________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદ ન જોશી
ગુ% રાતનો ગેર માના વ્રતને જેવી રાજસ્થાનના ગણગોરના લોકઉત્સવની ભાવના છે. એ ઉસવની માહિતી કાવ્યનાં અવતરણ સાથે “રાજસ્થાનની રંગીલી ગણગોર'માં આપી છે જેમાં લેખકને લોકજીવનને અભ્યાસ જણાય છે. ઘુમર નૃત્યને પરિચય રસપ્રદ છે.
સમુચિત પાઠ-પાઠાંતરીની જ'માં મધ્યકાલના પ્રમુખ કવિઓનાં સંપાદનમાં રહી ગયેલા અશુદ્ધ પાઠે વિષે ચર્ચા છે. નરસિંહની અમુક પંક્તિઓનાં પાઠાંતરની ચર્ચામાં લેખકનું પાઠાંપાદક તરીકેનું પાસું જોવા મળે છે.
શબ્દકોશ'માં મધ્યકાલીન પદ્ય-સાહિત્યના ઘણા શબ્દો અટપટા કે અગમ્ય હોય છે એટલે મધ્યકાલીન ગુજરાતી કવિતાને અલગ શબ્દકોશ થવો જોઈએ એવા સૂચન સાથે કેટલાક શબ્દોની ચર્ચા કરી છે.
"લેકસાહિત્ય અને લેકવિદ્યા (કેટલીક પાયાની ચર્ચા) 'માં લોકસાહિત્ય, લોકજીવનવિદ્યા, ફેકલોર, ફોકલીટરેચર, લેકવાર્તા વગેરે અંગે પરિભાષાની દૃષ્ટિએ જે અતંત્રતા પ્રવર્તે છે તેની ચર્ચા સાથે લોકસાહિત્ય એ સાહિત્ય છે? એના જવાબરૂપે એ સાહિત્યનાં સ્વરૂપે, એનું સીમાઅંકન વગેરે ચર્ચા પછી દષ્ટિસંપન્ન નવા સંપ્રહ, સંપાદને કરવા માટે હજી તો ઘણું ઘણું દટાયેલું ધન ઉપલબ્ધ કરવાનું બાકી છે એમ સૂચવ્યું છે. “કવિકર્મ-કોશલ્ય 'માં એ શી રીતે સિદ્ધ થાય તે દર્શાવતાં અભ્યાસ, અવલોકન, બહુશ્રુતપણું, ઊર્મિ, કલ્પના વગેરેનું મહત્વ બતાવ્યું છે.
‘ભારતીય ભડલી સાહિત્યના અધ્યયનની સામગ્રી'માં આ વિષયની સામગ્રી મેળવવા લેખકે કરેલો પરિશ્રમ માન ઉપજાવે તેવો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળ, આસામ, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં આ સામગ્રી કયાં ઉપલબ્ધ છે તે દર્શાવવાની સાથે સંસ્કૃત અને અપભ્રંશમાં ઉપલબ્ધ સામગ્રીની માહિતી આપી છે.
મધ્યકાલીન કવિતામાં નારી-વેશભૂષા' એ લેખ સંદર્ભ સામગ્રી તરીકે ઉપયોગી છે, જેમાં સેળ શણગારના નામ ઉપરાંત શરીરના વિવિધ અંગોના અલંકારોની માહિતી કાવ્યનાં અવતરણે સાથે આપી છે. મધ્યકાલીન કાંવતામાંની નારીમૂતિનું સંક્ષિપ્ત રેખાચિત્ર પણ આપ્યું છે.
પ્રસ્તુત ગ્રંથ લેખકની બહુમુખી પ્રતિભા પુરવાર કરે છે, સાથે સન્નિષ્ઠ દષ્ટિસંપન્ન સંશોધક તરીકેની છાપ મૂકી જાય છે.
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા.
દેવદત્ત જેશી
For Private and Personal Use Only