SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનાં વિશિષ્ટ લક્ષણે મુગટલાલ બાવીસી* સૌરાષ્ટ્ર એનાં દેશી રાજ્ય માટે પ્રસિદ્ધ હતું. મરાઠાયુગ દરમિયાન પેશ્વા અને ગાયકવાડના લશ્કરે સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા જતાં અને ફાવે તે રીતે મનસ્વી રકમ ખંડણી તરીકે ઉધરાવતાં. દેશી રાજ્યના રાજાઓએ એમની બળજબરીને તાબે થવું પડતું. આ લડાઈ માં પ્રજાની ઘણી ખાનાખરાબી થતી. એ પછી કર્નલ વકર દ્વારા બધાં રાજ્યો સાથે ઈ. સ. ૧૮૦૭માં સુલેહ, શાંતિ અને નિશ્ચિત ખંડણુના કરાર થયા. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં શાંતિના યુગના આરંભ થયે. આ બધાં રાજ ઉપર અંગ્રેજોને સાર્વભૌમત્વ હતું. ઈ. સ. ૧૮૨૦માં રાજકોટમાં અંગ્રેજ સરકારની કાઠિયાવાડ એજન્સીની સ્થાપના થઈ. આમ તે અંગ્રેજે આ નાનાં અને છૂટાંછવાયાં રાજને ખાલસા કરી નાખત. પરંતુ ઈ. સ. ૧૮૫૭ના વિપ્લવ પછી રાજ્યોને ખાલસા કરવાની નીતિ અંગ્રેજોએ છોડી દીધી અને તેને લીધે આ રાજો બચી ગયાં. અંગ્રેજોએ તેમાં વહીવટી સુધારણા અને આધુનિક્તા, દાખલ કરવાના પ્રયત્ન કર્યા. એમણે દેશી રાજ્યોને વસ્તી અને વિસ્તાર પ્રમાણે વિવિધ વર્ગોમાં વહેંચી નાખ્યાં. એમાં પહેલા અને બીજા વર્ગનાં રાજ્ય સલામી રાજા ગણાતાં. જયારે બાકીનાં બિનસલામી રાજ્યો ગણાતાં. દરેક વર્ગનાં રાજ્યની ફેજદારી અને દીવાની સત્તાઓ નકકી કરવામાં આવી અને અંગ્રેજો એના વહીવટ ઉપર દેખરેખ તથા અંકુશ રાખતા. રાજકુમારોને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવા માટે અંગ્રેજોએ ઈ. સ. ૧૮૭૧માં રાજકોટમાં રાજકુમાર કૅલેજની સ્થાપના કરી. એમાં દરેક રાજાએ પોતાના કુમારોને શિક્ષણ માટે મોકલવાનું ફરજિયાત હતું. અંગ્રેજ પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા એમને વિવિધ વિષય સાથે અંગ્રેજી ભાષા, સાહિત્ય, રીતભાત, રહેણીકરણી અને રમતગમતનું જ્ઞાન, તાલીમ અને પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવતાં. અહીં શિક્ષણ પામેલ રાજ કુમાર ભવિષ્યમાં સારા રાજવીઓ બન્યા. દેશી રાજ્યો ઉપર અંગ્રેજી અંકુશ અને સર્વોપરિતા ધરાવતા હતા. પરંતુ કેટલીક બાબતોમાં દેશી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત હેાય એ પ્રકારની કેટલીક વિશિષ્ટ સત્તા અને દરજે એમને આપવામાં આવ્યાં હતાં. આમ, દેશી રાજ્ય સ્વાયત્તત્તા અને બિનસ્વાયત્તતાના મિશ્રણ જેવું સ્વરૂપ ધરાવતાં હતાં અને તેથી જ તે વિશિષ્ટ પ્રકારનાં હતાં. દેશી રાજ્યોનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને નીચે પ્રમાણે ગણાવી શકાય: સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૧૧૭-૧૨૨. * ૪/૪, શ્રી સાંઈ એપાર્ટમેન્ટસ, હવાડિયા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy