SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટયકલામાં ન્યાયત્રય” છે. મૃગજળમાં જળ દેખાવું, તે આભાસયુક્ત જ્ઞાન છે અને તે ખરેખર જળ નથી, તેવી પ્રતીતિ થતાં, તે મિથ્યાજ્ઞાનમાં પરિણમે છે, જ્યારે ચિત્રમાંને છેડે ઘેડા સિવાય, અન્ય કોઈ પ્રાણુનો આભાસ પેદા કરતા નથી. પ્રતિભાસ એ મિશ્યાજ્ઞાનજન્ય પ્રતીતિ છે. ‘ચિત્રતુરગ” એ મિથ્યાજ્ઞાન નથી. એ તે કલા છે. કલાના ક્ષેત્રમાં કલ્પના સહાયક હોય છે, પરંતુ તે ક૯પના વાસ્તવિક્તા પ્રત્યે દોરી જાય છે. એટલે કે સમ્યફજ્ઞાન પર તે આધારિત હોય છે. તેથી ચિત્રતરગને મિથ્યાજ્ઞાનજન્ય પ્રતિભાસ તરીકે ઓળખાવી, તે ભૂલભરેલું છે. ભટ્ટ તૌતે તે ખંડનકર્તાની દાંથી પ્રતિભાસ' કહ્યો છે. (૨) “ દશરૂ૫ક'ના કર્તા ધનંજયે યિત્રતુન્યાયની બહુ સુંદર રીતે સ્પષ્ટતા કરી છે. ધનંજયના શબ્દોમાં – " क्रीडतां मृण्मययद्वत् बालानां द्विरयादिभिः ॥ વોટarટ્ટ: વરતે તરછામનું નામ: ૧૦ એક હૃદયંગમ ઉપમા વડે ધનંજય “ચત્રતુરગ’ની ગ્રાહ્યતા સમજાવે છે કે, “જે મ માટીના બનાવેલા હાથી રમકડાંથી રમતાં બાળકો તેને સાચુકલે હાથી માનીને રમતને આનંદ લૂટે છે, તે જ રીતે નાટયમાં અર્જુન વગેરે પાત્રોને સાચા માનીને સહૃદય પ્રેક્ષકો તેમાંથી આનંદ મેળવે છે." પૂર્વે હાથી ન જોયો હોય, તે પણ હાથી કે હેય, તેની કલ્પના બાળકો રમકડાં પરથી કરી લે છે. તે જ રીતે અર્જુન વગેરે પાત્ર સહદય પ્રેક્ષકોએ જોયાં નથી, છતાં અનુકર્તાની વેશભૂષા, અભિનવ વગેરે પરથી અર્જુન વગેરે પાત્રોની કલ્પના પ્રેક્ષક કરી લે છે. એટલું જ નહિ, બાળકો રમકડાંમાંથી આનંદ પ્રાપ્ત કરે છે. તે જ રીતે, પ્રેક્ષકો નાટયસૃષ્ટિમાં તન્મય બનીને અનુકર્તામાં જ અર્જન વગેરેની કલ્પના કરી લઈ, અવર્ણનીય આનંદ પ્રાપ્ત કરે છે. “ચિત્રતુરગ'નું આનાથી વધારે ગ્રાહ્ય સ્પષ્ટીકરણ શું હોઈ શકે ? (૩) “કાવ્યપ્રકાશ'ના ટીકાકાર મહેશ્વરાચાર્ય “આદર્શ ' ટીકામાં જણાવે છે કે ચિત્રતુરગપ્રતીતિ એ આહાય જ્ઞાન છે. આહાર્યજ્ઞાન એટલે ઈછાપૂર્વક પ્રયુક્ત કરેલું જ્ઞાન. તેમના શબ્દોમાં - “विरोधिनिश्चयदशायामिश्छाप्रयोज्यं ज्ञानम् आहार्यज्ञानमित्युच्यते, रामभिन्नत्वेन ज्ञाते नटे 'रामोऽयम्' इति ज्ञानमिश्छयैव सम्भवतीति तादृशझानस्याहार्यत्वमपपद्यते इति વાધ્યમ્ ૧૧ (૧૦) ધનંજય–દશરૂપકસં. બેજનાથ પાંડેય મેતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૭૨, ૪-૪૧, ૪૨. (11) Maheswarācārya-Kāvyaprakāśa- Vol. I, Upraiti T.C., Parimal Publication, Delhi, 1985, Footnote, p. 98. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy