________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
૧૨૯
જણાવે છે કે નાયક અનિમિત્રના દષ્ટિબિંદુથી નિરૂપાયેલી તમામ ઘટનાઓના સંદર્ભમાં જે તેને તપાસવામાં આવે તો માલવિકાનું ચિત્ર જોઈ ને એના પ્રત્યે અગ્નિમિત્રનું આકર્ષાવું એ કથાનકનું બીજ છે જયારે નાયકાની પૂર્ણ પણે પ્રાપ્તિ તે ફલાગમ છે. શ્રવણ, દર્શન, સ્પર્શન, પ્રેમપચરણ અને પરિયન એ તબક્કામાં રાજ પિતાના પ્રિય પાત્રને ક્રમશઃ પ્રાપ્ત કરતો જાય છે અને આ જ પાંચ તબક્કા પાંચ અંકોમાં નિરૂપાયેલા જોવા મળે છે. એટલે પ્રથમ અંકમાં નાયિકાને અંગે નાયકની કેવળ શ્રવણ અવસ્થાનું જ આલેખન ઇષ્ટ હોવાને લીધે અને દર્શનની અવસ્થાનું નિરૂપણ બીજા અંકમાં ઉદિષ્ટ હોવાને લીધે જ માલવિકાને પ્રવેશ વિલંબથી થયો છે. મામ નાયિકાના વિલખિત પ્રવેશની ધટનાને નાટકની કાર્યાવસ્થાઓ સાથે સાંકળી તેને તાર્કિક ઠેરવવામાં આવી છે જે કૃતિલક્ષી વિવેચનાનું ઉત્તમ શિખર છે.
* અનિકાના ઈરાવતિ'–લેખમાં ઈરાવતીના પાત્રાલેખનમાં કાલિદાસે દાખવેલી કુશળતાને તેમણે મહિમા કર્યો છે. નાયિકાને પ્રતિપક્ષ સતત હારતે બતાવવો એ સંસ્કૃત નાટકમાં એક સ્વાભાવિક ઘટના છે પણ કાલિદાસની વિશેષતા એ છે કે તેમણે પરિસ્થિતિના આંકડા એવી કુશળતાથી ગોઠવ્યા છે કે ઈરાવતી બધે હારતી આવતી દેખાય છે છતાં એ ખરેખર હારે છે એમ સ્પષ્ટ રીતે બતાવી ના શકાય એમ કહી ઈરાવતીનું મધ્યા રાણી તરીકેનું ગૌરવ જાળવી રાખી ખંડિતા નાયિકા પ્રત્યે આદયુક્ત સમભાવ પ્રગટ કર્યો છે તે કાલિદાસની મોટી લાક્ષણિકતા હોવાનું તેમણે જણાવ્યું છે. * અભિજ્ઞાન શાકુંતલ માં પ્રતિનાયિકા ક્યાંય આવતી નથી તેના સંદર્ભમાં તેઓ જણાવે છે કે સપત્નીનો રોષભાવ નાયિકાના જ નહીં, નાયિકા દ્વારા નાયકના પાત્રને પણ હાનિ કરે છે એ વાત ઇરાવતીના પાત્રમાંથી સમજ્યા પછી કાલિદાસે શકુંતલા સિવાયની કોઈ રાજવલભાને રંગમંચ પર આવવા દીધી નથી. આ નિરીક્ષણ ખરે જ ધ્યાનાર્ડ બની રહે છે.
કાલિદાસનાં નારીપાત્રોઃ મને વ્યાપાર અને સંવેદના'---લેખમાં તેમણે કાલીદાસનાં વિવિધ નારી પાત્રોના મને વ્યાપાર અને સંવેદનાનું નિરૂપણ કરવાનું તાકયું છે પરંતુ તેમાં તેઓ ધાયું નિશાન ચૂકી ગયા હોય એમ લાગે છે કારણ કે બહુધા શંકુતલાના પાત્રને કેન્દ્રમાં રાખી તેમણે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકારેલાં ચિત્તનાં ત્રણ તો Id Ego અને Super ego શકુંતલાના પાત્રમાં કયા સ્વરૂપે જોવા મળે છે તેની છણાવટ કરી છે. કાલીદાસનાં અન્ય સ્ત્રી પાત્રોનાં મનોવ્યાપાર અને સંવેદનાનું પૃથકકરણ કરવાનું તેમણે ટાળ્યું છે. તેમ છતાં “વ્યક્તિ માત્રની “સ્વ”ને પામવાની ઝંખનાથી પ્રેરાઈને કરાતી દેહાશ્રિત પ્રવૃત્તિનું સૌથી વ્યાપકરૂપ એટલે પ્રણય અને તે કાલિદાસની તમામ રચનાઓને કેન્દ્રવતી' વિષય છે.” “પુરૂષની બહુગામિત (દુષ્યન્તના પાત્રના સંદર્ભમાં) સૂમ અર્થમાં પુરુષની સ્વવાચકની શોધ છે.” “ શકુંતલાને ઓળખવા વીંટી જોઈએ જ..એ વાસ્તવમાં તે ક્ષત્રિય સમાજની સ્ત્રી પ્રત્યેની વૃત્તિ–વર્તણૂકની સામે કાલીદાસે ધરેલે અરીસો છે ” “ સ્ત્રીની માટી જ મૂળે દિવ્ય અને પુરુષ પોતે પણ દિવ્ય ભૂમિકા પર પહોંચીને જ એને અને એના દ્વારા સ્વને વિસ્તાર પામી શકે એવું કાલિદાસનું દર્શન આ નાટ્યકૃતિમાં પ્રગટે છે ”—વગેરે વિધાને તેમનાં આગવાં નિરીક્ષણ અને નવીન નિષ્કર્ષોની ઝાંખી કરાવે છે. સર્વ ૧૩
For Private and Personal Use Only