SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારણ - એમના કુટુંબમઃ મુકુંદ પરીક્ષા માં નાપાસ થયે એક પત્રમાં તેઓ લખે છે- બે પાંચ માર્ક વધારીને નપાસ થતાને પાસ કરી દેનારા પરીક્ષકો વધતા જાય છે, પણ ખાર રાખીને પાસ થતા હોય તેને નાપાસ કરવાનું પાપ હરનાર હજી લગી તે મારા જેવા માં નથી આવ્યા. પછી ઇશ્વર જાણે, એવી મૂર્તિઓ પણ હેય કદાચ. '૧૩ ભરૂચમાં જયારે કોલેજ નહોતી ત્યારે તે સ્થાપવા માટે થયેલી હિલચાલ ટાણે મદદ ને માર્ગદર્શન માટે લખાયેલા પત્રના જવાબમાં તેમણે આ લખનારને પત્રમાં જણાવ્યું હતું, “હું જાહેર પ્રવૃત્તિઓમાં નથી. હવે પડવા વૃત્ત નથી. બહાર જાહેર હોય તે સો કંઈ જાહેર પ્રવૃત્તઓમાં હોતા નથી. જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા ભરૂચના હિદ્વતનીઓ જાણીતા છે.... ગરીબ બિચારાં જમાનાના વધતા જતા ધાંધલ અને સડાના ભેગા થઈ પડતા યુવક યુવતીઓ !૧૪ એ જ રીતે ભરૂચમાં સ્થપાયેલ લેખકમિલને એમને સન્માનવાને કરેલા ઠરાવના ઉત્તરરૂપે આ લખનાર પરના પત્રમાં એમણે લખ્યું હતું. “સંસ્થા લાંબુ ચાલે અને પોતાના ઇષ્ટક્ષેત્રોમાં સારું કામ બતાવે એ આશીર્વાદ આપું છું. જો કે મારો જન્મારા દરમિયાન સાહિત્ય અને વિદ્યાના વિષયને લગતી ભરૂચમાં અનેકાનેક સંસ્થાઓ ઊભી થતી મેં જોઈ છે તેમાંની ઘણી ખરી તે ટૂંકી મુદતમાં જ પાછી લય પામી જતી મેં જોઈ છે. લેખકમિલન ભરૂચની કંઈ પ્રવૃત્તિ થાય છે તે જણાવતા રહેવા કૃપા કરશે. ૫ સાહિત્ય અને નિછ શખ-વડોદરાથી એક પત્રમાં તેઓ લખે છે. ગયે અઠવાડિયે અહીં ૩-૪ દિવસ ખૂબ ધમાલ રહી. Oriental conference ની સાતમી All India બેઠક ૨૭-૨૮-૨૯મીએ થઈ ગઈ છે. ૩૦૦ વિદ્વાને, જેમાંથી ૩૦ ઉપર જુદી જુદી શાખાઓના ધુરંધર અને યુરોપીય નામનાવાળા આવેલાઃ સામાન્યથી ઉચી કોટિના પંડિત, શાસ્ત્રીઓ, પ્રોફેસર આદિ પણ સારા પ્રમાણમાં આવેલા. આ નિમિત્તે વડોદરે પધારેલા મહેમાનોની કુલ સંખ્યા તે ૫૦૦ ઉપર જાય. આ વિદ્વાનોના મનરંજનાથે વડોદરા કૅલેજના વિદ્યાર્થીઓએ કાલિદાસનું “માલવિકાગ્નિમિત્ર' નાટક સંસ્કૃતમાં ભજવ્યું. પાત્રોને તૈયાર કરવા અને નાટકને લગતી બધી વ્યવસ્થા માટે નીમેલી સબકમિટીને પ્રમુખ હું હતા. મંત્રી પ્રો. ગોવિંદલાલ હ. ભટ્ટ હતા. કોન્ફરન્સમાં પણ મેં Kalidass Malvikagnimitra-A study વિષય ૭૫ પાનાં ટાઈપ કરેલ વૈદિક અને સંસ્કૃત સાહિત્ય વિભાગમાં રજૂ કરે. એ વિભાગના પ્રમુખ છે. વૂલર (લાહોર યુનિ.)ને આખી કોન્ફરન્સના પ્રમુખ બિહારના કે. પી. જયસ્વાલ, અહીંના ડે. ભટ્ટાચાર્ય, પૂનાના ભાંડારકર રિચર્સ ઇન્સ્ટિટયૂટની મહાભારત આવૃત્તિના તંત્રી હૈ. એસ. કે. બેલકર અને બીજા ઘણા વિદ્વાનને મારે એ નિબંધ ધણ ગમે. એમાંના મુદ્દા વિગતોની સંપૂર્ણ અધતતા અને એના તારણોની નવીન તાર્કિકતાને લીધે. ૧૯૧૮માં પૂનાની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં Text of Shakuntala ઉપર મારે નિબંધ વખણાયેલે તે જ પછી પંદરમે વર્ષે લખેલે આ વખણાયેલો છે. ૧૧ ૬૩ તા. ૧-૭ ૧૯૨૭ ને ન્હાના દોહિત્ર શ્રી. ગજુભાઈ ઠાકોર પર પત્ર. ૬૮ તા. ૮-૮-૧૯૬ ના આ લખનાર પરને પત્ર. ૬૫ તા. ૪-૭-૧૯૪૬ ને આ લખનાર પરનો પત્ર ૬૬ તા. ૩૧-૧૨-૧૯૩૩ ને નાના દોહિત્ર પરને પત્ર, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy