SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નૈતિક મૂલ્ય અને સમા-સુધારણા અંગે સ્વામી સહજાતકના પ્રયાસા મરાઠાસમયની મુલકગીરી, ઈન્નરાપદ્ધતિ વગેરેથી પ્રા તંગ આવી ગઇ હતી. ઇજારદારા પ્રજાને રાડતા હતા. ચેાથ અને સરદેશમુખી ઉધરાવનારાઓના ત્રાસની કોઈ મર્યાદા ન હતી. રાજ્યના સૂબાઓના ચાડિયાએ પ્રજા પાસેથી પુષ્કળ પૈસા પડાવતા હતા. કાઠી ગરાસિયાઓની લૂટફાટ દાટ વાળી દીધા હતા. ‘ મારે તેની તલવાર 'નું રાજ્ય પ્રવતું હતું. પ્રાના આ નાદને સાંભળવાની શાસનકર્તાઆને કુરસદ ન હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પરિસ્થિતિમાં ગુજરાતનાં તન-મન-ધન વેડફાઈ જતાં હતાં. શાસકા નબળાઈ અને નિરાશામાંથી બચવા સ્વરક્ષણ અથવા અંગત સ્વાર્થ ખાતર એકબીજાનેા છેદ ઉડાડવા ત્રાહિતને કુમકે ખેલાવી પોતાની પરિસ્થિતિને વિશેષ પરાધીન બનાવતા હતા. આવી પરિસ્થિતિમાં ત્રીજો પક્ષ ફાવી ગયા અને વેપારાર્થે આવેલી ઇંગ્લેંડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાલકોએ આના પૂરા લાભ ઊડાવ્યો. ૧૮૦૨માં વર્ઝની સધિથી પેશ્વાઈને રાજક્ષય લાગુ પડ્યો, જેને અજ્મ ૧૮૧૮માં પેશ્વાઈના અંતથી આવ્યા. આ સાથે ગુજરાત ઉપર અંગ્રેજો સર્વાપરિ બન્યા. જો કે રાજાશાહી રાજ્યોની આંતરિક પરન્તુ નિયંત્રિત સ્વતંત્રતા ચાલુ રહી.૪ ૯૫ ગુજરાતની પરિસ્થિતિ (સાહિત્યિક પ્રવાહો)-અંગ્રેજોના સ’પ'ની અસરો ગુજરાતનાં સમાજ, ધર્મ, સાહિત્ય, શિક્ષણુ, રાજકરણ, ઉપર થવી શરૂ થઈ અને તેથી ઇતિહાસનાં પિરમાણુા બદલાવાં શરૂ થયાં. અંગ્રેજોની સત્તા-સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ થાડીક શાંતિ અનુભવી અને થોડીક નિરાંતના શ્વાસ લીધા. પશ્ચિમી વિદ્યા અને કેળવણીના પ્રકાશ ફેલાવા શરૂ થયો. આમ, અંગ્રેજોના સપ–સહવાસથી પ્રજાજીવનમાં પરિવર્ત ના થવાં શરૂ થયાં. સૌંપર્ક સહવાસથી થતા ફેરફારોની ઝડપી અસર વિચારા ઉપર થાય છે, અને સાહિત્યમાં તે શબ્દરૂપે પ્રતિબિંબિત થાય છે, અર્થાત્ સાહિત્યસ્વભાવતઃ તેના સમયનું પ્રતિબિંબ ઝીલીને રજૂ કરે છે. એટલે કે વિચારમાંથન અને પરિવર્તિત સમાજવનની પ્રબળ છાપ સા{હત્ય ઉપર પડે છે. ગુજરાતની અસ્મિતાને જાગૃત કરનાર પરિબળામાં સાહિત્ય, શિક્ષણ અને સમાચારપત્રોને કાળા મહત્ત્વના ગણી શકાય; કારણુ આ માધ્યમ દ્વારા જ તે પછી સમાજધર્મ –સુધારાના ઉન્મેષો અનુભવાયા છે.પ ગુજરાતની પરિસ્થિતિ (ધામિ કૈં મધન)—સાહિત્યની અસર મુખ્યત્વે બુદ્ધિજીવીએ ઉપર વિશેષ થાય છે. ત્યારે ધાર્મિક-પ્રવૃત્તિઓની અસર ત્રુદ્ધિમાન ભક્તો અને શ્રમજીવી શ્રદ્ધાળુઓ ઉપર થાય છે. આથી હવે અહીં ગુજરાતમાં ધટેલી ધાર્મિક ધટનાઓમાંથી એકની મીમાંસા કરીશું; કારણુ રાજકીય નગૃતિ સાથે સામાજિક જાગૃતિ જરૂરી છે અને તેના પાયે છે ધાર્મિક જાગૃતિ. ધાર્મિક પુનરુત્થાનનું મુખ્ય પ્રેરકબળ હતું વિધર્મી મિશનરીની વિધાતક પ્રવૃત્તિઓ. ૧ ભીરુ, ભયંત્રસ્ત અને હતાશ બનેલી ગુજરાતની પ્રજાને સાંસ્કારિક દૃષ્ટિએ બેઠી કરવાનું અભૂતપૂવ કાર્ય ઓગણીસમી સદીના આરંભના ત્રણ દાયકામાં (૧૮૦૦ થી ૧૮૩૦ સુધી) કર્યું" ૫ વધુ વિગત માટે, જુએ એજન, પૂ. ૪૩. ૬ જુએ માહિતી માટે, એજન, પૃ. ૪૪-૪૫ ૪ જુએ : જમીનદાર રસેશ, સ્વાધીનતા સગ્રામમાં ગુજરાત, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પ્રથમ આવૃત્તિ, પૃ. ૪૨-૪૩. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy