SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસત કુમા૨ મા ભટ્ટ 0.૨ એ જ પ્રમાણે, દેશાટન કરીને પ્રતિકુટમાં પાછા ફર્યા પછી, રવજને સાથેના આરામદાયક દિવસનું જ્યાં વર્ણન છે ત્યાં એક પંક્તિમાં કહ્યું છે કે બાબુભટ્ટ “ સુદષ્ટિ' નામના વાચક પાસે વાયુપુરાણુની હરતોલખિત પ્રત વંચાવીને સાંભળી રહ્યા છે.? તેમણે દેશાટન દરમ્યાન ઉજજયિની વગેરે તીર્થસ્થાનેએ જુદા જુદા પર્વે વંચાતી “મહાભારત ની કથાઓ પણ સાંભળી હશે. આથી એવું સૂચવાય છે કે આપણા કવિ બાણભટ્ટે રામાયણ-મહાભારત જેવાં આર્ષકાવ્યો અને પુરાણુ સાહિત્યનું પણ શ્રવણ/ અવકન કરેલું છે. ૦.૩ પરંતુ આપણને પ્રશ્ન થઈ શકે કે-મમ્મટાક્ત તોરણાત્રાધ્યાયવેરાદૂ-એ અંશમાં પગિણિત શાસ્ત્રજ્ઞાનના વિષયમાં બાણભટ્ટની સ્થિતિ કેવી હતી ? કેમકે અગાઉ જણાવ્યું છે તેમ ઘરમાં જ અવિચ્છિન્ન વિદ્યાપ્રાપ્તિનો પ્રસંગ સુલભ હતો છતાંય દેશ-દેશાન્તર જોવાના કૌતુકથી પ્રેરાઈને તેઓ તો નીકળી પડ્યા હતા. આ સ્થિતિમાં એમણે શાસ્ત્રજ્ઞાન સંપાદિત કર્યું હતું કે નહીં? એવો પ્રશ્ન સંભવી શકે છે. તે પ્રથમવાસમાં જ્યાં એમ કહેવાયું છે કે તે પિતાની જન્મભૂમિરૂપ બ્રાહ્મણધિવાસમાં પાછા ફર્યા, ત્યાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે તે વિદ્વાનોની મંડળીમાં ગળાડૂબ રહેનારા પિતાના વંશને ઉચિત એવી વિદ્વત્તાપૂર્ણ પ્રકૃતિને પામ્યા.' આથી નક્કી થાય છે કે તેમણે દેશાટન દરમ્યાન ઘણે સ્થળેથી શાસ્ત્રજ્ઞાન પણ સંપાદિત કર્યું હતું જ. ૧. ૧ હવે જયારે આપણે • કાદમ્બરી'માં, કે “હર્ષચરિત 'માં સમયાવર્ણન, સરોવરવર્ણન, જેની કુચ કે રાજદરબારોનાં વર્ણન વાંચીએ છીએ, અથવા તે જયારે મસ્ત્રી શુકનાસને ઉપદેશ, કે મિત્ર કપિંજલને ઉપદેશ વાંચીએ છીએ ત્યારે બાણભટ્ટનું લોકવૃત્ત - વિષયક સૂકમાવલોકન પ્રકટ થતું જોવા મળે છે. ૧. ર બીજી તરફ સમ્રાટ હર્ષનું ચઢિયાતાપણું વર્ણવવા તે કહે છે કે નહુષ પારકી સ્ત્રીને અભિલાષી હોવાથી મહાભુજંગ હત; યયાતિ રાજા બ્રાહ્મણી સાથે પાણિગ્રહ કરવાથી પડ્યો... ગુરુ દ્રોણના ભયથી ગભરાઈ ગયેલા હૃદયવાળા યુધિષ્ઠિરે યુદ્ધભૂમિ ઉપર સત્ય છોડી દીધું. આ રીતે દેવોના દેવ અને બધા દ્વીપને ભોગવનાર હર્ષ રાજા સિવાય બીજુ એ કેય રાજવ અપકલંક વિનાનું નથી. આવા વાકથી બાણભટ્ટનું કાવ્ય અને પુરાણાદિ વિષયક જ્ઞાન ઉદ્દઘાટિત થાય છે. ૩ ૩થાત?...g«નાવાવ કુટિરાનITE ...જીયા ઘવમાનોનH TRIળ ઉપાય છે ઈતિક, સં. વી. વી. જાને, ૬. ૩૬). ४ अद्य तु चतुर्दशीति भगवन्तं महाकालमचितुमितो गतया तत्र महाभारते वाच्यमान श्रुतमgબાળ દિન 7 સત્તિ નોYI: (ામાd, Ed. by Peter Peterson Part I, Bombay, 1885, p. 61 ) ५ विदग्धमण्डलानि च गाहमाना, पुनरपि तामेव वैपश्चितीमात्मवंशोचितां प्रकृतिमभजत ॥ (ર્ષારિત, વીમોવાસઃ, સં. વ. વી. જાને, ૬. ૨૬-૨૦) ६ युधिष्ठिरो गुरुभयविषण्णहृदयः समरशिरसि सत्यमुत्सुष्टवान् । इत्थं नास्ति राजत्वमपकलामते देवदेवामतः सर्वद्वीपभुजो हर्षात् ॥ (हर्षचरितम् , तृतीयोच्छवासः, सं. पी. वी. काणे, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy