SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ અસામાન્ય ઘટના બનવાને બદલે આપણે જે સમાજમાં રહીએ છીએ એને સ્પર્શતા પ્રશ્નો તખ્તા પર મૂકવાનું સામર્થ્ય ધરાવે છે તે સ્પષ્ટ કરવાને સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે તેમ છતાં મૂળે તે આ ગ્રંથસ્થ થયેલાં વ્યાખ્યા છે, અને આ વ્યાખ્યાનેની નિશ્ચિત સમયમર્યાદા પ્રસ્તુત પુસ્તકને પ્રત્યેક નાટકની સુદીર્ઘ વિવેચના કરતે એક તલસ્પર્શી વિવેચનગ્રંથ બનતે અટકાવે છે. આ વ્યાખ્યાનના અંતે લેખકે વિજય તેલકર પિત પિતાનાં આ નાટકો વિશે શું કહે છે તેની કેફિયત પરિસંશષ્ટરૂપે મૂકી છે જે નાટકનું કથાબીજ કે પાત્રોનાં વક્તિત્વની આછી રેખાઓ વાસ્તવિક જીવનમાં પોતાને કયાં અને કેવી રીતે મળી આવ્યાં તેને આલેખ છે અને તે કયાંક કયાંક આરોપ સામેનું બચાવનામું પણ બની રહે છે. મહારાષ્ટ્રના પ્રમાણમાં નાના કહી શકાય એવા લોકનાટ્ય-ળેની ભજવણી જોઈ. માનવદીવાલની વિભાવના “ ધાસીરામ કોતવાલ ”માં કઈ રીત પ્રજી તેની વાત, “શાંતતા, કોર્ટ ચાલૂ આહે' નાટક નાટ્યસ્પર્ધામાં રંગાયન સંસ્થા ભાગ લઈ શકે તે માટે નાટક લખવાની ઊભી થયેલી જરૂરિયાતમાંથી કેવી રીતે લખાયું તેનું બયાન, પોતાનાં એક અધ્યાપક મિત્રના સ્વમુખે કહેલી આપવીતીમાંથી હિજે જાતિચે’ નાટકનું કલેવર કેવી રીતે ઘડાયું તેની ચર્ચા, “ કન્યાદાન” નાટકમાં મનુષ્યને તેની ચોક્કસ વૃત્તઓથી જુદે પાડ અશકય છે, જે લેહીમાં વણાઈ ગયું હોય તેને અલગ કરવું અસંભવત છે એ મુદ્દો કેન્દ્રસ્થાને છે, દોલતનું પાત્ર નહીં એવું ભારપૂર્વક કથન, પિતે યુવાન હતા ત્યારથી વવાયેલું “ગીધાડે” નાટકનું બીજ અને તેના ક્રમશઃ વિકાસનો આલેખ, “બેબી માં છોકરીને ચાર પગે ચલાવવાની પ્રયુક્તિના ભવસ્થાન વિશેની ભૂમિકા તથા પિતાના મિત્ર એક લાક્ષણિક માણસ વિશે કરેલી વાત પરથી સૂઝી આવેલા “સખારામ બાઈન્ડર'ના પાત્રની ઘટના–એમ પોતાનાં નાટકનાં મૂળ અને કુળ વિશે જણાવટ કરતી આ કેફિયત, તેંડુલકર, જીવાતા જીવન અને લેખાના નાટક સાથે કેવી રીતે કામ પાડે છે તેને ચિતાર આપે છે. કથાબીજ ક પાત્રના વ્યક્તિત્વની આછીપાતળી રેખા જીવાતા જીવનમાંથી મળી આવ્યાં હોવા છતાં નાટ્યકાર નાટક લખતી વેળા પિતાની સર્જનપ્રક્રિયા વડે એને કે કલાત્મક ઘાટ આપે છે અને આ બેલા પરાવો છે. પસંદ કરેલાં નાટકો સંબંધી એક બાજુ પિતાની વિચારણું અને બીજી બાજ લેખકનાં પિતાનાં મંતવ્ય સામસામા મૂકીને શ્રી ઉત્પલ ભાયાણીએ સાચે જ નાટકના વિવેચનેન્કર્ષણનું કામ કર્યું છે. નાટ્યવિભાગ, મહેશ ચંપકલાલ ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટસ. મ. સ. યુનિ., વડોદરા, ભવાઈ: નટ, નત ન અને સંગીત, લેખકઃ ડે. કૃષ્ણકાન્ત કડકિયા, પ્રકાશક: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૪, પૃષ્ઠસંખ્યા : ૨૪૪, કિમત : રૂ. ૫૮ = ૦૦. ભવાઈ વિશેને શાસ્ત્રીય અને સંશોધનાત્મક એ પ્રથમ ગ્રંથ– ભવાઈનું સ્વરૂપ તથા તેનું શાસ્ત્ર જોધી કાઢવાની મથામણ અને જાગરણના ફળસ્વરૂપે લખાયેલ ગ્રંથ “ભવાઈ : નટ, નર્તન અને સંગીત” સાચા અર્થમાં ભવાઈ વિશેને શાસ્ત્રીય For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy