________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદત્ત જોશી
- વર્ગના વરિષ્ઠ શ્રેયસ્સાધક કવિવર શ્રી રાજેન્દ્ર શાહને અર્પણ થયેલ આ ગ્રંથમાં ગ્રંથકર્તાએ વર્ગના વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્યની વિસ્તારથી સમાલોચના કરી છે. ગ્રંથના અંતે આપેલ સાહિત્યસૂચિ પરથી પણ વર્ગના સાહિત્ય પરના પ્રભાવને ખ્યાલ આવે છે. વર્ગના ૧૦૧ જેટલા સંઘે ઉપરાંત અન્ય લેખકોના ૭૫ જેટલા પ્રથ, હિંદી-અંગ્રેજી પુસ્તકો અને ૨૫ જેટલાં સામયિકોની વિપુલ સામગ્રીને વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ કરીને લખાયેલ આ મહાનિબંધ આ વર્ગની સંસ્કારસેવા અને સાહિત્યસેવાની અગત્યની નોંધ કરતે એક મહત્વને દસ્તાવેજ છે એમ કહી શકાય. આ વિશદ કાર્ય માટે લેખક પ્રા. ડૉ. લવકુમાર મ. દેસાઈ ધન્યવાદના અધિકારી છે. સાથે સાથે આવા ઉત્તમ ગ્રંથને પ્રકાશિત કરવા માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને પણ અભિનંદન ધટે છે.
ક૯૫ના બારોટ
૨૯, સુજાતા સોસાયટી, અકોટા, વડોદરા.
આપણી વાત” લે. રણજિત એમ. પટેલ, “અનામી', . અનામી પ્રકાશન, ૨૨/૨ અરુણોદય સોસાયટી, વડેદરા-૩૯૦ ૦૦૫, આ. ૧, ૧૯૯૧, પૃ. ૮ + ૧૬૦, કિં. રૂા ૫૦ = ૦૦. - અછાંદસની બોલબાલામાં “ અનામી ને કાવ્યસંગ્રહ જતાં પહેલું ધ્યાન ખેંચે છે છેબહતા, જે આ સંગ્રહનું આકર્ષક પાસું છે. બહુધા શિખરિણીને પ્રયોગ છે. એ નોંધવા જેવું છે કે જે કવિએ હદે આત્મસાત કર્યા હોય એની અછાંદસ કવિતામાં પણ કોઈકે છંદને લય લહેરાતો હોય છે, જે સંતર્પક નીવડે છે. ઉદાહરણ તરીકે અછાંદસથી ઊધડતા “તિમિરે તેજ'માં પરંપરિત મનહર છંદનું લયગુંજન સંભળાયા વિના રહેતું નથી જેમકે-
“ આઠ આઠ દાયકાને સહકાર
મૂ--ફળે મુક્તિ-શાખે”
(પૃ. ૬૯ ). છાંદસ-અછાંદસ સાથે ગીતકા, ગઝલ પણ ઠીક ઠીક સંખ્યામાં છે. પ્રતિકાવ્ય જેવા પ્રયોગ છે તે મધ્યકાલીન શામળશાઈ છપ્પા પણ છે. પ્રકારવિ સાથે વિષયવૈવિધ્ય નોંધપાત્ર બની રહે છે. પ્રણય, પ્રકૃતિ, પ્રભુ, તત્ત્વચિંતન, શહેરીજીવન,, પૌરાણિક પાત્રો, માનવીય સ્થિતિ કે પરિસ્થિતિ એમ વિવિધ વિષયે સાથે નિર્વેદ, વિષાદ, વિસ્મય, પ્રસન્નતા, કૃતાર્થતા, આરત, પ્રાર્થના, સ્વીકૃતિ એમ અનેક ભાવોની સૃષ્ટિમાં અવગાહન થતું રહે છે વિષાદના ભાવમાં બહુધા સંસ્મરણોની ભૂમિકા નિમિત્ત બન્યા કરે છે,
વિતેલાં વર્ષોના ફલક પર ચિત્રો પસતાં કંઈ આછાંઘેરા, કટુ-મધુ સ્મૃતિથી ઉભરતાં, ”,
(વીતેલાં વર્ષોના પુ. ૪)
For Private and Personal Use Only