________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમભટ્ટનું અનુમિતાનુમેય
અનુમાન અને વ્યંજના”
અરુણ કે. પટેલ
સાહિત્યમીમાંસા-પછી તે ભારતીય હોય કે પશ્ચિમની, પુરાતન હોય કે અર્વાચીન, સુનિશ્ચિત કાલાંતરે તેના સિદ્ધાંતમાં, સાહિત્યક માપદંડ અને માન્યતાઓમાં પરિવર્તન આવ્યા કરતું હોય છે, અને આ પ્રકારના પરિવર્તનથી જ પ્રગતિની દિશાઓ ખૂલી જતી હોય છે. સાહિત્યસમીક્ષાને બંધિયારપણું રચતું નથી. અર્વાચીન ભારતીય આચનામાં જેમ પશ્ચિમના વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અન્નક્ષેતનાવાદ, ઍસડ, સંરચનાવાદ, દાદાવાદ, કયુબીઝમ વગેરે વાદેને અનુપ્રવેશ થયો છે. પરિણામે આપણી વિવેચનપ્રણાલીને અભિગમ બદલાતે રહ્યો છે, તેવું જ આપણું પ્રાચીન સમીક્ષાશાસ્ત્રમાં પણ બન્યું છે. પ્રાચીન સાહિત્યસમીક્ષામાં પણ નવા નવા સાહિત્યસિદ્ધાંતોની સ્થાપનાની સાથે સાથે વિદ્રોહને પવન ફૂંકાતે રહ્યો છે, અને એ વિદ્રોહનાં વિનાશકારી પરિણામેની સાથે નૂતન વિચારનાં બીજ પણ રોપાતાં રહ્યાં છે. આનું પ્રસિદ્ધ ઉદાહરણ, તે આનંદવર્ધનને વનિસિદ્ધાંત. શકવર્તી એ આ સિદ્ધાંત સમીક્ષા ક્ષેત્રે જેવો ઉદિત થયે, કે તરત જ તેની સામે વિદ્રોહીઓને વાવટાળ જાગે. આ વિદ્રોહીઓમાં ગગુનાપાત્ર, તે ભુક્તિવાદી ભટ્ટનાયક, વક્રોક્તિવાદી કુંતક, અલંકારવાદી, પ્રતીહારદ્રાજ, તાત્પર્વવાદી ધનંજય ધનિક તેમ જ ભેજ અને અનુમાનવાદી મહિમભટ્ટ મુખ્ય છે. વિદ્રોહીઓએ સ્વપ્રતિભાના બળે નવા નવા સિદ્ધાંતે રચી, ધ્વનિના વિકલ્પરૂપે રજૂ કર્યો. અલબત્ત, વિદ્રોહીઓના આ મેટા સમુદાયમાં વિરોધનું પ્રચંડ સામર્થ્ય તે એકમાત્ર મહિમભટ્ટમાં જ પ્રતીત થયું. તેમણે કાવ્યશાસ્ત્રની કાયાપલટ કરી નાખવાના મનોરથ સાથે કાર્ય આરગ્યું. ધ્વનિસિદ્ધાંતને ધરાશાયી કરવા માટે તેમણે સૌ પ્રથમ, ધ્વનિની સૈદ્ધાંતિક સ્થિતિ પર અને ત્યારબાદ, ધ્વનિના ભેદપભેદે પર પ્રહારો કર્યા અને આ આક્રમણમાંથી કશું જ બચી જવા ન પામે, તે રીતે વનિનાં ઉદાહરાને પણ અનુમિતિમાં અંતર્ભાવ દર્શાવ્યા. આનંદવર્ધનના ધ્વનિના હાર્દરૂપ અભિવ્યંજનાની તેમણે જાણે કે શલ્ય ચિકિત્સા કરી અને તેના સ્થાને અનુમતિનું પ્રત્યારોપણ કર્યું ! તેમને કાવ્યમાં વ્યંજનાનું જડ ઉપાદાન નિરર્થક લાગ્યું. આથી બૌદ્ધિક ચેતનાશ્રિત અનુમિતિને તેમણે કાવ્યનું ઉપાદાન કર્યું. અલબત્ત, ધ્વનિના એકચક્રી શાસનથી ટેવાયેલા અને વનિના લાવણ્યના અમૂર્ત ખ્યાલમાં ખેવાયેલા, કંઈક અંશે દિલ્મઢ બનેલા પ્રાચાર્યો, પંડિત અને
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૩૭-૫૦.
* દત્તમંદિર સામે, ચિત્તલ રેડ, અમરેલી-૩૬૫૦૦૧
For Private and Personal Use Only