SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “નાટયકલામાં ન્યાયદ્વય” ૨૯૫ વિવેચકોને શંકકે રજૂ કરેલા આ દૃષ્ટાંત પરથી શંકુકને બૌહયાયિક માનવા પ્રેરાયા છે. એટલું જ નહિ, શંકુકને બૌદ્ધ યાયિક તરીકે સિદ્ધ કરવા દલીલે રજૂ કરે છે. અલબત્ત લેખકની કતિ પરથી તે કયા મતને અનુયાયી હતું, તે શોધવા માટેની મથામણ તે પાણીમાંથી પિરા કાઢવા જેવું છે. અનુમાનવાદીઓ રસની ત્રણ કક્ષા સ્વીકારે છે:-(૧) અનુકરણ (૨) અનુમાન (૩) આસ્વાદ. મહિમભટ્ટે પણ અનુકરણ દ્વારા થતી રસપ્રતીતિને મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયથી સમજાવી છે. તે પછી મહિમભટ્ટ પણ બૌદ્ધ નયાયિક હતા, તેવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. શંકુ કે અહીં ધમકીનિના પ્રમાણવાતિક'નું જે દષ્ટાંત ટાંકયું છે, તે અનુકારરૂપ જ્ઞાન સહૃદયને કયા પ્રકારે ફળપ્રાપ્તિ કરાવી શકે છે, તે સ્પષ્ટ કરવા પૂરતું જ, તે બૌદ્ધ નૈયાયિક હતા કે નહ, તેવી તેની ખેંચતાણ કરવી, તે સરળ વિવેચનપદ્ધતિ નથી. શંકકે નાટયમાં થતી અનુકત રસપ્રતીતિના સ્પષ્ટીકરણ માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય ટાંક. છે. અહીં શંકુક સમર્થ વિવેચકની અદાથી નાટયમાં અનુકૃત ભાવના મિશ્યાત્વને પ્રશ્ન છેડે છે અને તે મિયાત્વને પ્રાધ બનાવવા માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયને આશ્રય લે છે. વાસ્તવમાં, તેરે ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડવાની જરૂર ન હતી. કારણ કે (૧) નાટયપ્રગ દરમ્યાન, તેમાં ત બનેલા સહૃદય ભાવકને ભાવના મિથ્યાત્વની પ્રતીતિ થતી નથી અને ભાવના મિથ્યાત્વ અંગે તેને વિચારવાને અવકાશ પણ રહેતું નથી આ વાત, શકુ -૪-૪-ત્રિશૈવ તથામિનચમનૈ:-x-- ૫ શબ્દો વડે સ્વીકારેલી જ છે (૨) વળી, ચિત્રતુરગન્યાય વડે જયારે તે કલાનુભવની વિલક્ષણતાની વાત કરે છે, અને કલાના જગતમાં થતી પ્રતિતિને તે મિથ્યા પ્રતીતિથી ભિન્ન ગણાવે છે, ત્યારે ધમકીર્તિના ‘મિશ્યાજ્ઞાનજન્ય અર્થ ક્રિયાકારિત્વ'ના વિચારને એટલે કે મણિ-પ્રદીપ -પ્રભા ન્યાયને ઉલેખવાની જરૂર નથી. કારણ કે ભાવોની અલૌકિકતાના સંદર્ભમાં શંકુકના ‘ચિત્રતુરગન્યાય' સાથે “મણિ-પ્રદીપ-પ્રભા’ ન્યાય થોડો વિસંવાદી ન્શાય છે. અલબત્ત, શંકુકની વિવેચનપ્રતિભા અહીં ખીલી ઊઠે છે. પોતાના સિધ્ધાંતનું નિરૂપણ કરતાં, અનુકૃતિને પૃથક્કરણ દ્વારા સમજાવે છે અને તેમ કરતાં, તેના અનુગામી ભટ્ટ તોતે અનકતિવાદ પર જે પ્રહારો કર્યા છે, તેને ઉત્તર પણ શંકુ આપી દીધું છે. ૨ ચિત્રતુરગન્યાય સહદય ભાવકને નાટયમાંથી રસપ્રતીતિ કઈ રીતે થાય છે, અથવા તે કલાના વિશ્વમાં થતા અનુભવ કેવો હોય છે, તે સ્પષ્ટ કરવા, શકકે “ચિત્રતુરગન્યાય નું દષ્ટાંત આપ્યું છે. કલમ, રંગ અને પછી વડે ચિત્રમાં આલેખાયેલ અશ્વને જોઈને આપણને કેવી અનુભૂતિ થાય છે, એ કે ગુપ્ત પ્રેમસ્વરૂપ-હિન્દી અનુશીલન પર્વ, જાન્યુ-માર્ચ, ૧૯૧૧, ૫. ૨૫. * ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક-સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખબા સુરભારતી પ્રકાશન, વારાણસી, ૧૯૮૭, પૃ. ૭૬. (5) Bhatta Sankuka-Bharata's Nātyas'āstra, Vol. I, G.O.S. Vol, 36, p. 272. સ્વા ૧૩ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy