________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં દફતરોની સાધન તરીકે સમીક્ષા | (આઝાદીની લડતનાં દફતરે વિષે)”
એસ. વી. જાની +
ઇતિહાસ એ એક માનવકેન્દ્રિત સામાજિક વિજ્ઞાન છે લેડ બાઇસના કથન પ્રમાણે મનુષ્ય ભૂતકાળમાં “ જે કાંઈ વિચાર્યું', કહ્યું કે કર્યું ” તે ઈતિહાસને વિષય ગણાય છે. પરંતુ ઇતિહાસ તો પ્રમાણે ઉપર આધારિત છે. તેમાં પણ લિખિત પ્રમાણે ઉપર વધુ ભાર મૂકાય છે. તેથી જ કહેવાય છે કે “ No Document No History” એટલે કે “દરતાવેજ કે દતર ન તે ઇતિહાસ નહિ.” આ બાબત જ ઈતિહાસ આલેખનમાં દફતરનું મહત્ત્વ દર્શાવે છે. સંસ્કૃત વૃત્તિકાર મલિનાથે પણ પ્રતિજ્ઞા સૂત્ર આપ્યું છે કે “નામૂલં લખ્યતે કિચિત " એટલે કે આધાર વિના કાંઈ લખવું નહિ. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે 5 અ ને આધારભૂત સાધન વિના ઇતિહાસનું આલેખન કે સંશોધનકાર્ય થઈ શકતું નથી. સાચા પુરાવા તા. ઇતિહાસના પ્રાણ છે. જે
લુઈસ ગેસચાકે નોંધ્યા પ્રમાણે “ Most of the history as record is only the surviving part of the recorded part of the remembered part of the observe 1 part of the whole.”૩ તદુપરાંત પ્ર. ઈ. એચ. કારના મતાનુસાર “ ઈતિહાસ , વર્તમાન અને ભૂતકાળ વચ્ચેને વણથંભ્ય સંવાદ છે.” આ સંવાદને સમજ્યા વિના આપણા વર્તમાન અને ભાવિનું આપણે નિર્માણ કરી શકીએ એમ નથી.
છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાત ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રે જાગૃત બન્યું છે. તેમાં ૫ છે ખાસ કરીને કેલેજો તથા યુનિવર્સિટીઓમાં કામ કરતા અધ્યાપકોમાં તે અંગેની રૂચિ વધી છે. આ સંશાધકોમાંથી મોટા ભાગના વિદ્વાનેએ પ્રાદેશિક ઈતિહાસના ક્ષેત્રે સંશોધન કર્યું છે.
“ સ્વાધ્યાય', પૃ. ૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૨, ૫. ૫૫-૬૪.
• ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ અને સંસતિ વિભાગ તરફથી યોજાયેલી સંગેષ્ટિમાં રજૂ કરેલ સંશાધન-લેખ (૨-૩ માર્ચ ૧૯૯૦).
+ ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧ ગુજરાત ઇતિહાસ પરિષદે આ સૂત્રને પોતાના મૂળમંત્ર તરીકે સ્વીકાર્યું છે.
૨ પંડયા, ચંદ્રકાંત બ-ઈતહાસ સંશોધનમાં દફતરનું મહ૧, ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું, ગાંધીનગર, ૧૯૮૩, પૃ. ૧
3 Gottschalk, Louis-understanding History, Alfred knopf, New York, 1969, pp 45–46. -
4 Carr, E. H.-What is History ? Penguin Books, New York, 1964, p. 24
For Private and Personal Use Only