________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમભટ્ટનું અનુમિતાનુમેય અનુમાન અને વ્યંજના”
પર સકલકલેશભાજનરૂપ વિશિષ્ટ રામને આરેપ થયો છે. (લક્ષણામૂલક ધ્વનિનું આ ઉદાહરણ છે અને મહિમે લક્ષણોને ઉપચારમાત્ર કહી છે. ઉપચાર એટલે આરે૫.) અહીં એક અનુમિત અર્થ પરથી અન્ય અર્થનું અનુમાન આ રીતે થાય છેવિશિષ્ટ સંદર્ભના આધારે રામ શબ્દ પરથી રામના સકલકલેશભાજનત્વરૂપી અર્થનું સૌ પ્રથમ અનુમાન થાય છે. આ સકલકલેશભાજનત્વ હેતુરૂપ બની જઈ, રામના વિયોગજન્ય દુઃખસહિષ્ણુત્વનું અનુમાન કરાવે છે. આમ, પ્રથમ અનુમિત અર્થ, અન્ય અર્થના અનુમાનમાં કારણરૂપ બની જાય છે. તેથી અનુમિતાનુમેય પ્રકારનું આ દષ્ટાંત છે.
આમ, આનંદવર્ધનનાં ધ્વનિઉદાહરણોમાં મહિમે વ્યંજનાના ઉપાદાનને ઉખેડી કાઢી, તેના સ્થાને બૌદ્ધિક ચેતનાથી યુક્ત અનુમિતિને સફળતાપૂર્વક ગોઠવી આપી છે, અને આનંદવર્ધનનાં વનિનાં ઉદાહરણોમાં રહેલી સમાતિસુમ અનુમાન પ્રક્રિયાની છણાવટ કરી છે. તેમના મતે વ્યંજનાવ્યાપાર કરતાં અનુમાન વ્યાપાર વ્યાપકતર છે. તેથી વ્યંજનાથી અપ્રગટ રહેલે અર્થ અનુમાનના સ્પર્શમાત્રથી ફુરી ઊઠે છે. આ તથ્યનું પ્રતિપાદન કરવા માટે જ તેમણે અનુમિતાનુમેય નામના અનુમાનપ્રકારની ઉદ્દભાવના કરી હોય, તેમ જણાય છે. અલબત્ત, તેમના મતે વ્યભિચારીભાવનું વ્યવધાન પામેલ અનુમિતાનુમેય રમણીય છે. કારણ કે તેનું લક્ષ્ય રસાનુમિતિ છે. પરંતુ વસ્તુમાત્રથી વ્યવહિત અનુમતાનુમેવ કેવળ બૌદ્ધિક કસરત સમે છે અને ભાવકને અંતિમ અર્થની પ્રાપ્તિમાં પરિશ્રમ પડે છે.
અનમતાનુમેય પ્રકારની મહિમની પ્રક૯૫ના ભાવકને અતિસૂકમ એવા કાવ્યાથ નું ભાવન કરાવે છે અને સાથે સાથે તેમની વિલક્ષણ, ન્યાયાવિત વિવેચકની પ્રતિભાની પ્રતીતિ કરાવે છે. આધુનિક આલોચકોએ, પ્રાચીન આચાર્યોને અનુસરીને, ધ્વનિસિદ્ધાંતના એકચક્રી શાસનને
સ્વીકાર્ય" છે. તેમ છતાં, મહિમની અનુમતિના સંદર્ભમાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. કાવ્ય કે અન્ય કલાઓમાં અનુમાનને સર્વથા બહિષ્કાર શકય જ નથી. વ્યંજના અને અનુમાન બંનેના મોરચા પરસ્પરથી ભિન્ન અને આમનેસામને છે. તેમ છતાં બંનેનું લક્ષ્ય રસ છે. વળી, કાવ્યમાં કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે, વ્યંજનાવ્યાપારના મૂળ( Back-ground)માં અનુમાન વ્યાપાર ક્યાશીલ હોય છે. શ્રીરામનારાયણ પાઠક જણાવે છે કે, “કાવ્યમાં, વ્યવહારમાં આપણે અનુમાન કરીએ છીએ, ત્યાં હેતુના વ્યવધાનપૂર્વક નિગમનવ્યાપાર ચાલ્યાનું આ૫ણુને ભાન હેતું નથી. અનુમાન વ્યાપારનાં અંગે ભાનની ભૂમિકા પર આવતાં નથી. પરંતુ એ આ વ્યાપાર એકદમ થાય છે. આ એકદમ થતી અનુમાન પ્રક્રિયાને જ ધ્વનિ નામ આપવામાં આવ્યું છે.”
૨૩ પાઠક રામનારાયણ, સાહિત્યસમીક્ષા, સં. ત્રિવેદી વિષ્ણુપ્રસાદ, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી, સૂરત, ૧૯૧૨, જુઓ–' મમ્મટની રસમીમાંસા ” નામ લેખ. ૬. ૧૫૮-૫૯, સ્વ ૭.
For Private and Personal Use Only