SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નવાસવદત્તમ' અને “ ઉત્તરરામચરિત'નુ' તુલનાત્મક અધયયન નાયકોના સ્થિર પ્રણયની નાયિકાઓને પ્રતીતિ કરાવવા પ્રયાસ: વાસવદત્તાને ચિતા થાય કે ઉદયનને પ્રેમ તેને માટે સ્થિર તે હશે જ ને?, પદ્માવતી સાથેના લગ્નને લીધે આ શંકા વધુ ઘેરી બને છે. સીતાને તે પિતાને નિષ્કારણ ત્યાગ અપાર દુઃખ આપનાર બને છે. રામના હદયની સાચી સ્થિતિ જાણવા તે આતુર હોય એ સ્વાભાવિક છે. પુત્રોનું પિતા સાથે મિલન થાય એવી આંતરઝંખના પણ હેય. સ્વનિ. ના ચેથા અંકમાં ઉદયનનું હૃદય ખૂલ્યું અને ઉ.ચને ત્રીજા અંકમાં રામનું હદય ઉધડયું. . સ્વપ્ન.ને ચોથા અંકમાં કવિએ રંગમંચ પર દિદશ્યની રચના કરી છે. લતામંડપમાં રહેલાં વાસવદત્તા, પદ્માવતી અને ચેટીના વાર્તાલાપનું એક દૃશ્ય અને મંડપ બહાર બેઠેલા રાજ ઉદયન અને વિદૂષકનું બીજ દશ્ય. સંરચના એવી છે કે વાસવદત્તા વગેરે રાજા અને વિદૂષકની વાત સાંભળે છે અને તેઓની હાજરીથી સભાન છે; જ્યારે રાજા અને વિદૂષકને વાસવદત્તા વગેરેની મંડપમાંની ઉપસ્થિતિની જાણ નથી. વિદૂષકે રાજાને અંગત પ્રશ્ન પૂછો કે તમને કોણ પ્રિય છે ? તે સમયનાં વાસવદત્તા કે હાલનાં પદ્માવતી ? રાજાએ જવાબ નહિ આપવા ઘણી આનાકાની કરી પણ આખરે વિદૂષકના આગ્રહને વશ થવું પડયું. રાજાના હૃદયને ભાવ વ્યક્ત થયો કે વાસવદત્તા તરફ બંધાયેલું મન હજુ પદ્માવતી હરી શકી નથી.૧૧ વાસવદત્તાના મનનું તે જ ક્ષણે સમાધાન થયું અને બોલી Gઠી કે અજ્ઞાતવાસ પણ બહુ લાભકારક નીવડ્યો.૧૨ વિદૂષકે જ્યારે વાસવદત્તાના કહેવાતા મૃત્યુની યાદ અપાવી ત્યારે રાજા દુ:ખી થયો. પિતાના ઉપવસ્ત્રથી મુખ ઢાંકી આંસુ લૂછવા લાગ્યો. રાજ જોઈ શકે એમ ન હોવાથી પાવતીએ મંડપમાંથી ચાલ્યા જવા સૂચવ્યું; પણ વાસવદત્તાએ રાજાને પક્ષ લઈ પદ્માવતીને સલાહ આપી કે આવી સ્થિતિમાં રાજાને છેડી જવું ઉચિત નથી. ૩ વાસવદત્તા પોતે અને ચેટી જતી રહેશે પણ પદ્માવતીએ રાજા પાસે રોકાવું એવું સૂચન થયું. ઉત્કંડિત હદયવાળાં ઉદયન અને વાસવદત્તાનું પુનર્મિલન જવું આવશ્યક બન્યું. ઉ.ચ.ના ત્રોજ અંકમાં રામ અને વાસન્તીના વાર્તાલાપ દ્વારા રામના હૃદયને ભાવ પ્રગટ થાય છે. વાસનતીનું રામને “મહારાજ' શબ્દથી સંબોધન અને લક્ષ્મણની કુશળતાનો પ્રશ્ન, રામને સૂચવે છે કે તેને સીતાત્યાગની ખબર છૅ.૧૪ વાસતી રામને પૂછે છે કે તમે આવા નિષ્કર કેવી રીતે બન્યા ત્યારે સીતા રામને પક્ષ લઈ વાસન્તીને સમજાવે છે કે રામને માટે આવા શબ્દ ઉચિત નથી. ૧૫ એટલામાં તે રામ મૂછવશ થાય છે. સીતા વાસતીને કઠોર અને દારુણ કહે છે કારણ કે દુઃખી રામને તે વધારે દુઃખી કરે છે. ત્યજાયેલી અવસ્થામાં પણ સીતાને રામ માટે સ્થિર પ્રેમ છે. સીતાને દુખ છે માત્ર પિતાના નિષ્કારણ ત્યાગનું. કવિએ તેના 11 s. v, Act. Iv. 4; p. 63. ૨ વાવવત્તા–પો, અજ્ઞાતવાસોચર વાળ સને 1 s. V. Act. Iy; p. 63. ૨ વાવ તાબ્દિ મણિરવાયુ નિમનમ્ S. V. Act, IV; p. 68. १४ वासन्ती-(उपवीश्य सास्त्रम् ।) महाराज अपि कुशलं कुमारलक्ष्मणस्य ।। -Uttara-Rama-Carita; Act. III, p. 84. १५ सीता-सखि वासन्ति कि त्वमेवंवादिनी भवसि । प्रियाहः खलु सर्वस्यार्यपुत्रो विशेषतो 44 fugear: Uttara-Rama-Carita; Act. III; p. 86. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy