________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિવાસીઓની કલા-કારીગરી
શંકરભાઈ સોમાભાઈ તડવી
ભારતીય જીવન કલા અને કારીગરી સાથે ઓતપ્રોત થઈ ગયેલ છે. તેનો વારસો આદિવાસીઓમાં સચવાઈ રહ્યો છે.
આદિવાસીજીવનમાં હવા, પાણી અને અન્નનું જેટલું સ્થાન છે, તેટલું જ સ્થાન કલાકારીગરીનું છે. કલા ખાતર કલા નહિ પરંતુ તે જીવનની એક આવશ્યક જરૂરિયાત છે.
આદિવાસીજીવનનાં સફાઈનાં સાધનો લો. તેમાં પણ કલા-કારીગરી રહેલી છે. બાહડો (સાવર) વાંસની સળીઓને ગૂથી તેને લાલ-પીળા રંગથી રંગે છે. બાહરી ( સાવરણી ) પણ ખજૂરીનાં પાંદડાંની, ગૂંથીન બનાવવામાં આવે છે.
રોજ ઉપયોગના ટપલા–ટપલી, ચારણે અને સૂપડું વાંસનાં બને છે, તેમાં ભાન માટે લીલી છાલવાળી સળી કે ચીપોને ઉપયોગ કરે છે–ઉપરાંત લાલ, પીળા અને લાલ રંગની ચી વડે ગૂંથણી કરે છે. તેથી રંગીન ભાત ઉપસે છે. શાકભાજી, હથિયારો કે માછલી ભરવાના કંડિયા પણ રંગીન ચીપોવાળા બનાવે છે. પાંતીઃ એક ઢાંકણાવાળે કંડિયે જ છે. પરંતુ તેને ઉપગ લગ્ન પ્રસંગે પૂજા સામગ્રી માટે થતો હોવાથી તેની ઉપર વાંસની ચીપનાં ફૂલ અને ધૂઘરા બેસાડી સુભત કરે છે. એ રીતે પંખા જેવી નાની ચીજો પણ રંગીન ભાતવાળી બનાવીને વાપરે છે.
પીસવા, પાવરી ( વાંસળી) જેવાં વાદ્યો જાતે જ વાંસમાંથી બનાવી લે છે. પીસવા ઉપર નખયાં જેવી ભાત ઉતરીને બનાવે છે. પાવરી અને પીસવા પતરાની ચીપ વડે શણગારે છે. વળી પાવરીને દાટો કોતરણીવાળો બનાવે છે. વળી વાંસળી–પીસવાને રંગથી પટ્ટા પાડીને સુશોભિત બનાવે છે.
નાચવા માટેના રામઢાલ અથવા માટલોઢાલ ઝાડના થડમાંથી કોતરી કાઢે છે. ઢેલને ડાંડિયે (દાંડિયે) વાંકો વાળીને તેના હાથાને શણગારે છે.
દેવના સ્તવન વખતે વપરાતી ડાકલી અને ઢાક લાકડામાંથી કોતરીને બનાવે છે. તેને રણકાર માટે ખારેકો અને વૃધરીઓ બાંધે છે.
પાણી ભરતી વખતે માથા પર માટલું બરાબર રહે તે માટે ત્રણ મૂકે છે. આ ઊંઢણ તેઓ ધર ઉપર જ ભીંડી કે શણુને રેસાથી ગૂંથે છે. રેસાને રંગે છે. તેમાં વધારે શોભા
* રચાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૦૯૨, પૃ. ૧૨૩-૧૨૮.
• ૫, આદિવાસી શોપીંગ સેન્ટર, પોસ્ટ ઓફીસ સામે, છોટાઉદેપુર-૩૯૧ ૧૬૫.
For Private and Personal Use Only