SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાયક પરત્વે વિસંવાદ એમ. પી. કાકડિયા સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતના નાટયશાસ્ત્રને પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટયદર્પણને પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા ઉપર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણની પૂર્ણ સ્થાપના કરી છે ત્યાં પરવર્તી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે, પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળ છે, જ્યાં ભારતે એક જ વિષયનું એકીસાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તો તેને વાં-ઓછું મહત્ત્વ આપ્યું છે, જેમકે આલંબન વિભાવરૂ૫ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ વિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદ જન્માવવા નિમિત્ત બને છે. આવા વિસંવાદને મૂળ સ્ત્રોત ભરતના નાટયશાસ્ત્રની નિરૂપણપદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવતી નાટયશાસ્ત્રીય પરંપરા હેઈ શકે છે. ગમે તેમ, પણ સંસ્કૃત નાટકના નાયક પરત્વે કંઇક આ જ વિસંવાદ પ્રવર્તે છે. ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનાર હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય લેવો જોઈએ. તેમણે પિતાના નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંકેત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત-સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિ કે મત્યકોટિને અને જેને દિવ્ય આશ્રય કે સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે, પરંતુ પરવતી આચાર્યો દ્વારા આ મુળ સ્ત્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શકયું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયો, જેનું કોય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી “ સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૫૭-૬૨. સંસ્કૃત વિભાગ. ભવન્સ શ્રી એ. કે. દેશી મહિલા કૉલેજ, જામનગર, ........................કહવતો નાયક | rifજર્જરિત્ત તથા ૬ દિવ્યાબાબુ ૨૦. ૧૦. ભરતનાટયગમ્-સં. શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ મ. ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૮૦, પૃ. ૨૨૭, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy