવે છે અને તામસપુરાણમાં શિવનું માહાત્મ્ય ગાવામાં આવે છે. (મસ્યપુરાણ ૫૩. ૬૮-૬૯). મત્સ્યપુરાણના કેટલાક અધ્યાયમાં શિવનું માહાસ્ય ગાવામાં આવ્યું છે; એટલે અંશે આ વૈષ્ણવપુરાણ શૈવપુરાણું બન્યું એમ કહી શકાય, પરંતુ આ પુરાણમાં અન્યત્ર શિવ અને વિષ્ણુ વચ્ચે ભેદરાહિત્ય દર્શાવવામાં આવ્યું છે; For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy