________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
મહેશ ચંપકલાલ
કહે છે તેના સંદર્ભમાં તેઓ જણાવે છે કે આર્યનારીને એ આદર્શ કદાચ હોઈ શકે પરંતુ સંભવિતતાની દષ્ટિએ એ પ્રતીતિકર જાતો નથી ને વાસવદત્તાના પાત્રને નબળું પાડનારા સિદ્ધ થાય છે. તેમની દષ્ટિએ તો ભાસે, વાસવદત્તાને પોત માટેના પ્રબળ પરંતુ આરંભમાં અધિકારપેક્ષી અને અસહનશીલ પ્રેમ જ ક્રમે ક્રમે કેવું પરિવર્તન તેના પાત્રમાં સાધે છે તેનું સક્ષમ દર્શન કરાવ્યું છે. પદ્માવતીનું આભિજાત્ય અને પનિ ઉદયનને સાનુક્રોશ પ્રેમ એ બંને વાસવદત્તાના ચિત્ત ઉપર વિજય મેળવે છે અને અંતે એ પોતાના પ્રણયવિશ્વમાં પાવતીનેય સમાવી લે છે. વાસવદત્તાના ચિત્તને આ વિકાસ સ્વાભાવિક એટલે જ મનહર રીત આલેખાયે છે. એના વ્યકિતત્વમાં દેખાતું આ સૂક્ષમ પરિવર્તન વાસવદત્તાને પાત્રને અશકય આદર્શમયતામાંથી ઉગારી લઈ એને વધુ વાસ્તવિક અને તેથી જીવન્ત, ધબકતું બનાવી મુંકે છે, વાસવદત્તાના પાત્રના સંદર્ભમાં આર્યનારીત્વ જેવાં નાટયેતર કારણોને લીધે નહીં પણ પાત્રના ક્રમક ચૈતસિક વિકસનું નિરૂપણુ જેવાં નાટચલક્ષી કારણોને લીધે પાત્રાલેખનની ઉત્તમતા સિદ્ધ કરી બતાવતું શ્રી નાણાવટીનું આ નિરીક્ષણ સાચે જનવીન અને વિવેચનની નવી કેડી કંડારી આપનારું છે.
‘ખ્યાતવૃત્તનું નવું અર્થઘટનઃ જીરુભંગમ”-પ્રસ્તુત લેખમાં મહાભારતના ઇષ્પગ્રસ્ત, નખશિખ દુષ્ટ એવા ખલનાયક દુર્યોધનને સંસ્કૃત નાટકના નાયક તરીકે રજૂ કરવામાં અને તેને પ્રેક્ષકોની સહાનુભૂત જીતી લે તેવી રીતે આલેખવામાં ભાસે મૂળ કથાનકની વિગતોમાં તિરસ્કારપુરકાર-પરિવર્તન પ્રક્ષેપણની જે નાની મોટી પ્રક્રિયાઓ કરી છે તેનું નિરૂપણ, શ્રી નાવટીની અત્યંત સૂમ અને વેધક એવી વિવેચકદનું દ્યોતક બની રહે છે. દુર્યોધનને, અત્યંત પરચત એવા કુટિલ રાજકારણના સંદર્ભમાંથી છૂટો પાડીને અત્યંત નેહાળ રવ નાના સંદર્ભમાં મૂકી આપે એવા, નવા પાત્રાલેખન માટેના ભીતરૂપ જેવા પ્રસંગની નાટયલેખન માટે પસંદગી, જાણીતી ઘટનાના પૂળ વર્ણનને—એના ભૌતિક પરિમાણને વિષ્કભકમાં સીમિત કરી પરોક્ષ રાખે ને બૌદ્ધિક, તાકિક અને લાગણીજન્ય પરિમા મુખ્ય અંકમાં પ્રત્યક્ષાનરૂપે તેવી વસ્તુસંકલના, દુર્યોધનના પાત્રનાં વિવિધ-બૌદ્ધિક, ભાવિક લાગણીજન્ય અને હાર્દિક–રાને ક્રમશઃ પ્રગટ કરી આપે તેવા ચાર પ્રકારનાં પાત્રો-સૌનિકો, બલરામ, સ્વજનો અને અશ્વત્થામાની યોજના, દુર્યોધનને રજૂ કરવા માટે પાંડવોના નહીં પણ દુર્યોધનના ૦૪ પક્ષના માણસેના દષ્ટિકોણનું નિરૂપણ, પાંડવો પ્રત્યેના દુર્યોધનને આજીવન વૈરપૂર્ણ વ્યવહારના મૂળમાં ઈર્ષ્યા નહીં પણ ક્ષત્રિયવટ હોવાનું આલેખન--આ બધાં નાટ્યલક્ષી ઉપકરણથી જ ભાસ દુર્યોધનનું પાત્ર ઉદાત્ત, ગૌરવપૂર્ણ, ન્યાયી, છતાં કપટને ભોગ બનતું અને તેથી પ્રેક્ષકનો સંપૂર્ણ સહાનુભૂતિ જીતી લેતું કેવી રીત, આલેખી શકયા છે એનું સુક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવેલું નિરૂપણ પદાન્તરે કરેલા દષ્ટિક્ષેપનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
૬ માલવિકાગ્નિમિત્રમમાં નાયિકાને વિલબત પ્રવેશ '—લેખમાં નાયિકા માલવિકાના વિલખિત પ્રવેશને તેમણે ક્ષમ્ય નહી પણ સુયોજિત અને મ ઔચિત્યપૂર્વક જણાવે છે. તેમની દષ્ટિએ નાયિકાને વિલંબિત પ્રવેશ એ વસ્તુસંવિધાનની શિથિલતા નહીં પરંતુ બીજથી ફલાગમ પર્ય“તના સંપૂર્ણ કાર્યને એક સમુચિત ભાગ છે. આ અંગે સ્પષ્ટતા કરતાં તેઓ
For Private and Personal Use Only