SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્થાવલોકન ૨૪૧ પાડે તેવાં છે. બ્રિટિશ રાજનીતિના ઈતિહાસંમત આલેખનને અહીં ઠીકઠીક વિનિગ થયો છે તે બ્રિટિશ હિન્દની શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિને અવલોકનથી પ્રબોધકાળમાં ઉજાગર થયેલી વિચારણાને જ વધુ વિશદને સંગીન બનાવવાને અભિગમ પણ અહીં વય છે. ગદ્યવિધાન અને ગુજરાતી ગદ્યની વિકાસધારા” પ્રકરણમાં ગદ્યનાં ઘટકા–શબ્દ, વાકય, પરિચ્છેદ, લયબંધ, અવનિ ઇત્યાદિને આશ્રયે ગદ્યની સ્વરૂપગત અને પ્રકારગત ચર્ચા છે જેમાં ગદ્યના સ્વરૂપ અંગે પ્રાપ્ત માહિતીથી વિશેષ કોઈ પ્રકાશ પડતા નથી. અલબત, નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, મણિલાલ અને નરસિંહરાવના ગલને સમીક્ષાત્મક આલેખ, તેમની કેટલીક ગદ્યવિશેષતાઓ સૂચવે છે. આ લેખમાં નર્મદ નવલરામ, મણિલાલ કે ગોવર્ધનરામના ગદ્યવિધાનની નિરીક્ષામાં લેખકનાં અવલેકના પુરગામી વિવેચનાએ પ્રસ્થાપેલ ગદ્ય અંગેનાં રૂઢ મંતવ્યને ઘણીવાર મળતાં આવે છે તેમ છતાં ગદ્યનરીક્ષાની કેવળ વિશેષણમૂલક રીતિથી તેમની નિરીક્ષા ઘણીવાર પોતીકો દષ્ટિકોણ પણ દાખવે છે. નર્મદની રચનાઓના શિલ્પની બાંધણી અવલોકતાં, ગોવર્ધનરામના વર્ણનાત્મક ગદ્યની ગુણસંપત્તિ વર્ણવતાં કે કાંટાવાળાની ગદ્યશૈલીને “ સંધાત” ઉદાહરણોથી તપાસતાં તેમની નિરીક્ષાને અભિગમ તાજગીભર્યો વર્તાય છે. જો કે ગ્રંથની સમગ્ર સંકલનામાં ગદ્યની સંક્ષિપ્ત વિકાસધારાનું બીજુ પ્રકરણ સંવાદીરૂપે બંધબેસતું જણાતું નથી. ગોવર્ધનરામ સૂધીના ગદ્યપર્યત દષ્ટિપાત કર્યા બાદ પછીનાં પ્રકરણમાં અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીના ગદ્યની છબુાવટને ઉપક્રમ કઠે તેવો છે. સુધારણા અંગેના ચિંતનની તપાસ નિમિત્તે ગોવર્ધનરામના વર્ણનાત્મક ગદ્યની નિરીક્ષા તરફને ઝોક પણ અસંગત જણાય છે. એ જ રીતે, પ્રબોધકાળના સંદર્ભે, નર્મદના ચિંતનાત્મક ગદ્યની વિશદ અવકનાથી પ્રબોધકાળના ચિંતનપરિપાકની વિશેષ પુષ્ટિ થઈ હોત એમ પણ જણાય છે. ગોવર્ધનરામ, નરસિંહરાવ વગેરે સાક્ષરોના ગદ્યની વિવેચનાને ઉપક્રમ. પ્રસ્તાવનામાં લેખકે કરેલ “પ્રસિદ્ધ સાક્ષરો જેટલા ખ્યાત નહીં, છતાં શક્તિશાળી, એવા ગદ્યલેખકોના કાર્યની નિરીક્ષા કરવાની સંકલ્પનાને કંઈક અંશે વિ-ચલિત કરે છે. વળી પ્રબોધકાળમાં થયેલ “ સામાજિક અને રાજકીય સુધારણું અંગે ચિંતન ને જે ચુસ્ત સંદર્ભ હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીની ગઘનિરીક્ષામાં જળવાયો છે તે નરસિંહરાવ કે ગોવર્ધનરામની ગદ્યનિરીક્ષામાં તેમના સમગ્ર સાહિત્યિક ગદ્યકાર્યની નિરીક્ષા તરફ વળે છે. અહીં પણ પ્રબોધકાળની ચિતન અન્વેષણ કરવાની સંકલ્પના અળયાતી જણાય છે. આવી કેટલીક વિસંગતિઓને બાદ કરતાં બાકીનાં ત્રણ પ્રકરણોમાં હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીના ગદ્યની વસ્તુ અને સંવિધાનની દષ્ટિએ વિગતે ચર્ચા થઈ છે જે અમૂલ્ય છે. કાંટાવાળાનું ઘરખૂણિયા” શબ્દ પ્રયોજવાનું વલણ અને મનસુખરામનું સંસ્કૃત તત્સમ શબ્દ જવાનું આત્યંતિક વલણજેવા ગુજરાતી વિવેચનાએ સુપેરે છણેલ મુદ્દાને અહીં અનેક દૃષ્ટાંત–પ્રમાણેથી ચર્ચવામાં આવ્યા છે, એ રીત વિવેચન-પરંપરાનું અનુસંધાન જળવાતું લાગે છે. “દેશી કારીગરને ઉજન” અને “સંસારસુધારે' જેવાં ગ્રંથની વિચારણા રૂપે ચર્ચેલ જ્ઞાતિ, સ્ત્રીઓની પ્રતિષ્ઠા અને સ્થિતિ, લગ્ન, મરણ, ખરચખૂટણ જેવા વિષયે પ્રાધકાળમાં પ્રવર્તે લ વૈચારિક જાગૃતિને સ્વા, ૧૫ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy