SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભે. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન ગ્રહણક ખતપત્ર, વિ.સં. ૧૭૩૩" વિભૂતિ વિ. ભટ્ટ આ સંગ્રહમાં મુખ્યત્વે વિ.સં. ૧૭૩૩ના નં ૮૮૪૬ના ખતપત્રને વિચાર કરીએ. આ ખતપત્ર કડક કાપડ પર અત્યંત જીર્ણ, ૨૪૪૬૬ સે. મીનું ૩૫ લીટીમાં લખાયેલું છે. તેમાં ગુજરાતી-દેવનાગરી મિશ્ર અક્ષરે શિરોરેખા બાંધીને ગુજરાતી-સંસ્કૃત ભાષામાં લખાણ છે. ભાષા અને અક્ષરના મરોડની દષ્ટિએ આ ખતપત્રમાં કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. જેમકે (૧) સંસ્કૃતમાં પ્રવર્તમાને 'ને બદલે “પ્રવત્તમાને ' (૫-૨); (૨) અનુસ્વારને અને જન બંનેને સાથે પ્રયોગ જેમકે “પ્રવરામને ' (૫-૨ ), હીવન (પં.-૭), વર (પં. ૭,૯); (૩) દીર્ધ ઈકરાંતમાં હુસ્વની ડાબી બાજુએ દીર્ધ દ નું અંતર્ગત ચિહ જોડવામાં આવ્યું છે જેમકે ફી (૫-૧૨, ૧૯ ); (૪) એકંદરે હૃસ્વ ૬ ને પ્રયોગ વધુ થયો છે, જેમકે પં. ૧૦, ૨૧ ૨૨ (૫) ઉત્તરી શૈલીને ૪, (૬) સ માટે એ જેમકે ૫, ૬, ૯, ૧૦ વગેરે (૭) “ , અને લ” ગુજરાતી મરોડના શિરોરેખા બાંધીને લખેલા છે અને “મ' “'માં બહુ ઓછા ફેર રાખેલે છે. ખતપત્રને સારાંશ: શ્રી ગણેશાય નમ | સ્વસ્તિ શ્રી વિક્રમ રાજાને થઈ ગયે ૧૭૩૩ વર્ષો અર્થાત શકે ૧૫૯૮ વર્ષે વ્યતીત થઈ ગયાં ત્યારે, ઉત્તરાયણના સૂર્યમાં, ગીષ્મ ઋતુમાં મંગલકારક અષાઢ માસની વદ ૭ને ગુરુવારે દિલ્હીમાં પાતશાહ શ્રી ૭ ઔરંગઝેબ રાજ્ય કરતે હતું. તે વખતે અમદાવાદમાં (એને ) આજ્ઞાંકિત સૂબેહાકેમ-નવાબ શ્રી મહમદ અમીખાન, તેને ઉપરી પાતશાહી દીવાન શેખ નજામદીન મિશ્નર અલિ બકશી અલાયદીન મિહમદ સક, અમીન અસમાલ બેગ, સુબે(દાર) દીવાન હાજી સફી, કેટવાલ અલિ રજી મોજદાર બાલખાન નાકાને કાઝી મહમદ સેફ, અદલ અબુ નસ - “સ્વાધ્યાય', ૫, ૩૦, અંક ૧-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઔગષ્ટ ૧૯૯૩, ૫. ૧૬-૧૧૮. * ગુજરાત ઇતિહાસ પરિષદના કલકત્તામાં ભરાયેલા અધિવેશન માટે તૈયાર કરેલો લેખ (ઈ.સ. ૧૯૮૮). • લે છે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ ૧ વિ.સં. ૧૭૩ ના આ ખતપત્રની મૂળ ભાષા અને જોડણી યથાવત રાખીને વિગત સમજવાને પ્રયાસ કર્યો છે. ૩ ૫ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy