SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “નાટયકલામાં વાયદય” વિશ્લેષણ કરતાં પહેલાં આપણે વ્યવહાર જગતની ચાર પ્રતીતિઓને પરિચય કરી લઈએ. ન્યાયશાસ્ત્રમાં જ્ઞાનના ચાર પ્રકારે વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી સમ્યફજ્ઞાન સિવાયની પ્રતીઓને અયથાર્થ અનુભવ તરીકે ગણવામાં આવી છે. તે ચારેય પ્રતીતિએનાં લક્ષણે આ પ્રમાણે છે. (૧) સમ્યકજ્ઞાન –સમ્યફ એટલે વાસ્તવિક જગતના પદાર્થો વિશેનું યથાર્થ જ્ઞાન. એમાં પ્રમેયભૂત પદાર્થ અંગે પ્રમાતાને નિશ્ચિત પ્રતીતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) મિથ્યાજ્ઞાન -વ્યવહાર જગતમાં જે વસ્તુમાં જે ન હોય, તે જોવું. તેને ન્યાયમાં ભ્રમ, વિપર્યય કે મિયા જ્ઞાનથી ઓળખવામાં આવે છે. જેમકે, શૂક્તિમાં રજતને અભાવ હોવા છતાં ત્યાં રજન છે, તેવા પ્રકારનું જ્ઞાન થવું, તે મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનની વિશિષ્ટતા એ છે કે તેની પાછળ ક્રિયા થતી જોવા મળે છે. જેમ કે, છીપમાં ૨જતને ભ્રમ થતાં આપણે તે લેવા માટે દોડીએ છીએ. (૩) સંશયજ્ઞાન :-- અમુક સંજોગોમાં એવું બને છે કે આપણે વસ્તુનું નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાનને વિષય બનતા પદાર્થનાં અમુક જ લક્ષણે સ્પષ્ટ થતાં હોય, ત્યારે દ્વિધા જમે છે. આવું દ્વિધાપૂર્ણ જ્ઞાન, તે સંશયજ્ઞાન. જેમકે ઝાડનું ડું અંધારામાં પુરુષાકારે દેખાય ત્યારે આપણે નિશ્ચય કરી શકતા નથી, કે તે હૃદુ છે કે પુરૂષ ? આમ, એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી વસ્તુ એને આભાસ થતાં, અનિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, તેને સંશય કહે છે. (૪) સદશ્ય જ્ઞાન -ધણીવાર, અપરિચિત પદાર્થને ખ્યાલ આપવા સદશ્ય ધરાવત, પરિચિત પદાર્થોને ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરવામાં આવે છે. પરિચિત પદાર્થ વિશેના જ્ઞાનનું અપરિચિત પદાર્થ પર આરોપણ કરવામાં આવે છે. આ પ્રકારે પ્રાપ્ત કરેલું જ્ઞાન તે સદશ્ય જ્ઞાન જેમકે બળદ ન જોયો હોય, તેને કહેવામાં આવે, કે બળદ ગાય જે હોય છે. શંકુકનું કહેવું છે કે આપણે જ્યારે નાટયપ્રગનિહાળીએ છીએ ત્યારે માં રામત્વનું આરોપણ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે, રંગમંચ પર રૌત્રમૈત્ર નામને નટ છે. પરંતુ લગભૂમિ પર તેને અભિનય આપતે જોઈએ છીએ, ત્યારે આપણે તેને રામ તરીકે ગ્રહણ કરીએ છીએ. નાટ્યમાં તેને હર્ષ, કાદિ ભાવોને રામના હર્ષશેકાદિ માનીએ છીએ, ત્રત્રના નહિ. રંગભૂમિ સિવાય, આપણને તે મળે, ત્યારે આપણે તેને ચૈત્રમૈત્ર તરીકે ઓળખીએ છીએ, રામ તરીકે નહિ. આમ, એક જ વ્યક્તિને બે ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખીએ છીએ. નટ એ રત્રૌત્ર હોવા છતાં નાટ્યપ્રયોગ દરમ્યાન તેનામાં રામત્વ અનુભવાય છે, તેનું કારણ શું ? - શંકકના મતે જેમ ચિત્રમાં તુરગ જોઈને તુરગત્વની પ્રતીતિ થાય છે, તેમ નાટ્યમાં નટમાં રામત્વની પ્રતીતિ થાય છે. નાટ્યપ્રયેાગ દરમ્યાન પ્રેક્ષક નટને ત્રર્મત્ર તરીકે ઓળખતે નથી, રામ તરીકે ઓળખે છે. આમ, રૌત્રમંત્રનું વ્યક્તિગત અસ્તિત્વ પ્રગ દરમ્યાન લુપ્ત થઈ જાય છે. રંગભૂમિ પર પ્રેક્ષક તેને હસતિ, વાતે કરતે, આંસુ સારતે જુએ છે, ત્યારે તે કહે છે, For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy