SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७८ મલાદ મ. પટેલ આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. “કુવલયમાલા ”માં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે અને ત્યારબાદ પરવત જૈન સાહિત્યમાં અને વિશાળ રાજ માર્ગ શરૂ થયે. આ રૂ૫કસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાને વશ “ઉપમિતિભવ પ્રપંચાકથા” દ્વારા સિદ્ધષિગણીને ફાળે જાય છે. તે એ જ વિરાટકાય કૃતિને સંક્ષિપ્ત કરી કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન “વૈરાગ્યકપલતા" દારા ઉપા. યશવિજયજીને ફાળે જાય છે. સિદ્ધષિગણી કત “ઉપમિતિભવપ્રપંચાકથા"ને ડે. યાકેબીએ The first Allegorical work in Indian literature કહી છે. તે ઉપા. યશોવિજયજીકૃત વૈરાગ્યેકલ્પલતા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ કથાસાર મહાકાવ્ય છે. વરાયક૯૫લતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગે આંતરિક ભાવનાઓ, સિદ્ધાંતપ્રદર્શન, વર્ણનપરંપરા, કથાયવ્ય –આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે છતાં વૈરાગ્ય કલ્પલતામાં યશોવિજ્યજીએ પિતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસજ-પરિવર્તને કરીને મૌલિકતા રજૂ કરી છે પણ કહેવું જોઈએ કે તેઓ મૂળ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ ચોગ્ય જ કહ્યું છે કે યશવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિને ટૂંક સાર જાણે કે સિદ્ધાષએ જ લખ્યું હોય તેવી પદ્યરચના છે. આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જનશક્તિ અને વિશેષ તે જૈન શાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત સામર્થ્યનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં પણ નવસર્જનના અંશે અવશ્ય જણાશે. તેમનું નવસર્જન આ રીતે જોઈ શકાય. વૈરાગ્યકલ્પલતાને પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખે ય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સફળ છે. વૈરાગ્યકપલતાને આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન લેવાથી ઉપમિતિ.માં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્ય કલ્પલતામાં નવ સ્તબક છે. ઉપમિતિ. ને પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકપલતાના પ્રથમ તબકમાં એક ષમ્ય નોંધપાત્ર છે. સિદ્ધષિએ રૂપકાત્મક શૈલાની અપૂર્વતા છતાં તેની શાસ્ત્ર-સંમતિ પ્રસ્થાપિત કરતાં સાત્વિોત્તમાને તસિદ્ધાન્તડબુપાણે (૩૫. ૧.૮૦) કહીને ઉપનયયુક્ત પીઠબંધમાં આત્મલધુતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિહાળેલી વિકૃતિઓ ઉપર પ્રહારો કર્યા છે. તે સિદ્ધર્ષિની આ રૂપકાત્મક પ્રસ્થાપિત શૈલીને લાભ થશોવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધા છે તેથી તેમણે ઉપમિતિ. જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જૈન સંસ્કૃત સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે. આ બે રીતેમાં એક છે–સાર સંક્ષેપ છતાં નવસર્જન કોટિની રૂપકાત્મક્તા અને બીજી કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy