SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તરામચરિત: વિપ્રલંભની વિડંબના આમ, સીતાના દ, કં૫ અને રોમાંચને વર્ણવવામાં આવ્યા છે, તે મૂંગારના અનુભવે છે. સીતાની ઉત્સુકતા, પરવશતા વગેરે શૃંગારના ભાવે તેમ જ રામના પ્રલાપોમાંથી દષ્ટિગોચર થતા શૃંગારના ભાવે સમગ્ર ત્રીજા અંકમાં છવાયેલા છે. આમ, વીજ અંકમાં રામ-સીતાની પરસ્પરની રતિને આસ્વાદ ભાવકવન થાય છે. વળી સીતા જીવંત છે. તેને જીવંત રૂપે રંગમંચ પર પ્રેક્ષકો નિહાળે છે. તેથી સહૃદય ભાવકને શૃંગારની જ પ્રતીતિ થાય, તે સ્વાભાવિક છે. વિશેષતઃ નાટક ભજવાતું હોય, ત્યારે પ્રેક્ષકોને રામના પ્રલાપ દ્વારા સજતી કરતા કરતા રામ-સીતાને પરસ્પરના ભંગારના અનુભવો દશ્યમાન થાય છે. વ્યભિચારી ભાવ પ્રતીતિ ગ્ય બને છે. પરિણામે નાટયની શ્રાવ્યતા કરતાં દૃશ્યમાન સ્વરૂપ વધારે ચેટદાર બને છે. રામ-સીતા પરસ્પરના આલંબન વિભાવોની ઉપસ્થિતિને કારણે પ્રેક્ષકોને રતિસાપેક્ષ શૃંગારની જ અનુભૂતિ થાય છે. તેથી તે કવિ કહે, તે જ નાટકને મુખ્યરસ નહિ, પ્રેક્ષકોને જે રસની પ્રતીતિ થાય, તે નાટયને મુખ્ય રસ, એમ કબૂલ કરવું પડે. ચ-પાંચમો-છઠ્ઠો અંક લવ-કુશના પાત્ર દ્વારા રામસહિત બધાં જ પાત્રોને સીતા જીવિત હોવાની આશંકા પ્રેરે છે. બધાંને આ બાળકોમાં સીતાની પ્રતિકૃતિ દેખાય છે. સાતમા અંકમાં રામ-સીતાનું પુનર્મિલન યોજાયું છે. વાલમીકિ-નિરૂપત સીતા વિલયની વાત કવિને કઠી છે. તેથી, સાતમાં અંકમાં લમણમુખે વાદમીકિને ઉપાલંભ અપાય છે. માવવામીજે જિાયa Twાયર ! તે જગ્યા: ! (ઉ. ૨. ) આ સંદર્ભને વિચારીએ તે કવિની “gો રસ મજા ...' ઉક્તિ પોકળ લાગે છે. કવિને કરુણને જ મહિમા ગાવો હતો, તે રામ-સીતાનાનું પુનર્મિલન શા માટે ? નિર્વહણમાં કરુણતા શા માટે ? રામ-સીતાના પુનર્મિલનને સર્વત્ર આવકાર અને વધામણી પછી તે આનંદ-મંગળ છે. કરુણતા કયાંયે દષ્ટિગોચર થતી નથી. સર્વત્ર હર્ષોલ્લાસ છે. નાટકમાં જે કરુણતારૂપે અનુભવાયું છે, તે પણ વિલંભની અતિશય ઉત્કટતાના પરિણામરૂપે છે. પાત્રો વધારે પડતાં ઊર્મિલ છે તેના કારણે છે, ભવભૂતિની અભિધાશક્તિના કારણે છે. અહીં પ્રથમ વિરહમાં સીતાની પુનઃપ્રાપ્તિની શ્રદ્ધા હોવા છતાં રામે પથ્થરોને રડાવ્યા હતા. બીજા વિરહમાં રામ પોતે જ જવાબદાર હોવાથી થોડી કરુણતા ખરી, પરંતુ એ કરુણતા પાછળ વિપ્રલંભ શૃંગાર છુપાવે છે. સમગ્ર નાટકમાં આરંભથી અંત પર્યન્ત કરુણતાના વાતાવરણમાં ડૂબકાં ખાતે વિપ્રલંબ શૃંગાર પરિષ પામ્યો છે, આભાસ કરુણને થયું છે. તે જોતાં બોલી પડાય છેઃ “ગો વિત્તમ: સિઝનષ: ' અર્થાત ખુદ વિપ્રલંભનીચે વિડંબના થઈ છે. આધારગ્રંથ : 1 Bharata--Nātyaśāstra--Vol. 1, Gackwad's Oriental Series, Oriental Institute, Baroda-1950, 6.45. - ૨ ભવભૂતિ :–ઉત્તરરામચરત, અનુવાદક : ઉમાશંકર જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧૯૭૮. સમગ્ર લેખમાં જ્યાં જ્યાં અવતરણે રજૂ કર્યા છે, ત્યાં આ પુસ્તકને આધાર લીધે છે. વાં ૭ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy