SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org મુહ શાહ, મુનીન્દ્ર વી. જોશી પ્રાપ્ત શિવના ભા સ્વરૂપની ખંડિતગતિમા' કંદપ્રતિમા અને નારાયણ કે વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા સાથે સામ્ય ધરાવે છે. ખાસ કરીને મુકુટની બારીક ભાત શામળાજીની નારાયણ કે વિશ્વરૂપગતમા સાથે નિકટનું સામ્ય ધરાવે છે, છતાં આ પ્રતિમાઓના આમળાજાટ, ચચિત પ્રતિમાથી આગળના એટલે કે થી સદીના છે. જ્યારે આ પ્રતિમાને તેનાં લક્ષણોને આધારે ઈ. સ.ની ૫મી સદીના પૂર્વાર્ધમાં મૂકી શકાય. મહિષાસુરમર્દિની – ચિત્ર). પારેવા પથ્થરમાંથી કંડારેલ આ પ્રતિમાનું પ્રભાચા, મોટાભાગના હાથ, તથા મહિના પગ વગેરે ખંડિત છે. છતાં પ્રતિમાના જોવા મળતા ભાગે મહદ્દઅંશે જળવાયેલ લેઈ પ્રતિમાની શૈલી અંગે મહત્વની વિગતો પૂરી પાડે છે. ૦.૯૬૪. ૬૩ર. ૧૯, સેન્ટીમીટર માપ ધરાવતી પ્રતિમાં અન્ય માતકાશિલ્પની પરિપાટીની છે. પ્રતિમા અષ્ટભુજ હોઈ અને યુહરત મુદ્રામાં હોઈ તેની અંગભંગીને અનુરૂપ કલાકારે પ્રભાવલય પણ કદમાં મોટું બનાવેલ છે જેને ટોચને ભાગ વચ્ચેથી ખંડિત થયેલ છે. દેવીની દશરચનામાં મસ્તક મધેનું અલંકારપદક જોવા મળે છે. કાનમાં અલંકારો પૈકી વામકર્ણમાં ધારણ કરેલ અસ્થિકુંડળ જોવા મળે છે. મુખાકૃતિ પર દુશ્મન પરના વિજયપૂર્વને અંતિમ શ્વા મારતા પહેલાંના વિજયને પ્રસન્નભાવે સ્પષ્ટ વરતાય છે. ગળામાં સૂત્રમાળા ધારણ કરેલ છે. ગળામાં ધારણ કરેલ માળાની મધ્યસેર બે સ્તન મળે ડાબી તરફ વળાંક લેતી દર્શાવેલ છે, જે પ્રહાર માટે દેવીએ ધારણ કરેલ મુદ્રા તથા શરીરના આવેગને અભિવ્યક્ત કરે છે. દેવીના શરીરના કંડારકામમાં કલાકારની કલાસૂઝ જણાઈ આવે છે. પાતળી કટિ નીચેનો ભાગ ભારે દર્શાવેલ છે, જે આ સમયનાં શિલ્પની ખાસ વિશેષતા છે. કટિમાં ધારણ કરેલ પટ્ટા જે અલંકાર પ્રાચીન આમળાઘાટ સૂચક છે જેમાં મધ્યભાગે બકલમાંથી નીકળેલું સેરનું ઝૂમખું દર્શાવેલ છે. સાડી વસ્ત્રની પરિધાનપરીપાટી આ સમૂહનાં અન્ય માતકાશિને અનુસરે છે. વનમાલા પણ ખંડિત છે. અજીજાદેવીના મોટાભાગના હાથ, પહેાંચીઅંકિત કંઈ આયુ સ્પષ્ટ થતાં નથી છતાં હાથમાં બાજબંધ અને મણિબેરખા નેઈ શકાય છે. જમણા નીચેથી ત્રીજા હાથમાં મુસળ હોવાનું જણાય છે, જે ખંડિત છે. જ્યારે જમણુ ઉપલા હાથમાં ધારણ કરેલ ખર્શને થાણે બધે ભાગ ખંડિત છે. એ જ રીતે ડાબા ચારે ય હાથ ખંડિત છે. છતાં ડાબા ઉપલા 1. Shah (Dr.) U. P., Sculptures from Shamalaji and Roda 'Museum and picture gallory, bulletin, Vol. XIII, odited and published by V. L. Devkar for the Museum and picture gallery, Baroda, 1960, p. 58, 60, Fig. 47. - એજન આ. ૪૭. –એજન – ' આ. ૪૮: આ શિલ્પાનાં સમયાંકન તથા કલાકશૈલી અંગે ચર્ચા દરમ્યાન જરૂરી માર્ગદર્શન આપવા બદલ લેખકે પ્રસિદ્ધ કલામમં બ, મધુસૂદન ઢાંકીના ત્રણ છે. ફેટેગ્રાફસ, પુરાતત્વ ખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી 3. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy