________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ
કવિ સ-રસ કાવ્યાત્મક વાણીમાં રૂપકાત્મક રીતે સંસારસાગર અથવા માથાસગરાનું આલેખન કરે છે અને તેમાંથી પોતાને ઉગારી લેવા પ્રાર્થે છેઃ
मायाब्धौ पतितोऽविवेकपवनैरास्फाल्यमानो महः कामक्रोधभयप्रमादमकरैः संदृश्यमानोऽनिशम् । चिन्तावीचिविचालितोऽस्मि भगवन् मोहान्धकारावृतः
त्वं रक्षेति पुनः पुनः पुनरिति प्रोच्य प्रबोधोऽस्तु मे ॥ ९९ ॥ અહીં માયારૂપી સાગર, અવિવેકરૂપી પવનોથી અફળા જીવાત્મા, કામ-ક્રોધ-ભયપ્રમાદરૂપી મગરના સતત દેશો, ચિત્તારૂપી મજા, મોહરૂપી અંધકાર-આ બધું સંસારની પ્રકૃતિનું સુંદર આલેખન પ્રસ્તુત કરી જાય છે.
* આવા સંસારમાંથી ઉદ્ધાર બક્ષનારી વેદાન્તવિદ્યા જ છે,” એવી દઢ પ્રતીતિ કવિ નીચેના કલેકમાં પ્રકટ કરે છે :
या विद्याविमलीकरोति कुमति दूरीकरोत्यज्ञताम् रागद्वेषभयप्रमादरिपवो नश्यन्ति यद्दर्शनात् । नित्यानित्यविवेकतो जगदिदम् नि.सारतां चाश्नुते
संपूर्ण कलहात्मकं जयतु सा वेदान्तविद्या सदा ॥१०० ॥ વિવેકને જન્મ આપનારી વેદાન્તવિદ્યાની પ્રભાવશીલતા વિષે મળી આવતાં પરંપરાગત વર્ણનોમાં આ કવિનું ઉપર્યુક્ત વર્ણન એક જુદી જ મોલિક ભાત પાડે છે, અન્તમાં આ શતકની સમાપ્તિ કરતાં કવિ ફલશ્રુતિ ઉચ્ચારે છેઃ
आराधनाशतकमेतदपारशान्तिसौख्यप्रदायकमनन्तगणेन युक्तम् । धन्याः पठन्तु कृतिनो विगतान्यचिन्ताः
तेषां भविष्यति हरिभगवान्सहायः ॥ १०२ ॥ આ શતકના પરિશિષ્ટરૂપે હોય તે પ્રકારની એક આરતી કવિ પ્રસ્તુત કરે છે :
जय जय जय ब्रह्माण्डपते, जय जय जय कारुण्यनिधे। जय जय तर्कातीतमते, जय जय નય માયાધરે | આદિ.
અહીં કોઈ વિશિષ્ટ દેવને લક્ષમાં રાખ્યા વિના જ વેદાન્તવિદ્યાને અનુરૂપ એવાં જણાઇeત્તે, શાહષ્યનિષે, તતતમતે, મા દિવસે આદિ સંબંધને પરબ્રહ્મ, પરમતત્ત્વ તરફ આંગળી ચીંધે છે. એ પરમ તત્ત્વને લીધે જ કુદરતનાં તની લીલા ચાલતી રહે છે અને વૃક્ષો નવપલિત થતાં રહે છે. પશુપક્ષીઓનું ભરણપોષણ થાય છે. આવા પરમ તત્વને કવિ અસરકાર, નિમસ. સૂરજ, મવમયતરા આદિ વિશેષણે જ ભગવાનના ચરનું મુક્તિદાયક તરીકે વર્ણન કરે છે.
- પ્રસ્તુત શતકમાં કવિએ અલ્પપરિચિત પંચચામર, ભુજગપ્રયાત વગેરે છોને પ્રયોગ કર્યો છે અને સાથે સાથે એનુડુમ્ , માલિની. ઇદ્રવજા વગેરે પરિચિત છન્દોને પ્રયોગ પણ કર્યો છે. આથી કવિની છંદવિષયક હથેટીને પરિચય મળી રહે છે.
For Private and Personal Use Only