SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાવકન ૧૨૭ અને સંશોધનાત્મક એવો પ્રથમ ગ્રંથ બની રહે છે. ભવાઈનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપવાની સાથે સાથે લેકનાટ્ય તરીકેના તેના સ્વરૂપને કશી હાનિ ન પહોંચે તે રીતે તેમાં નવાં તો આમેજ કરી તેને વધુ સમૃદ્ધ અને સાંપ્રત યુગમાં વધુ સાર્થક કેવી રીતે બનાવી શકાય તે અંગે સૂચને કરવાં તે લેખકને મુખ્ય આશય છે. તેમણે ગ્રંથને મુખ્ય ત્રણ અધ્યાયમાં વિભક્ત કર્યો છે. પ્રથમ અધ્યાયમાં નટ ચાચરમાં કઈ રીતે આવે છે ત્યાંથી માંડી પાત્ર-ચરિત્ર કઈ રીતે કરી બતાવે છે તેની વિશદ છણાવટ કરી છે. ભવાઈની અભિનયશૈલીનું વિશ્લેષણ કરવા માટે તેમણે અસાઈતથી માંડી બ્રેન્ડના નાદાનિવારણ સુધીનાં અદ્યતન ઓજારોને વિનિયોગ કર્યો છે. આધુનિક પરિભાષા દ્વારા ભવાઈની અભયપ્રક્રિયા સ્પષ્ટ કરી આપતી વેળા તેમણે ભવાઈનું વરૂપ અકબંધ રહે ને છતાંય તેમાં સમયની માંગ પ્રમાણે નટ, નવાં તો કેવી રીતે સામેલ કરી શકે તે અંગેનાં સર્જનાત્મક સૂચને કર્યા છે. પિતે નિહાળેલા ભવાઈઝગોનું સતત અનુસંધાન જાળવી તેમણે આ સહેલાઈથી પ્રયોજી શકાય તેવાં આગવાં સૂચને આપ્યાં છે. ભવાઈ ની નટ, પરંપરાગત અભિનય કોલી અને આધુનિક અભિનય ક્ષેલીને સમન્વય સાધી કેવાં નવાં પરાણે સિદ્ધ કરી શકે છે તે, નાટયના વિદ્યાથીઓ અને ભાવકોને સરળતાથી સમજ્ય તેવી શૈલીમાં સમજાવ્યું છે. જે કે ભવાઈમાં પ્રયોજાતા અભિનયને આંગક, વાચિક અને સાત્વિક એમ ત્રણ વિભાગોમાં વહેચી તેનું પૃથક્કરણ કર્યું હોત તો તે નાટકના વિદ્યાર્થીઓને માટે વધુ સરળ બનત એવું મારું અંગતપણે માનવું છે. દ્વિતીય અધ્યાયમાં નાટયશાસ્ત્ર, અભિનયદર્પણ તથા અન્ય શાસ્ત્રીય ગ્રંથનું દોહન કરી તેમ જ પિતે નિહાળેલાં પાશ્ચાત્ય શૈલીનાં નૃત્યની સ્વરૂપગત વિશેષતાઓ ધ્યાનમાં રાખી તેમણે, ભવાઈના નર્તનને વિકસાવવા, સ્વરૂપ તૂટે ના તે રીતે, ભારતીય શાસ્ત્રીય નૃત્યો, અન્ય લોકનર્તને તથા પાશ્ચાત્ય નૃત્યશૈલીઓને કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ખૂબ ઊંડાણથી અને વિગતે સંશોધનાત્મક પદ્ધતિએ બતાવ્યું છે. ભવાઈની મૂળભૂત સાત પ્રકારની પદગતિઓ સચિત્ર સમજવી ભવાઈના નર્તનમાં ચારી, અંગહાર, કરણ મડલ, રેચક, સ્થાન, હસ્તમુદ્રા વિગેરે શાસ્ત્રીય શૈલીનાં નૃત્યનાં અંગભૂત તોનો વિનિયોગ તેના અસલ સ્વરૂપને કશી હાનિ ન પહોંચે તે રીતે ભવાઈમાં કેવી રીતે સાધી શકાય તે લેખકે ભવાઈના કલાકારે અને નાના વિદ્યાથીઓ સમજી શકે તેવી સરળ અને સચોટલીમાં, સતત ઉદાહરણ આપતા રહી સમજાવ્યું છે જે આ પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે, શબ્દોમાં ઉતારવા અશક્ય હોય તેવા ભવાઈના સંગીતને ખૂબ જ જહેમત કર લેખકે ત્રીજા અધ્યાયમાં ઉતારી આપ્યું છે. શાસ્ત્રીય સંગીત કરતાં ભવાઈનું સંગીત કઈ રીતે જુદું પડે છે તેની ઉદાહર સાથે ચર્ચા કરી છે. “માત્રાઓના કાળ ગણુને તથા સ્વરલેખન કરીને, કદી ના ધાયા હોય એવા ભવાદના સંગીત અંગેનું અર્ધર અને કષ્ટપ્રદ કાર્ય કરીને શ્રી કડકિયાએ આ ક્ષેત્રમાં એક ઉપકારક કાર્ય કર્યું છે. એમાંનાં લોકગીતોનું સંગીત અવરેહમાં ગવાય છે એમ કહીને વૈદિક ગાનના સમયથી ગવાતી આ અવરોહગાનની પ્રણાલિકા તેમણે યાદ કરી છે. ગોપાલ નાયકના પ્રદાનને મુલવીને તથા બિલાવલ મેલને ઉપગ અસાઈતના સમયે શરૂ થયું હતું એમ કહીને તેમણે ભવાઈના સંગીતનું ભારોભાર ગૌરવ કર્યું છે” એ અમુભાઈ દેશી જેવા સંગીતવિદને અભિપ્રાય આ સંદર્ભમાં અવશ્ય નેંધી શકાય. ભવાઈનાં વિવિધ વાઘો, તાલ, લય વિશેની તેમ જ ભવાઈમાં ભવાઈતબલચી જ કેમ બોલાવી પડે તે અંગેની સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા તથા જવાબ ન માન દઈ રીતે આપવામાં આવે છે તે અંળની તેમ જ ભગળ અને તેના For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy