________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*ཤ།༥[།
દીપાસવી અને વસંતપંચમી વિ. સ. ૨૦૪૬-૪૭ નવેમ્બર ૧૯૯૧-ફેબ્રુઆરી ૧૯૯૨
ઋગ્વેદભાષ્યકાર વેંકટમાધવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુ. ૨૮ અક૧-૨
સુરેશચંદ્ર ગા, કાંટાવાળા
પ્રસ્તાવના :
ભારતીય સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદ સંહિતા સૌથી પ્રાચીન ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં દ્વિજને માટે વેદાધ્યયન આવશ્યક અને જિયાત ગણવામાં આવ્યું હતું. ભારતમાં વેદાધ્યયનની પરપરા પ્રાચીન કાળથી આજસુધી અવિચ્છિન્ન રહી છે અને જળવાઇ રહી છે, પરંતુ વેદની કેટલીક શાખાએ લુપ્ત થઈ છે અને કેટલીક વૈદિક શાખાના વૈદિકો અર્વાચીન કાળમાં દુષ્પ્રાપ્ય થતા જાય છે.
વિવિધ વૈદિક ગ્રંથો ઉપરથી અનુમાન કરી શકાય કે વેદાધ્યયનમાં વેદના અર્થ સમજવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી હતી.
બ્રાહ્મગ્રસાહિત્ય, આરણ્યકસાહિત્ય, ઉપનિષત્સાહિત્ય, તેમજ નિરુક્ત ઈત્યાદિ થામાં વેદના વિવિધ મંત્રાનું અને શબ્દોનું વ્યાખ્યાન મળે છે ; પદપાઠ પણ વેદના અર્થઘટનમાં અમુક રીતે પ્રદાન નોંધાવે છે. વિવિધ વૈદિક ગ્રંથેાના ટીકાકારોએ અને ભાષ્યકારાએ તેમની દૃષ્ટિએ વૈદા ઘટનમાં પોતાનું કીમતીપ્રદાન આપ્યું છે. અર્વાચીન કાળમાં ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ અને વેદવિદ્યાએ વેદના અર્થઘટન પરત્વે પોતાના વિદ્વત્તાપૂર્ણ કાળો નોંધાવ્યું છે અને માંધાવે છે.
For Private and Personal Use Only
‘સ્વાધ્યાય ', પુ. ૨૮, અક ૧-૨, દીપેોત્સવી વસંતપ’ચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨. પૃ. ૧-૧૨.
*રાજસ્થાન સંસ્કૃત અકાદમીના આશ્રયે નાથદ્વારા ( રાજસ્થાન) મુકામે તા. ૨૯-૨-૧૨, ૧-૪-૯૨ અને ૨-૩-૯૨ને રાજ સમાયોજિત “અખિલ ભારતીય વૈદિક સમેલન અને વેદશાખાર સંગેટ્ટી ”માં રજૂ કરેલ શેાધપત્રને આધારે.
* શ્રીરામ ', ક્રાંતારેશ્ર્વર મહાદેવની પાળે; બાજવાડા, વાદરા-૩૯૦૦૦૧