________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ કથામણમાં નિર્વચનની યુતિ
1
"
હેવાને કારણે અને દ્રવતા હોવાને કારણે તે “ક” કહેવાયા (મ.પુ. ૧૭૦-૩૮ ; (૩) અંગારામાંથી જમ્યા એટલે “અંગિરા', અંગારાની અચિ (જવાળા)માંથી જમા એટલે “અત્રિ', અને તેના કિરણમાંથી નીકળ્યા એટલે તે “મરીચિ' નામના ઋષિએ કહેવા (મ. પુ. ૧૯૫-૯); (૪) રાજધર્મના વર્ણનમાં દંડ-પાયને વિષે કહેતાં લખ્યું છે કે દમન કરતા હોવાને કારણે “દંડ” કહેવાય છે (મ. પુ. ૨૨૫-૧૭ ); (૫) વરાહ–અવતાર ચરિત્ર વનમાં તે નિર્વચનેને ઢગલે છે. યુગક્ષય વખતે એકલા વિષણ બાકી રહ્યા, તેથી “શેષ” કહેવાયા, બ્રહ્મા, વરુણદિનું સુષ્ટિકાળે અને પ્રલયકાળે ઊત્પત્તિ અને ચ્યવન થાય છે, પણ વિષણ તેમ થતું નથી. તેથી તે " અચુત” કહેવાય છે. આ જ પ્રમાણે વિષ્ણુ “હરિ', “સનાતન ',
અનન્ત', “વિણ', “નારાયણ', “ગોવિન્દ', 'હલીકેશ', “ વાસુદેવ' વગેરે કેમ કહેવાય છે બધાને ખુલાસે નિર્વચનથી-કહે કે એક પ્રકારના શબ્દપ્રમાણથી-કર્યો છે. (મ. પુ. ૨૪૮. ૩૨ થી ૪૯)
આમ વર્ષ વિષય તરીકે સૃષ્ટિઉત્પત્તિની વાત હોય, મરુતેની ઉત્પત્તિકથા હોય કે સાંખ્યાનુસારી શરીરાદિની ઉત્પત્તિપ્રક્રિયા હેય, અથવા તે “પૃથિવી” એવું નામકરણ હોય, પૃથિવીનું ગોત્વ કે દુહિતત્વ હેય, શંકરનું કપાલિત્વ હોય, તથા તીર્થમાહામાં અવિમુક્ત,
જવાલેશ્વર આદિ સ્થળે હેય-એ સૌની પાછળ રહેલે ઈતિહાસ કહે છે, અને જે તે કથાની પ્રામાણિકતા સિત કરવી હોય તે આ “મસ્યપુરામાં વ્યાપકપણે નિર્વચનને સહા લેવામાં આવ્યું છે એ સ્પષ્ટ અને નિર્વિવાદ છે.
મસ્યપુરાણ'માં મળતાં આવાં વિવિધ નિર્વચની સમીક્ષા કરીએ તે પૂર્વે યાસ્કના નિર્વચનને પ્રોજન અને સ્વરૂપ સમજી લેવાં આવશ્યક છે. યાસ્કે શાકટાયનના સિદ્ધાન્ત-સffin મામાજિ - (બધાં ) નામો (ક્રિયાવાચાક) ધાતુમાંથી જમ્યાં છે'-ને પ્રસ્થાપિત કરે છે. આથી એમને પ્રાય: તમામ નિર્વાચનમાં મુખ્યત્વે કંઈકને કોઈક ધાતુ બતાવવાને ઉપમા સ્વીકાર્યો છે, જેમ કે, નિ: શબ્દનું એક નિર્વચન નોષતા “જે ભીંજવતે નથી” અનિ. બીજા એક નિર્વચન મુજબ સ ય બળવતો “જેને યજ્ઞમાં સૌથી પહેલો લઈ જવામાં આવે છે તે અમિ' વગેરે. (નિરતઃ અધ્યાય-૭ ).
પરંતુ “મસ્યપુરાણ'માં આવેલાં નિર્વચનેને જોતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ નિર્વચનનું પ્રયોજન અને સ્વરૂપ કંઈક ભિન્ન જ છે. પ્રાચીન સમયમાં વેદ-વેદાંગને અભ્યા સ્ત્રીઓ અને શ્રદ્ધોને માટે નિષિદ્ધ હતું. તેથી આવા સામાન્ય જનસમુદાયને સુર્યાદિવિષય પ્રશ્નોની સમજ આપવા, ધર્મોપદેશ કરવા કે આપણી સંસ્કૃતિથી અવગત કરાવવા માટે પુરાણોને રચના કરવામાં આવી હશે. આથી પુરાણના પ્રવકતા સૂતની સમક્ષ બેઠેલા નૈમિષારવયના
For Private and Personal Use Only