SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ત કડકિયા આજે જ્યારે એવાં સામાજિક બળાને અંકુશ તૂટે છે ત્યારે નવા સામાજિક સંજોગોના ભાવોનું વાહન બનવા એ કાવ્યભાષા કેટલી ઉપકારક ગણાય ? આ સંવાદમાં એમણે દરબારી કાનડે, શિખરિણી અને કીર્તનને હ્ય કુશળતાથી ઉપયોગમાં લીધા છે. ઊમિએ, ભાવો અને રસેનું શેઠ વાહન માત્ર કાવ્યાત્મક છૂટછાટ સાથે બોલાતું ગદ્ય જ માત્ર છે એમ નહિ, પણ છંદબદ્ધ પાઠયરૂ૫, કરકસરતાવાળું, ચીવટવાળું: પદ્ય પણ એક મોષ્ઠ વાહન છે જ, એમણે પ્રયોજેલા છંદ વગેરે આપણું ભાવિ વાહન થશે કે કેમ એ પ્રશ્ન જ છે પણ એટલું તે ચોક્કસ છે કે નાટકમાં જે ધાર્મિક આત્મા સંક્રાંત થર્યો છે તેમાંથી કેજ એમણે પિતાને છંદ શોધી લીધો છે. પદ્ય-ગદ્યનું, અરે ગદ્યનું પણ શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે પ્રારંભમાં જ કૃષ્ણની સ્વગતોક્તિમાં એમણે પદ ઉપરાંત ગદ્યમાં ટાળ્યું ટાળ્યું ટાળ્યું વગેરે દ્વારા જુદી જુદી સ્વર-વ્યંજનાઓની સંકલના ગોઠવી છે. કયારેક “સર્વ કંઈ થઈ ગયું ” “થનાર સહેજે થઈ ગયું”, થનાર સહેજે થઈ ગયું” જેવી પુનરુક્તિઓ વગેરે દ્વારા એમાં ચારુતા સઈ છે. ખરાબ ટે ખરાબ શિક્ષણ વગેરે કારણે સામાન્ય જીવનમાં ભાષા બેલવાની જે કઢંગી અને અસરકારક ન હય તેવી પદ્ધતિ જે આપણે જોઈએ છીએ તેમાંથી બહાર નીકળવાને આ પ્રયત્ન લેખી શકાય એટલું જ નહિ પણ નાટકમાં પાઠ કેવળ શ્રાવ્ય વસ્તુ જ નથી પણ ભાવને દૃશ્યાત્મક ચિત્રમય રીતે રજુ કરી શકાય તે રીતે લખાવા જોઈએ તેને પણ એ પ્રયત્ન ઉપકારક રહો ગાય. કૃષ્ણ, પ્રવેશતાં જ, દરબારી કાનડામાં ગાવા માંડે છે ને પછી સ્વગતોકિત કરે છે. ભલે એ સ્વગતોક્તિ લાંબી છે છતાં એમાં જુદા જુદા રણકારો પેદા કરવાની શક્યતા છે. વાક ટ્રક ટૂંકાં છે તથા સંવાદિત અને તાલબદ્ધ રીતે કહેવાયાં છે તેથી શબ્દો પડી જતા નથી કે ઉરચારણ વગર છટકી જતા નથી. અર્ધવિરામ વગેરે દ્વારા લેખકે જે એક કરી આપ્યા છે તે નટને વાકયોમાં યોગ્ય વિરામ લેવાની શક્તિ પૂરી પાડે છે તથા નટ ફેફસાંમાં શ્વાસ ભરી દેવાની શક્તિ મેળવે છે. બીજી એક વાત અગત્યની છે અને તે એ કે ચાલતાં ચાલતાં ચાર પાંચ પગલાં ચાલતાં વાક્ય પૂરું થઈ જાય છે વળી કેટલુંક ઊભા રહીને પણ બોલી કાઢે એ ક્રિયા દિગ્દર્શક વ્યવસ્થિત રીતે ગોઠવી આપે એટલે સ્વગતિનું બધું લંબાણ એમાં ઓગળી જવાનું. ઘણા યુનિટો નટને લાંબુ ચલાવીને પણ દિગ્દર્શક વ્યવસ્થિત રીતે અને ઝડપથી પૂરા કરી શકવાને, ખાસ કરીને લાંબી સ્વગતોક્તિઓમાં દિગદર્શકને કઈ રીતે અનુકૂળ થવું તેનો અભ્યાસ આ પ્રકારની સ્વગતોક્તિએ પૂરા પાડે છે, તે દષ્ટિએ પણ તેનું ઉચું મૂલ્ય અંકાવું જોઈએ. યાકોબ્સન પ્રમાણે આ સંવાદ–વાચાના ઘટકો આમ ગોઠવી શકાય. સંવાદ-કૃતિ :–એક સંરચના, સંરચનાબદ્ધ ઉક્તિ સંદર્ભ (context) (સારું શું બોટ: શ વગેરે) સંદેશ ( Message ) (મહાભારતને, સંસ્કૃતિને) પાત્રો (વક્ત) ( કણ– કુન્તી જેવાં) મોતા (“સ્વ”, અન્યપાત્રો તેમ પ્રેક્ષકો) સંપર્ક (Contact) (વક્તા વગેરેથી) સંકેત (Code) (વાણું લેખન વગેરેમાં) અર્થ: સમગ્ર ક્રિયામાં. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy