SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તકની બહામૂતિ તસવીરોમાં ઢાંક, નામક લેખમાં “ સ્વાધ્યાય' પુ. ૮, અંક ૩/૧૯૭૧ (જુલાઈમાં નત્તમ પલાણ “કુમાર” અંકમાં/૧૯૭૩ (સપ્ટે.)માં પ્રલંબપાદબ્રુદ્ધ નરોતમ પલાણ દ્વારા “ કુમાર’ અંકમાં/૧૯૭૩ (એકટ.)માં ડે. ઉમાકાંત શાહ દ્વારા નાગરાજ, અજ્ઞાત માતૃકા અને સ્કંદ સ્વાધ્યાય ' પુ. ૧૧, અંક ૧ માં/૧૯૮૧માં ભગ્ન વિષ્ણુ-ડો. પ્રવીણ પરીખ દ્વારા “સ્વાધ્યાય ” પુ. ૧૮, અંક ૩માં આમ ઢાંકની કુલ વીશેક મૂર્તિ ઓ મારી જાણ મુજબ અદ્યાપિ પ્રકાશમાં આવેલ છે. આ સાથેની બ્રહ્મામૂર્તિ આ સંગ્રહમાં એકને વધારે છે. ઢાંક ડુંગરેશ્વર મહાદેવ પૂજારીની ખડ ભરવાની નાની ઓરડીમાં જુના ભંગાર સાથે આ મૂર્તિ પડી છે. જટામુકુટ, કંડલયુક્ત ત્રણ મુખ દાઢીવિહીન છે. ગળામાં એકાવલી, દિભુજ, ઊંચે ઊઠેલા દક્ષિણ હાથમાં કમળ, વામહસ્તે કળશ, સપ્રમાણુ બેઠી કાયા, ધોતી અને સીધા પ્રાકૃત પગ, આશરે ત્રણેક ફૂટ ઉંચી આ મૂર્તિને પથ્થર ઓળખી શકાતો નથી. બ્રહ્માની આ એક અતિ પ્રાચીન મૂર્તિ છે. આગળ ખેંચ્યું તેમ આ બ્રહ્મામૃતિ કુબેર અને કંદની કલા પરંપરામાં છે. ત્રણેય મૂર્તિમાં પ્રાકૃત પગવાળી બેઠી કાયા, એકાવલી અને કુંડલ એકસરખી શૈલી ધરાવે છે. તક્ષણની દૃષ્ટિએ પ્રથમ કુબેર, પછી બ્રહ્મા અને પછી સકંદ અનુમાની શકાય છે. કુબેર એક પાટમાં સીધું તક્ષણ પામ્યા છે, ગળા ઉપરાંત હાથપગમાં એકાવલી કુબેરપણું સૂચવે છે. આ કલાશૈલીને હેજ વિકાસ બહ્મામાં કલ્પી શકાય છે. અહીં સાદી ગાંઠવાળી દેતી છે. સ્કંદમાં આ શૈલી વધુ આગળ વધે છે. અહીં દેતીની ગાંઠ ઉપર અલંકૃત કમરબંધ તથા બે પગ વચ્ચે પાટલી તક્ષણ પામેલ છે. કાળનિર્ણય માટે આ રેખાને હજુ પણ આગળ લંબાવવી પડશે. કમરબંધ અને પાટલીનું આ કામ વિષ્ણમૂર્તિમાં આગળ વધે છે. કમરબંધ અને પાટલી એ જ છે, માત્ર છેતીમાં વલરી આવી છે. પગ એકધારા જાડા અને પ્રાકૃત હતા તે નીચેની તરફ પાતળા અને પષ્ટ બન્યા છે. વિષય છે એટલે ઊભે મુકુટ આબે અને ચહેરાની રેખામાં સહેજ પ્રસન્નતાની ઝલક દશ્યમાન બની છે. બીજી બાજુથી નાંધીએ તે કુબેર અને બહામતિની કલા, હજુ પ્રભાવક સુધી પહોંચી નથી. કંદમૂર્તિમાં પાછળની પીઠિકાને ઉપરને ભાગ ચક્રના રૂપમાં વિકાસ પામતે જોઈ શકાય છે. આ વિકાસ વિષjમૃતિમાં પૂણું બન્યું છે એટલું જ નહિ, સાદુ પ્રભાચક્ર અહીં અલંકૃત પણ બન્યું છે. આ મૂર્તિને પ્રથમ પ્રસિદ્ધ કરનાર મજમુદાર અને પુનઃ પ્રસિદ્ધ કરનાર ૪ કબરમૂર્તિના ફેટા માટે જુઓ * સ્વાધ્યાય”પુ. ૮, અંક ૩ (એપ્રિલ ૧૯૭૧ ) અને સકંદમૂર્તિના ફેટા માટે જુએ સ્વાધ્યાય” પુ. ૧૧, અંક ૧ ( આક, ૧૯૭૩), For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy