________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટયકલામાં ન્યાયક્રય”
૨૯૫
વિવેચકોને શંકુ રજૂ કરેલા આ દષ્ટાંત પરથી શંકુકને બૌહયાયિક માનવા પ્રેરાયા છે. એટલું જ નહિ, શકકને બૌદ્ધ યાયિક તરીકે સિદ્ધ કરવા દલીલે રજ કરે છે. અલબત્ત લેખકની કૃતિ પરથી તે કયા મતને અનુયાયી હતું, તે શોધવા માટેની મથામણ તે પાણીમાંથી પિરા કાઢવા જેવું છે. અનુમાનવાદીઓ રસની ત્રણ કક્ષા સ્વીકારે છે :-(૧) અનુકરણ (૨) અનુમાન (૩) આસ્વાદ. મહિમભટ્ટે પણ અનુકરણ દ્વારા થતી રસપ્રતીતિને મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયથી સમજાવી છે. તે પછી મહિમભટ્ટ પણ બીક નીયાયિક હતા, તેવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. શંકુ અહીં ધર્મકાતિના પ્રમાણુવાતિક'નું જે દષ્ટાંત ટાંકયું છે, તે અનુકારરૂપ જ્ઞાન સાહદયને કયા પ્રકારે ફળપ્રાપ્તિ કરાવી શકે છે, તે સ્પષ્ટ કરવા પૂરતું જ. તે બૌદ્ધ તૈયાયિક હતા કે નહિ, તેવી તેની ખેંચતાણ કરવી, તે સરળ વિવેચનપદ્ધતિ નથી.
શંકકે નાટયમાં થતી અનુકૃત રસપ્રતીતિના સ્પષ્ટીકરણ માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય ટાંક છે. અહીં શંકુક સમર્થ વિવેચકની અદાથી નાટયમાં અનુકત ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડે છે અને તે મિયાત્વને ગ્રાહ્ય બનાવવા માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયને આશ્રય લે છે. વાસ્તવમાં, તેણે ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડવાની જરૂર ન હતી. કારણ કે (૧) નાટયગ દરમ્યાન, તેમાં તમ્ય બનેલા સહદય ભાવકને ભાવના મિથ્યાત્વની પ્રતીતિ થતી નથી અને ભાવના મિશ્યાત્વ અંગે તેને વિચારવાને અવકાશ પણ રહેતા નથી આ વાત, શંકુ
--~-જૈિવ તથા મિર્ચમાગૅ--૪- ૫ શબ્દો વડે સ્વીકારેલી જ છે (૨) વળી, ચિત્રતુરગન્યાય વડે જયારે તે કલાનુભવની વિલક્ષણતાની વાત કરે છે, અને કલાના જગતમાં થતી પ્રતિતિને તે મિથ્યાપ્રતીતિથી ભિન્ન ગણાવે છે, ત્યારે ધર્મકાર્તિના ‘મિથ્યાજ્ઞાનજન્ય અર્થ ક્રિયાકારિત્વ'ને વિચારને એટલે કે મણિ-પ્રદીપ -પ્રભા ન્યાયને ઉલેખવાની જરૂર નથી. કારણ કે ભાવની અલૌકિકતાના સંદર્ભમાં શંકુકના ચિત્રતુરગન્યાય’ સાથે ‘મણિ-પ્રદીપ-પ્રભા’ ન્યાય થાડા વિસંવાદી જણાય છે. અલબત્ત, શંકુકની વિવેચનપ્રતિભા અહીં ખીલી ઊઠે છે. પોતાના સિધ્ધાંતનું નિરૂપણ કરતાં, અનુકૃતિને પૃથક્કરણ દ્વારા સમજાવે છે અને તેમ કરતાં, તેના અનુગામી ભટ્ટ તોતે અનુકૃતિવાદ પર જે પ્રહારો કર્યા છે, તેને ઉત્તર પણ શંકુ આપી દીધા છે.
૨ ચિત્રતુરંગન્યાય
સહય ભાવકને નાટયમાંથી રસપ્રતીતિ કઈ રીતે થાય છે, અથવા તે કલાના વિશ્વમાં થત અનુભવ કે હોય છે, તે સ્પષ્ટ કરવા, શંકુ કે “ચિત્રતુરગન્યાય'નું દષ્ટાંત આપ્યું છે. કલમ, રંગ અને પીંછી વડે ચિત્રમાં આલેખાયેલ અશ્વને જોઈને આપણને કેવી અનુભૂતિ થાય છે, એ
ક ગુપ્ત પ્રેમસ્વરૂપ-હિન્દી અનુશીલન પર્વ, જાન્યુ-માર્ચ, ૧૯૧૧, ૫. ૨૫.
* ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક-સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખમ્બા સુરભારતી પ્રકાશન, વારાણસી, ૧૯૮૭, પૃ. ૭૬.
(5) Bhatta Sankuka-Bharata's Nāțyas'āstra, Vol. I, G.O.S, Vol, 36, p. 272 સ્વા ૧૩
For Private and Personal Use Only