________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રતિમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત આરાધનાસતા-મને વૈજ્ઞાનિક વિશ્લેષણ ૧૧૩
અહીં ભગવાન પાસેથી ઝડપથી વરદાન લઈ લેવાની વૃત્તિ વ્યક્ત થઈ જાય તેવી રચના કવિએ અપનાવી છે. “ટૂ' અને “સ' અક્ષરના પ્રાસ અને સાય, ઘવાય, વિઘાચ, અને ઈચનાથ૪માં પ્રકટ થતા અત્યાનુપાસ હૃદયના પવિયના ઘાતક બની રહે છે.
ભગવાન પોતાના હૃદયમાં રહેલા છે એવી પ્રતીતિ સાથે કવિ દીનતાપૂર્વક પોતાની નબળાઈ એ કબૂલ કરે છે. એમાં પ્રકટ થતું તત્ત્વચિન્તન હદ્ય બની રહે છે :
कार्याकार्ये न जानामि चंचलं मे मनस्तथा ।
कामः क्रोधश्च लोभश्च रिसवो मे हृदि स्थिताः ॥ ४ ॥ સાથે સાથે કવિ શરીરની ક્ષણભંગુરતાને સ્વીકાર કરે છે અને ઓચિન્તાની આવી પડતી વિપત્તિઓને નિર્દેશ પણ કરે છે.
નિમ્નલિખિત લેકમાંની ઉપમા આયુષ્ય ઓછું થતું જાય છે તે હકીકતને સુંદર રીતે પ્રકટ કરે છે?
भोगेहा प्रबला नित्यं वर्धते हृदि हे प्रभो।
आयुः स्वति सौम्येण जलं भिन्नघटादिव। ६ ।। - કવિ ચાલ્યા ગયેલા બાળપણ અને કોમારની બાબતમાં પિતાનો વસવસે રજૂ કરે છે અને કહે છે કે હવે તે યૌવન પણ જવા લાગ્યું છે ! હવે તો અશુભ વૃદ્ધાવસ્થા પણ નજીક આવવા લાગી છે અને દુખપૂર્ણ અપશુકનો દેખાવા લાગ્યા છે. મિત્રો તથા સ્વજને વિદાય લેવા લાગ્યાં છે અને અનેક પ્રકારના સંકલ્પ વિક૯પ મન પર આક્રમણ કરવા લાગ્યા છે.
આ પરિસ્થિતિમાં ભક્ત કવિ ઇષ્ટદેવને દીનતાપૂર્વક પિતાનાં હિતાહિતની પૃછા કરે છે ભગવાનના નામના પર્યાય અને કવિએ પ્રાચીન સ્તોત્રકારોની શૈલીને સુંદર નમુને પૂરે પાડ્યો છે :
प्राणेश हृदयस्येश जीवेशात्मैश हे प्रभो । विश्वेश करुणासिन्धो दीनेश दीनवत्सल । ईदृशे संकटे काले पृच्छामि प्रणतस्तव ।
कि हितं चाहितं मे किमिति दैन्येन संयुतः ॥ ११ ॥ દૈન્ય એ ભક્તિને સ્થાયીભાવ છે.
પોતે ઈશ્વરની ઈચ્છાથી જ રાતદિવસ ટકી રહ્યા છે, જીવી રહ્યા છે એ નિર્દેશ કવિ કાવ્યાત્મક રીતે કરે છે.
त्वया सृष्टस्त्वया शिष्टस्त्वया दिष्टस्त्वयामृतः ।
तवैवच्छावशादत्र तिष्ठाम्यहमहनिशम् ।। १४ ॥ હે ભગવાન, તે મારામાં આટલે ઊંડો રસ લીધે છે તે હવે તારા સિવાય બીજા કોની પાસે જઈને આત્મનિવેદન કરું ? સ્વા ૧૫
For Private and Personal Use Only