________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથાવતકન
૧૭
આવ્યું છે કે બ્રાહ્મણને હાસ્ય નિષ્પન્ન કરવા માટે ભૂખાળવો, ભૂલકણે, મૂર્ખ–ઠેઠ, ગગો આલેખી શકાય પણ શઠ-દુષ્ટ-ઉદંડ તે ન જ બતાવાય. દુષ્ટતા કે ઉડતા દ્વારા હાસ્ય નિષ્પન્ન કરવા માટે શિકાર, વિટ કે કાપાલિક જેવાં પાત્રોનો જ આધાર લે પડે.
"પદાન્તરે 'ના તમામ લેખા માં તન્મયતા અને તટસ્થતાને સુંદર સમન્વય થયે છે એ તેની આગવી વિશેષતા છે. સમગ્ર વિવેચના કૃતિલક્ષી રહી છે. કૃતિમાંથી જ વિવિધ ઉદાહરણે, સંદર્ભે આપી તેમણે પિતાનાં મંતવ્યની તાર્કિકપણે પુષ્ટિ કરી છે. સંસ્કૃત નાટકો સંબંધી રૂઢ અને બંધયાર થઈ ગયેલી વિચનામાં ‘પદાન્તરે” નવી ચેતનાને, તાજગીને સંચાર કરે છે અને નાટ્યવિવેચનાની એક નવી દિશા ચીંધે છે. અસ્તુ !
મહેશ ચંપકલાલ
નાટયાંવભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
શ્રીમદ્દભગવદ્ગીતા સ્વયંભાષ્ય (પ્રશ્નોત્તર ) : લેખક અને પ્રકાશક : શ્રી રામદાસ રેવાદાસ પટેલ, જૂની હોસ્ટેલ, રેલવે સ્ટેશન સામે, દરાપરા રોડ, મુ. પાદરા, જિ. વડોદરા, આવૃત-૧, ૧૯૯૩, પૃ. ૧૬ + ૧૮૦ +૧૧, કિમત રૂ. ૫૦.
ભગવદ્ગીતા મહાભારતનાં અનેક રનેમાનું સર્વશ્રેષ્ઠ રત્ન છે. કુરુક્ષેત્રની રણભૂમિમાં યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વજનેને જોઈને અર્જુનનું ચિત્ત ક્ષુબ્ધ થઈ જાય છે, ત્યારે ભગવાન શ્રીકણ તેને શ્રાત્રધર્મ સમજાવે છે અને જ્ઞાન, કર્મ તથા ભક્તિને બોધ આપે છે. આવા અનુપમ ગ્રંથના રચયિતા શ્રી વેદવ્યાસ છે.
- શ્રીમદભગવદ્દગીતાનાં અત્યાર સુધીમાં અનેક ભાષાંતરા, ભાગ્યે જગતની વવધ ભાષાઓમાં થયેલાં છે; પ્રસ્તુત પુસ્તકમાં ગીતાના લેકવાર ભાષ્યને બદલે પ્રશ્નોત્તરી દ્વારા મુક્ત રીતે ગીતાને વિચાર કરવામાં આવ્યો છે. ગીતા દ્વારા જીવનના પ્રત્યેક પ્રશ્નોને આવરી લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં લેખકના દબિંદુમાં મૌલિકતા અને નાવિન્ય જણાય છે એ આ ગ્રંથનું આકર્ષક પાસું છે. પ્રાથવિદ્યા મન્દિર, વડોદરાના નિયામક ડો. આર. ટી. વ્યાસ પુસ્તકના ઉપાધાતમાં લેખકના અભિપ્રાયની નોંધ લે છે–“ ગીતા જે ઉચિત મને યોગપૂર્વક વાંચવામાં આવે તે તેની સમજૂતીની આવશ્કયતા રહેતી નથી” લેખકના જણાવ્યા પ્રમાણે તેઓ શ્રીના શિક્ષક સ્વભાવે તેમના સુદીર્ઘકાળના ગીતાના ચિતન અને મનનના ફળસ્વરૂપે આ પુસ્તક આકાર પામ્યું છે. “ અસંખ્ય ભાષ્ય, ટીકાઓ, આલોચનાત્મક નિબંધેની હારમાળામાં, ગીતા સાહિત્યરત્નાકરમાં આ પુસ્તક એક અણમોલ રત્ન સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. ” એમ . વ્યાસનું મંતવ્ય છે. પ્રે. ડો. સાંડેસરાના મત મુજબ લેખકે ગીતાનું ઊંડું અધ્યયન કર્યું છે અને વાચકના સર્વ સંશય દૂર કરવા પ્રયત્ન કર્યો છે. પ્ર. ડો. કાંટાવાળા આમુખમાં નોંધે છે કે અહીં ગીતા વિષયક વિશાળ વાચન અને ઉડા ચિંતનને નિચોડ સરળ ભાષામાં રજૂ થયો છે.
For Private and Personal Use Only