SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org બ. ક. ઠાકો૨ના અપ્રમેટ પત્રમાં પ્રતિબિંબિત વિચારસષ્ટિ જીવનને મહાન કલા કહી દેવાદાર ન હોય તેવા ને માનભર્યું* સુખમય-મુક્ત ને ચિંતા તથા ડર વગરનું જીવન જીવનાર ને ફિકર વિનાની ગાઢ નિદ્રા પામી સદા હસતે ને અનુકુળ સેબત માં રહેવા તયાર હોય તેવા માણસને સુખી માણસ કહે છે. ઉછીનું ન લેનાર ને દેવા વગરના માણસને તેમાં સૌથી સુખી કહી જણાવે છે: “ આપણું ગરીબ દેશમાં મોટી બહુમતના લોકે ઘણી ઓછી આવકમાં મોટા પરિવાર નભાવે છે ને સામાજિક જવાબદારીકેટલીક તે બિનજરૂરી ને મુખ–નભાવી મુંબઈમાં માનભેર જીવે છે.”૧૪ સમયના સદુપયોગ વિશે એક પત્રમાં તે લખે છે–“ઉનાળાની લાંબી રજા–ક્રમ ગાળવી એ અંગે સુધરેલા માણસ આવા સર્વ વિચાર આગળથી ખૂબ તસ્દી લઈને કરે છે. ગમ્મત સાથે જ્ઞાન પણ મળે અને રસવૃત્તિ જુદીજુદી દિશાઓમાં હળવાય એવા જદાજુદા સ્થાને એક પછી એક—કેટલે ખર્ચ થશે વગેરે તમામ વિગત ધ્યાનમાં લઈને--પસંદ કરે છે અને જ્યાં જાય છે ત્યાંના વિશિષ્ટ ઉપભોગ પૂરેપૂરી મજાથી ભોગવે છે. ગઈ કાલ લગી દક્ષિણ દિશાનું નક્કી હેય અને આજે સવારે આગગાડીમાં બેસી જવાનું ઉત્તર દિશાની–એવી અંધ અવિચારી જરા ય લેજના વિનાની દોડાદોડી આપણું જંગલી હિંદીઓને જ મુબારક !'૧૫ આમ, અહીં તેઓ હિંદીઓની આજન વગર પ્રવાસ કરવાની કુટેવ પર કડક રીતે ટકોર કરે છે, વળી તેઓ અવલોકે છેઃ “ટલાકને બધું તકે મળી આવે છે. કેટલાક ચીપી ચીપીને પાસે નાખે છે તે પણ એકે દાવ જીતને ન પડે તેવી ખુશનસીબી પણ ભગવે છે.”૧ ૧ વળી “કેટલાક લેકે નિરુ પાવાદ અને અનપેક્ષિત રીતે ભાગ્યશાળી હોય છે.”૧૭ ઇતિહાસ વિશે-ઈતિહાસના આ સંશોધક-અભ્યાસી માનતા હતા કે અશક, અકબર, શિવાજીનું સ્થાન પાશવી બળથી, સમશેરના જોરે વિજય મેળવનાર ને છેવટે તે ય નાશ પામનાર નાદિરશાહ ને હિટલર મુસાલિની આદિ જેવા વિજેતાઓ કરતાં ધણું ઉગ્ય છે. વળી U.S.S.R.ના અર્થધટન વિશે તેઓ એક પત્રમાં અંગ્રેજીમાં લખે છે : મેં વેલ્સ કે કોબ યા એવા કોઈ લેખક પાસેથી ઇ. s. s. R. ને અર્થ ઘટા હોવાનું માનું છું. સાઈબેરિયાના દક્ષિણ પશ્ચિમ પ્રદેશે. જેને આપણે મથુએશિયા કહીએ છીએ, જે કાસ્પિયન સમુદ્રની પૂર્વમાં સાઈબેરિયાની દાંક્ષણે ને પશિયાની ઉત્તરે ને અફઘાનિસ્તાન-ભૌગોલિક દૃષ્ટિએ ઓગણીસમી સદીના તુર્કસ્તાન-ના ભાગ તરફ સેવિયટ લેકો જવા નીકળ્યા હશે–એ બધાના નામના અક્ષરોના આધારે Union of Social Soviet Republics નામથી એની ઓળખ થઈ હશે, પણ ત્યાં ક્રાંતિ સફળ થયા પછી તેને નવું નામ મળ્યું હશે, પરંતુ અર્થ તે મારો ધટાળે તે જ હોવાનું મારું મંતવ્ય છે.૫૮ એક બીજ પત્રમાં દર્શાવે છે-“જંગીઝખાન, નાદીરશાહ, હૈદરે, બયા જિલાની અને અદિલાસ જેવા કેવળ પાશવી બળના વિજયી પુરસ્કર્તાઓની જેમ રશિયન લેહિયાળી ક્રાંતિ પણું શરૂ થયેલી. '૧૬ વિશ્વયુદ્ધ અગે-બીજા વિશ્વયુદ્ધની શકયશિકયતા વિશે તેમણે એક પત્રમાં લખ્યું છે“ મહાન સત્તાઓ હજ બીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર નથી. પણ “લીગ'-રાષ્ટસંધ-ને ત્રીજો ઘાતક ૧૪ તા. ર૭-~૧૯૩૬ને પત્ર. ૧૫ તા. ૧૩-૫-૧૯૩૨ને પત્ર. ૧૬ તા. ૧૬-૧૦-૧૯૩૧ને પત્ર. ૧૭ તા, ૧૯૮-૧૯૩૨ને પત્ર. ૧૮ તા. ૧૬-૧૦-૧૯૩૫ને પત્ર. ૧૯ તા. ૨૧ન્ડ-૧૯૩૧ના પત્ર. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy