________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
પરિણામ છે. મનસ સંકલ્પક છે અને એ રીતે ઈન્દ્રિય પણ છે તથા અંતઃકરનું પણ ગણવામાં આવ્યું છે. આમ બધું મળીને તેર કરે છે. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયો એ દશ બાહ્ય કરે છે તે મને, અહંકાર અને બુદ્ધિ એ ત્રણું અંતઃકરણે છે. આ બધાને વ્યાપાર આહરણ, ધારણ અને પ્રકાશને છે. આમાં અંતઃકરણે એ બાહ્ય કરણે કરતાં વધારે મહત્તરનાં છે, કારણ કે બાહ્ય કરશે અંતઃકરણેના વિષે છે. ઉપરાંત બાહ્ય કરીને માત્ર વર્તમાનકાળ સાથે જ સંબંધ છે, તે અંત:કરને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે સાથે સંબંધ છે. આ ત્રણમાં પણ બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. એ જ બધા વિષને પુરુષ આગળ રજૂ કરે છે તથા એ દ્વારા જ પુરુષ વિવેકાન પણ મેળવે છે. આમ પુરુષને બેગ અને અપવ બંને બુદ્ધિ જ સિદ્ધ કરે છે.
પુરુષ –સાંખ્યમાં પુરુષનું અસ્તિત્વ સ્વતઃસિદ્ધ, સ્વયંપ્રકાશ માનવામાં આવેલ છે. પુરુષને દષ્ટા, નાતા અને વિષયી માનવામાં આવેલ છે. પુરુષ ન તો શરીર છે, ન મન છે, ન અહંકાર કે બુદ્ધિ છે. સાંખ્યના પુરુષને નિગુ, ઉદાસીન, અકર્તા, કેવલ, મધ્યસ્થ, સાક્ષી, દા, સદા પ્રકાશ સ્વરૂપ, વગેરે શો દ્વારા ઓળખવામાં આવે છે. તે ગૌતન્યનું આધારરૂપ દ્રવ્ય નથી પણ સ્વયં રૌતન્યરૂપ છે. તે સમસ્ત જ્ઞાનને આધાર તેમ જ પરમજ્ઞાન છે.
પુરુષનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે સાંખ્ય નીચેની દલીલ રજુ કરે છે.
(૧) સાંખ્યદર્શનમાં વિશ્વને ઉત્ક્રાંતિક્રમ એ નિહેતુક નહિ પણ સહેતુક માનેલ છે. પ્રકતિની ઉત્ક્રાંતિ થાય છે તે પુરુષના ધ્યેયને સિદ્ધ કરવા માટે છે. પ્રકૃતિ સ્વયં અચેતન, જડ છે, તેથી તેને પિતાને કઈ ઉદેશ હોઈ શકે નહિ. પ્રકૃતિ તેના ત્રણ ગુણે, સૂક્ષ્મ શરીર વગેરે પુરુષના એયને સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહે છે, આથો ચેતનપુરનું અસ્તિત્વ કબૂલવું
| (૨) વિશ્વના બધા પદાર્થો સાવવી છે અને જડ છે. બધા પદાર્થો સત્વ, રજસૂ તેમ જ તમસૂના બનેલા (પરિણામરૂપ) છે. આ ત્રણે ય ગુણોને ખ્યાલ આપણને ત્રણ ગુણોથી પર એવા નિસ્વૈગુણ્ય કે ગુણાતીત પુરુષ તરફ દોરી જાય છે. માટે પુરુષનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
(૩) આપણું સમરત જ્ઞાન અનુભવના આધારે રચાયેલું જ્ઞાન છે. પરંતુ અનુભવનું કંઈક અધિકાન તે જોઈએ જ, જે પુરુષ છે. જે આપણે જ્ઞાનને સ્વીકારીએ તે જ્ઞાતા તરીકેનું આંસ્તત્વ ધરાવનાર પુરુષને પણ સ્વીકારે છે પડે છે. આથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૪) સમસ્ત વિશ્વ સુખ, દુઃખ આદિ ભોગ્ય પદાર્થોથી ભરેલું છે. પ્રકૃતિ ભેગ્યા છે. માટે પદાર્થોન ભોગવનાર કોઈ ભક્તાનું અસ્તિત્વ કલ્પવું પડે છે. પુરુષ એ ભક્તા છે. આથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૫) આ જગતનાં દુ:ખોમાંથી નિવૃત્તિ મેળવવા અને મોક્ષ પ્રાપ્ત કરવા બધા જ ઈચ્છે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે. સાંસારિક વિષયે જડ તેમ જ નિષ્ક્રિય છે. તે તેમના દુઃખ કે નિવૃત્તિનું કારણ બની શકે. માટે રમી દુઃખભરપૂર એવા સંસારથી પર એવા અશરીરી અમા(પુરુષ)નું અસ્તિત્વ કબૂલવું પડે છે.
For Private and Personal Use Only