SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. ક. ઠારના અમર પદ્યમાં પ્રતિબિંબિત વિકાસણ તેટલા ખરા; આ પહેલો અંક કે રબર જ અગિયાર વર્ષ ચાલ્યો–૧૯૨૦ થી આજ લગી બીજા બને કે જેમાંથી એક વધારે લંબાય પણ, હાલ જે નેતાઓ છે તેમની જે પલિસીઓ છે, તેમના જે વિચારમિનારા છે, તેમાંનું કશું આખા ખેલ કે નાટકની સમાપ્તિ વિશે હયાત ના પણ હોય, તદ્દન નવા જ નેતાઓ નવા જ વિચારો અને વલણોની વચ્ચે અને તેમની રૂએ આ ખેલ કે નાટકની સમાપ્તિ થવાની–એ કશું જ કોંગ્રેસ પક્ષના માનસમાં અત્યારે પેસે એમ નથી. ૪૯ ધર્મ, સમાજ ને લોકમાનસ- પત્રોમાં એમણે ધર્મ, સમાજ ને લેકમાનસ વિશે પિતાને અભિગમ દર્શાવતા ઉગારે પણ અત્રતત્ર કાઢયા છે. એક પત્રમાં તેઓ કહે છે૫૦– In India there nowhere is the religious humanism, nor the medical and psychological science' બીજ એક પત્રમાં લખે છે-“ આપણુ લેક ચીઠ્ઠી– ચપાટીમાં બહુ માને છે તે ભૂલ છે વળી જેની પાસે સર્ટિફિકેટ મેળવવાને હકક છે તેની કને જ માગવું. ૫૧ અન્યત્ર એ જણાવે છે– આપણું લેક Preventionમાં સમજતાં જ નથી. અને આનું મુખ્ય કારણ પણ એ લાગે છે કે પૂર્વજોએ આવા બધા નિયમો ધર્મ'માં નાંખી દીધાં છે. ચોમાસામાં ઓછું ખાવું, ફળ જ ખાવાં, અપવાસ કરવા, એક ટંક જમવું વગેરે “ધર્મિકતા” ગણાય છે. National religion કહે તે ખોટું પણ નથી. પરંતુ far better to call a spade a spade તન્દુરસ્તી વાકીય અગર શારીરિક જ ગણવા ગણાવવા જોઈએ. હાલના સમયમાં તે એમ કહીશું તે જ વધારે લોક વધારે સમઝદારી અને ચીવટથી પાળશે.પણ વળી લખે છે-“બહુ લાંબુ આયુષ્ય કશાં સુખ કે લાભ આપે એમ નથી માન. યુરોપ અમેરિકામાં ધરડ ધરડીએને પરણે છે, માત્ર સહવાસ સુખ માટે તે હિંદમાં હજી સંભવ છે નહીં. ”૫૩ અન્ય એક પત્રમાં જણાવે છે–' સાહેબ લેક! ફી ના મળે ત્યાં કામ કેવું કરે વળી! અને ગાંઠનું ગોપીચંદન કરીને સેવા કરવી એ તે ભૂખે મરવાને જ ઘેરી રસ્તો ! એ તમારા આજકાલના અધુરા “ સાહેબલેક' થોડું જ જાણે છે કે સાહેબ ના મુલકમાં ગરીબગુરબાં માટે જેટલે વ્યવસ્થિત દાનધર્મ છે, તેને સામો હિસ્સો પણ આ પ્રાચીન સંસ્કૃતિ ઉપર મુછે તાલ દેતા આર્યધર્મમાં છે નહીં. ક્યાંથી હોય? ઢેર દાનધર્મમાં જેટલું સમજે તેટલું આપણે સમજીએ, આપણને તે એક જ વસ્તુ આવડે; આભડછેટ, આદિ રીતરિવાજો દાખલ કરી માનવતાનું ક્ષેત્ર જેમ બને તેમ ટકું કરી નાખવું તે આપણી ખાસ કલા. બાર પુરબિયા અને તેર ચૉકા આપણા દેશની જ કહેવત, સસરે હેકરાની વહુના હાથની રસોઈથી અભડાય એવી શુદ્ધવિશુદ્ધ બ્રાહ્મણ નાતે આપણા દેશમાં જ હજારો વર્ષથી ચાલે છે અને હજીયે જીવે છે. માણસની છાયા પડે છે ફટ લગી તો તેની આભડછેટ નડે એવીશ ટ લગી, એ પણ આપણા ચેકખાઈમાં નમુનેદાર દેશન શા! ૫૪ વળી તે એક પત્રમાં ઉચ્ચારે છે–“ શક્તિ, ઉદારમન અને તાદાસ્યભાવ ત્રણે ભેળાં હોય તેવા માણસ જ હાથ દઈ શકે, ૫૫ એટલે કે મદદ કરી શકે. ૪૯ તા. ૮-૧-૧૯૩૨ ને પત્ર. ૫૦ તા. ૧૩-૫-૧૯૩૨ ને પત્ર. ૫૧ તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર, તા. ૧૮-૯-૧૯૩૧ નો પત્ર. ૫૩ તા. ૧૧-૯-૧૯૩૧ ને પત્ર. તા. ૧૨-૨-૧૯૩૨ ને પત્ર. તા. ૨૬-૭-૧૯૩૬ ને પત્ર. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy