SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. કઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારષ્ટિ ૭૫ અને હવે તેમાંથી ઉત્તમના સંહે પણ બહાર પડવા જોઈએ. એ મુજબ જ 'કલાપી'ના પત્રો ને ‘કાન્તની પત્રધારા' પુસ્તક પ્રગટ થવા પામ્યાં હતાં. શું જીવનમાં કે શું કવનમાં, ઠાકોર એટલે જ વિલક્ષણતા. વિલક્ષણતા જ તેમના જીવનકવનનું વાવર્તક લક્ષણ દર્શાવવા માટે પર્યાપ્ત એવો એકમાત્ર શબ્દ છે. તેમના જે વિવિધવ્યક્તિઓ-પર ને વિવિધ સ્થળોએથી અંગ્રેજી ને ગુજરાતીમાં ઈ.સ. ૧૯૨૮ થી ૧૯૪૬ના સમયવ્યાપમાં લખાયેલ અપ્રગટ ૫૧ જેટલા પત્રો પર દષ્ટિપાત કરીએ તે તેની લખાવટમાં ય આ અંશ નજરે પડે છે. આ પત્રો પૈકી ૩૦ ગુજરાતીમાં અને ૨૧ અંગ્રેજીમાં લખાયા છે અને વડોદરાથી ૨૧, ભરૂચથી ૫, મુંબઈથી ૩ અને સ્થળના નામનિદેશ વગરના ૧૩ જેટલા પત્રો છે. એમાં એમના નાના દોહિત્ર શ્રી. ગજુભાઈ હી. ઠાકર પરના ૪૨, મોટા દેહિત્ર સદ્. શ્રી. રાજુભાઈ ઠાકોર પર ૧, એમના જમાઈ સ. શ્રી. નાનુભાઈ ઉફે હીરાલાલ ડાહ્યાભાઈ ઠાકોર પરના ૪ અને આ લખનાર પરના ૪ જેટલા પત્રો પ્રાપ્ત છે. સામાન્ય રીતે પત્રની શરૂઆતમાં જ સરનામું અને તારીખ લખવાને આપણે ત્યાં જે શિરસ્તે વર્ષો જૂને છે તેને બદલે આ પત્રોમાં પત્રની આખરે પિતાની સહીની બીજી બાજુએ સરનામું અને તારીખ લખાયેલ છે. આ છે પહેલી વિલક્ષણતા. બીજું લક્ષણ છે ઝીણવટ ને વિગતપ્રચુરતા. વિવેચક તરીકે ઠાકોર વિવેચ્ય મુદ્દાની જે તલસ્પર્શી છણાવટ વિગતવાર અને ઝી ગુવટપૂર્વક કરે છે તે જ લક્ષ એમના આ પત્રોમાં દેખાય છે. એમાં પછી હિસાબ, નિવૃત્તિશેખ, વ્યવસાય, જાહેર પ્રસંગ કે ઘટનાની વાત ભલે હોય, પત્રમાં તદનુલક્ષી સદષ્ટાંત સરસ ને સુગમ થઈને ગળે ઉતરી શકે તેવી સાંગોપાંગ ચર્ચા થયેલી હોય છે. આખાલાપણું ને નિખાલસતા એમના પત્રોનું ત્રીજું લક્ષણ છે. એમાં જરૂર પડયે એ સોનેરી સલાહ પણ આપતા હોય છે. કયારેક તા.ક. કરીને આખરી ભાગમાં અનુભવગમ્ય ને ડહાપણવાળું વ્યવહારુ સત્ય પણ સ્પષ્ટ રીતે સમજાવાયેલું છે. પત્રો તરફને સદ્દભાવને પ્રેમ તો એમાં પ્રગટ થાય જ છે, પણ ક્યારેક નીડર ટકોર પણ તડ ને ફડ રીતે કરેલી હોય છે. જરીપુરાણ રૂઢિચુસ્ત સંકુચિત માનસ તરફની એમની સૂગ, પત્રી તરફની હિતકારક મનોવૃત્તિ ને વત્સલતા, ને અચટતાવાળી દઢ અડીખમ મનવૃત્તિ એમના પત્રોમાં અત્રતત્ર દષ્ટિગોચર થાય છે. સમગ્રતયા જોઈએ તે તેમના આ ૫૩ પત્રોમાં ઝીણવટ અને વિગતપ્રચુર નિખાલસતા, સદષ્ટાંત સાંગોપાંગ સરસ સુગમ નિરૂપણ, શેહશરમ વિનાનું આખાબોલાવાળું સ્પષ્ટ વકતૃત્વ, કુટુંબપ્રેમ, સમભાવભરી હિતેચ્છુક વ્યવહારુ દષ્ટિ, આધુનિક સુધારક માનસ, અપચટ નિર્ભીકતા, વ્યવસ્થિતતા અને ન્યાયપરાયણ દૃષ્ટિનાં લક્ષણો જોવા મળે છે. કયાંક કયાંક ચાલતી કલમે નાનાં ટૂંકાં પણ કંઈક દૂબહૂ થાય તેવાં શબ્દચિત્રો તાદશ કરવાની પત્રલેખકની સરસ શક્તિને અણસાર પણ મળી આવે છે. જરૂર પ્રમાણે મેટા, ચોથિયા કે નાના કાગળ પર થોડો હાંસો રાખીને વ્યવસ્થિત રીતે આ પત્રો મરોડદાર, ઠરેલ ને સુઘડ તથા સુવાચ્ય અક્ષરે સારી કાળી શાહીથી લખાયેલા છે. પ્રતીતિ થાય છે કે આ પત્રો કોઈ સામાન્ય વ્યક્તિની કલમથી નહિ, પણ અસાધારણ સર્જકશક્તિ ધરાવનાર કોઈ વિલક્ષણ વ્યક્તિની કલમથી નીપજેલા છે. કયારેક ૬ ઠાકોર, બ. ક. –“ સાહિત્ય' માસિક, સંપાદક-તંત્રી-મેટુભાઈ હ. કાંટાવાલા, વડોદરા, નવેમ્બર, ૧૯૩૧ને અંક, પૃ. ૧૫. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy