SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણવર્મામૃત સારાવલીના વન્દ્રારિષ્ટમાધ્યાયમાં વૈદકીય વિચાર નરેન્દ્રકુમાર પી. મહેતા* સંસ્કૃત તિષશાસ્ત્રના ઇતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે દેવજ્ઞશિરોમણિ આચાર્ય વરાહમિહિર (ઈ. સ. ૫૦૫)ની પછી અને પ્રસિદ્ધ ટીકાકાર ભટ્ટોત્પલ (ઈ. સ. ૯૬૬)ની પહેલાં થઈ ગયેલ વટેશ્વર-કલ્યાણુવર્મા (ઇ. સ. ૫૭૮) જતિષશાસ્ત્રના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. ત્રિકંધ જ્યોતિષશાસ્ત્રના જાતક ગ્રંથોમાં પરાશર મુનિનું “બહત્પારાશરહાર શાસ્ત્ર” અપષ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય વરાહમિહિરનું “બુહજજાતક” પોષગ્રંથમાં સૌથી પ્રાચીન છે. આ બે પ્રસિદ્ધ જતક મંચે પછી (ગુર્જર પ્રદેશના વ્યાધ્રપદનરેશ) કલ્યાણવર્માએ પરાશર, વરાહમિહિર, યવનનરેન્દ્ર વગેરેના ગ્રંથમાંથી સાર લઈને “સારાવલી' નામના જાતક ગ્રંથની રચના કરી.' કલ્યાણવર્માએ પિતાના આ જાતક ગ્રંથમાં સત્ય, બાદરાયણ, ચાણકય, હઉ, ચૂડામણિ, માણિક, બહ્માદિ જ્યોતિષકારોના પ્રચલિત મતનો ઉલ્લેખ કર્યો છે. સારાવલી નામના આ પ્રસિદ્ધ ગ્રંથમાં કલ્યાણવર્માએ પિતાના સમયના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે પ્રચલિત વિદક (આયુર્વેદ, શાસ્ત્ર, એગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર તેમજ સામાજિક પરિસ્થિતિનું સુંદર નિદર્શન કરાવ્યું છે અને તે દ્વારા લેખકે પોતાની બહુમુખી પ્રતિભા પરિચય પણ કરાવી દીધા છે, જેમ કાલિદાસમાં કેમેસ્ટ્રી જોઈ શકાય છે, કવિ ભક્ટિમાં વ્યાકરણ દષ્ટ થાય છે અને શ્રી હર્ષમાં દાર્શનિકતા પ્રદર્શિત થાય છે તેમૂ ભારતીય શાસ્ત્રકારોમાં પણ વિશિષ્ટ બહુમુખી પ્રતિભા જોવા મળે છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ, સાહિત્યદર્પણુકાર વિશ્વનાથ, પંડિત જગન્નાથ વગેરે કાવ્યશાસ્ત્રીઓએ પણ પિતાનું વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન તેમ જ પાંડિત્ય દર્શાવ્યું છે. તત્ત્વજ્ઞાનની શાળામાં આદ્યગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોએ પણ પિતાની તર્કશક્તિને તેમ જ બહુશ્રુતતાને પરિચય કરાવ્યું છે. આયુર્વેદશાસ્ત્રમાં શારંગધરસંહિતકાર શારંગધર, વૈદ્ય જીવનકાર લેલંબિરાજ વગેરેની કવિત્વશક્તિ તેમ જ બહુશ્રુતતા જાણીતી છે. લેલબીરાજના ટૌઘજીવનમાં શૃંગારરસનું નિરૂપણ કાલિદાસની યાદ અપાવે છે. જ્યોતિષાચાર્ય વરાહમિહિરમાં તે કાલિદાસ, ભવભૂતિ કે બાણુનાં પણ દર્શન કરી શકાય છે. સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૨૧-૨૩૦, હસા શેરી, કડી (એન. જી. ૩૮૨૭૧૫.). - દીક્ષિત શંકર બાલક, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જતિષશાસ્ત્ર, દ્વિતીય નં. યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૧. પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨, ૫. ૨૪૫, For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy